બાળપણમાં તમે તમારા માતાપિતા અથવા દાદાજીને ફળ અને શાકભાજી ખરીદતા જેાયા હશે. તેઓ ફળ અને શાકભાજીને સ્પર્શીને, આમતેમ ફેરવીને જેાતા, જેથી ખબર પડે કે તે તાજા અને સારી ગુણવત્તાના છે કે નહીં. આ ઉપરાંત પણ તેઓ એવી અનેક રીત અજમાવતા, જેથી ખબર પડે કે તે ફ્રેશ છે કે નહીં. પરંતુ આટલું પૂરતું નથી. જાણી લો કે ઉત્તમ ચીજવસ્તુ પસંદ કરવાની સાથેસાથે તેને ખરીદ્યા પછી સલામત રાખવી પણ ખૂબ જરૂરી છે, જેથી તેના કુદરતી તત્ત્વો, સુગંધ અને તેેનો ખરો સ્વાદ જળવાઈ રહે. કોઈ પણ વસ્તુની ભીનાશ પર નિર્ભર કરે છે કે કેટલા લાંબા સમય સુધી તેના બધા ગુણ જળવાઈ રહેશે. ચીજવસ્તુઓ સલામત રહેશે તો ન માત્ર તેની ગુણવત્તા જળવાશે, પણ ખોરાકનો વ્યય પણ ઓછો થશે. નીચે જણાવેલી ૫ સલાહ પર ધ્યાન આપો, જેથી તમે તમારા માટે તાજા શાકભાજી પસંદ કરી શકો અને તેને લાંબા સમય સુધી ઉપયોગી રાખવી સરળ રહેશે :
કેવી રીતે પસંદ કરશો તાજા ફળ અને શાકભાજી :

ફળ અને શાકભાજીનું બાહ્ય પડ સામાન્ય રીતે કોમળ અને એકસમાન હોય છે. જેા આ પડ ઘસાયેલું અને દબાયેલું હોય તો સમજી લો કે ફળનો ગર ક્ષતિગ્રસ્ત થયો છે. સાઈટ્સ ફળ જે ખૂબ કઠણ હોય, પરંતુ અંદરથી સૂકું હોઈ શકે છે. રસવાળા ફળ સારા હોવાનો અંદાજ તેના વજન અને વજન પરથી લગાવી શકાય છે. તાજી ચીજવસ્તુમાં હળવી સોડમ હોય છે. તેની પર ડાઘ અને ધબ્બા નથી હોતા. બટાકા, લસણ અને કાંદાનું સખત હોવું પણ જરૂરી છે. પાંદડાવાળા શાકભાજીમાં તેનો લીલો રંગ, કોમળતા અને આખા હોવું જરૂરી છે.

વધારે ભીનાશવાળી ચીજવસ્તુ કેવી રીતે સલામત રાખશો :
આપણે સામાન્ય રીતે એક અઠવાડિયા અથવા તો ૧૫ દિવસ માટે પણ તાજી વસ્તુ જમા કરીએ છીએ. ફ્રિજમાં શાકભાજીની બાસ્કેટમાં જાતજાતના શાકભાજી અને ફળ મૂકીએ છીએ, પરંતુ તમારે ધ્યાન રાખવું જેઈએ કે ફળ અને શાકભાજી એક ચોક્કસ સમય સુધી ફ્રિજના ઉષ્ણતામાનમાં તાજા રહે છે અને ત્યાર પછી તેની ઉપયોગિતામાં રહેવાની સમયસીમા અને ગુણવત્તા બંને પર અસર થાય છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....