સામગ્રી :

  • ૧-૧/૨ કપ મેંદો
  • ૧/૨ કપ બદામ પાઉડર
  • ૩/૪ કપ ઓગાળેલું બટર
  • ૧/૨ કપ બૂરું ખાંડ
  • ૨ ઈંડાં
  • ૧ કપ ડ્રાયફ્રૂટ
  • ૧/૨ કપ ટૂટીફ્રૂટી
  • ૨ નાની ચમચી વેનિલા એસેંસ
  • ૧-૧/૨ નાની ચમચી બેકિંગ પાઉડર
  • ૧/૪ કપ દૂધ શ્ર સજાવવા માટે બદામ
  • મીઠું સ્વાદ મુજબ.

રીત :
કેક ટિનને ગ્રીસ કરીને થોડો મેંદો નાખો. એક નાના બાઉલમાં ડ્રાયફ્રૂટ નાખીને તેમાં થોડો મેંદો નાખીને અલગ રાખો. પછી મેંદો ચાળીને બેકિંગ પાઉડર, મીઠું અને બદામ પાઉડર નાખીને અલગ રાખો. એક મોટા બાઉલમાં બૂરું ખાંડ અને બટર નાખીને ફૂલે ત્યા સુધી ફીણો. હવે તેમાં વેનિલા એસેંસ અને ઈંડા નાખીને ફીણો. હવે મેંદા અને દૂધનો ૧/૩ ભાગ લઈને બરાબર મિક્સ કરો. બાકીના ભાગમાંથી અડધું દૂધ અને અડધો મેંદો લઈને ફરી મિક્સ કરો. હવે બાકીનું દૂધ અને મેંદો નાખીને વ્યવસ્થિત મિક્સ કરો. તેમાં ડ્રાયફ્રૂટ અને ટૂટીફ્રૂટી નાખો. આ મિશ્રણને ચીકાશવાળા કેકટિનમાં રેડીને ઉપર બદામના ટુકડાથી સજાવીને ૪૫ મિનિટથી ૧ કલાક સુધી અગાઉથી ૧૭૦ ડિગ્રીસેલ્શિયસ પર ગરમ ઓવનમાં બેક કરો. ઠંડું કરીને સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....