દરેક નવવધૂ પોતાના લગ્ન પર સૌથી સુંદર લહેંગો પહેરવા ઈચ્છે છે જેથી તે સપનાની નવવધૂ લાગે, પરંતુ તે ત્યારે જ શક્ય છે જ્યારે ભાવિ નવવધૂને લહેંગા સાથે જેાડાયેલી લેટેસ્ટ ટ્રેન્ડ્સની માહિતી હોય. ત્યારે જ તે પોતાના માટે મનપસંદ સુંદર અને લેટેસ્ટ સ્ટાઈલનો લહેંગો ખરીદી શકે છે. તો આવો ફેશન ડિઝાઈનર આશિમા શર્મા પાસેથી જાણીએ કે આજકાલ કેવી રીતે લહેંગા ચલણમાં છે : પ્રીટ્રેપ્ડ દુપટ્ટા આ ફેશન સ્ટાઈલ આજકાલ ખૂબ ટ્રેન્ડમાં છે. તમારે વારંવાર દુપટ્ટો સંભાળવાની જરૂર નથી રહેતી, કારણ કે તે પહેલાંથી લહેંગા સાથે સીવેલો હોય છે. તેમાં ૨ પ્રકારના દુપટ્ટાનું ચલણ છે. પ્રથમ હેડેડ ચોલી જેમાં તમે માત્ર માથા પર ઓઢવા માટે દુપટ્ટો ઉપયોગમાં લઈ શકો છો અને બીજી રીત ચુંદડી સાઈડ, જેને પાલવ માટે ઉપયોગમાં લઈ શકાય છે. સ્ટેટમેન્ટ સ્લીવ આ પ્રકારની ડિઝાઈન પણ ફેશન લિસ્ટમાં બધાથી ઉપર આવે છે. તેમાં ચોલી અથવા તો એક સાઈડ નાની?અને એક સાઈડ મોટી હોય છે કે પછી માત્ર એક સાઈડ જ નાની અને એક સાઈડ મોટી હોય છે કે પછી માત્ર એક સાઈડની જ બાંય હોય છે. જેા તમે કંઈક અલગ ટ્રાય કરવા ઈચ્છો છો તો તેનાથી સારું કંઈ જ નથી.

આ ૧૮મી સદીની ફેશન જેવો લુક આપે છે. ઈલૂઝન નેકલાઈન આ વખતે ઈલૂઝન નેકલાઈન જેવી ડિઝાઈન ટ્રેન્ડમાં આવી છે. આ પ્રકારના ડ્રેસમાં ગળાની નજીક જે ખાલી જગ્યા હોય છે તેની પર શાનદાર કારીગરી કરીને ડ્રેસની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેવામાં?આવે છે. નેકલાઈન ડિઝાઈન માટે નેટ કે પછી લેસ જેવા ફેબ્રિકનો ઉપયોગ કરવામાં?આવે છે. હાઈ લો કુરતા વિથ લહેંગા ગત વર્ષે આ ટ્રેન્ડ ખૂબ ફેશનમાં હતો. આ વર્ષે એડવાન્સ ફોર્મમાં તે ઉપલબ્ધ છે. આ વખતે હાઈ લો કુરતાવાળી ડિઝાઈન વિથ લહેંગા કોમ્બિનેશન બધાની પસંદ બન્યા છે. આ પ્રકારની ડિઝાઈનમાં કુરતા આગળથી માત્ર ઘૂંટણ સુધી હોય છે અને પાછળથી ફ્લોર ટચ લેન્થ હોય છે. આગળપાછળ બંને જગ્યાથી માત્ર કમર સુધી ડિઝાઈન કરેલી હોય છે, જેને પેપલમ ડિઝાઈન પણ કહેવાય છે. તમે આ પ્રકારના કુરતાને મેચિંગ કલરના લહેંગા સાથે પહેરી શકો છો કે પછી કંટ્રાસ્ટિંગ પેટર્ન સાથે પણ મેચ કરી શકો છો. આ પ્રકારની ડિઝાઈનમાં તમે દુપટ્ટો કેરી ન કરો તો વધારે સારો લુક આપશે. તેમાં તમે ૧ પ્રકારની નેક ડિઝાઈન પસંદ કરી શકો છો. એક હાઈ નેક અને બીજી ક્લીવેઝ કટ.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....