એવું માનવામાં આવે છે કે ફેશન ઈન્ડસ્ટ્રી વિશ્વમાં સૌથી વધારે પ્રદૂષણ ફેલાવતી ઈન્ડસ્ટ્રી છે. આ વાતને ધ્યાનમાં રાખતા ગત વર્ષે ‘લેક્મે ફેશન વીક સમર અથવા રિસોર્ટ ૨૦૧૯’ એ સસ્ટેનેબલ ફેશનના ક્ષેત્રમાં કામ કરી રહેલા ડિઝાઈનરોને પ્રોત્સાહન આપવા માટે ‘સર્કુલર ડિઝાઈન ચેલેન્જ ૨૦૧૯’ નું આયોજન કર્યું અને સારું કામ કરનાર ડિઝાઈનરને પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યા. તેમના મત મુજબ આ નવા જમાનાની ડિમાન્ડ છે કે ફેશનમાં નવું સંશોધન, રિસાઈકલ થતા પદાર્થ, કૃષિ યોગ્ય સામગ્રી, ઈકો ફ્રેન્ડલી પદાર્થ વગેરે પર વધારે ભાર આપવો જેાઈએ. કારણ કે આજના સમયમાં પર્યાવરણને નુકશાન ન થાય તે એક મહત્ત્વનો મુદ્દો બન્યો છે.

આ દિશામાં તમામ મોટામોટા ડિઝાઈનરે સાથે મળીને કામ કર્યું, જેમાં અનીતા ડોંગરેના ‘ગ્રાસરૂટ કલેક્શન,’ ઉજ્જ્વલા દુબેના ‘પૈરો કલેક્શન’ એ ઉપસ્થિત તમામ દર્શકોનું મન મોહી લીધું. બધાએ દેશી અને ખાદીના કપડાને મોડર્ન સ્ટાઈલમાં રજૂ કર્યા. આ પ્રસંગે વિજેતા બ્રેંડ ‘આઈ એમ સાડી’ ડિઝાઈનર જેાડી પૂર્ણિમા પાંડે અને સ્ટીફાનો ફુનારીએ જણાવ્યું કે તેમણે હજારો ફેંકેલી અને જૂની સાડીઓ લઈને નવી ડિઝાઈન ક્રિએટ કરી, જે ખૂબ મુશ્કેલ કામ હતું. આ કામમાં સાડી જ તેમનો રિસોર્સ છે, જેમાં ૮૫ કારીગર ૬૬ હજારથી વધારે પ્રોડક્ટ બનાવી શકાય છે. તેમાં સાડીઓને લઈને તેમની પટ્ટી કાપીને મિક્સ કરીને ડિઝાઈન બનાવવામાં આવે છે. આ વસ્ત્રો બધાથી અલગ અને અદ્ભુત હોય છે. પોશાક સિવાય તે તેમાંથી જૂતા, બેલ્ટ, જેકેટ, જ્વેલરી વગેરે અનેક વસ્તુ બનાવે છે, જેની માંગ દેશ અને વિદેશમાં ઘણી છે. આ તમામ ડ્રેસિસ અર્ફોર્ડેબલ છે અને તે કોઈ પણ પ્રસંગે પહેરી શકાય છે. આજ સુધી આ બંનેની જેાડીએ ૧૮ હજાર સાડીઓને રિસાઈકલ કરી છે.

- સોમા ઘોષ

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....