સામગ્રી :
- ૧ કપ મેંદો
- ૧/૩ કપ કોકો પાઉડર
- ૩/૪ નાની ચમચી બેકિંગ પાઉડર
- ૧/૨ નાની ચમચી બેકિંગ સોડા
- ૧ ઈંડું
- ૧/૨ કપ દૂધ
- ૧/૨ કપ ઓઈલ
- ૧ નાની ચમચી વેનિલા એસેંસ
- ૧ કપ કેસ્ટર શુગર
- ૧/૪ કપ ગરમ પાણી
- મીઠું સ્વાદ મુજબ.
રીત :
ઓવનને ૧૬૦ ડિગ્રી સેલ્શિયસ પર ગરમ કરો. પછી મફિન પેનમાં બટર પેપર લગાવીને સાઈડમાં મૂકો. એક બાઉલમાં મેંદો, કોકો પાઉડર, બેકિંગ પાઉડર, સોડા અને મીઠું વ્યવસ્થિત મિક્સ કરી સાઈડમાં રાખો. એક અન્ય બાઉલમાં ઈંડા, દૂધ, ઓઈલ અને વેનિલા એસેંસ નાખીને થોડી વાર ફીણો. તૈયાર બટરમાં ખાંડ અને અન્ય સૂકી સામગ્રી નાખો. પછી બટરને મિક્સરમાં ત્યાં સુધી ફીણો જ્યાં સુધી તે સ્મૂધ ન થઈ જાય. પછી ગરમ પાણી રેડીને ચમચીથી ત્યાં સુધી ફીણો જ્યાં સુધી કે તે સ્મૂધ ન થાય. હવે તૈયાર બટરને ૧૫ મિનિટ માટે સાઈડમાં રાખો. ઉપયોગ કરતા પહેલાં વ્યવસ્થિત મિક્સ કરો. પછી કપ કેકનો ૩/૪ ભાગ ભરો અને તેને ઓવનમાં ૨૦ મિનિટ સુધી બેક કરો. તૈયાર કપકેકને ઠંડું થતા સર્વ કરો.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ