સામગ્રી
* એક બાઉલ ફાઈવસ્ટાર સાબુદાણા
* બે બાફેલા બટાકા
* તીખાશ ઈચ્છો એટલા લીલાં મરચાંની પેસ્ટ
* ૩ ચમચી અધકચરી શેકેલી સીંગ
* ૧ ચમચી ખાંડ
* ૧ ચમચી લીંબુનો રસ
* એક ચમચી વરિયાળી
* ૩ ચમચી તેલ
* સીંધવ મીઠું સ્વાદ મુજબ.
* અડધો કપ ઝીણી સમારેલી કોથમીર.

રીત
ફાઈવ સ્ટાર સાબુદાણાને પાણીમાં ડૂબે તેમ ૨ કલાક પલાળવા. ત્યાર પછી પાણી કાઢીને અડધો કલાક રાખો. એક વાસણમાં ફાઈવ સ્ટાર સાબુદાણામાં બાફેલા બટાકાને છીણીને નાખો. પછી તેમાં મરચાંની પેસ્ટ નાખો અને બરાબર મિક્સ કરીને તેમાં લીંબુનો રસ, વરિયાળી, મીઠું, ખાંડ અને અધકચરી શિંગનો ભૂકો નાખીને બરાબર મિક્સ કરો. આ મિશ્રણને કટલેટનો આકાર આપીને તેલમાં ધીમી આંચ પર ફ્રાય કરી લો. લાઈટ બ્રાઉન કલર આવે પછી તેને પેપર નેપ્કિન પર ઉતારી લો. ગરમા ગરમ કટલેટ ખાવા માટે તૈયાર છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....