- શ્રી પ્રકાશ

એક તરફ હોલીવુડમાં અનેક હીરોઈન ૫૦, ૬૦ કે તેનાથી પણ મોટી ઉંમર સુધી ફિલ્મમાં લીડ રોલ કરતી જેાવા મળે છે, બીજી તરફ બોલીવુડમાં હીરોઈનને ૪૦ વર્ષની આસપાસ કદાચ જ લીડ હીરોઈનનો રોલ મળે છે. હોલીવુડમાં આવા અનેક ઉદાહરણ જેાવા મળશે. સેન્ડ્રા બુલક, નિકોલ કિડમેન, મેરિલ સ્ટ્રીપ, જેડી ફોસ્ટર, મિસેલ ફીફેર, જેન ફોંડા જેવા પરિણીત અને બાળકોવાળી હીરોઈનને પણ લીડ રોલ મળે છે. તેમાંથી મોટાભાગની હીરોઈન ઈન્ટરનેશનલ લેવલે જાણીતી થઈ છે અને એવોર્ડ પણ મેળવ્યો છે, પરંતુ બોલીવુડમાં આવા ઉદાહરણ ઓછા જેાવા મળે છે.

આપણે અહીં તથાકથિત વયસ્ક સુપરસ્ટાર હીરોને પણ અડધી કે તેનાથી નાની ઉંમરની હીરોઈન સાથે બાગબગીચામાં રોમેન્ટિક ગીત ગાતા દેખાય છે. બોલીવુડમાં હીરોઈનને અલગ ત્રાજવામાં માપવામાં આવે છે. તેમને એક્ટિંગ કરતા આવડે કે ના આવડે, યુવાન અને સુંદર હોવી જેાઈએ. આપણે અહીં ૪૦ વર્ષથી પણ પહેલાં તેમને લીડ હીરોઈન લાયક નથી સમજતી, પણ આવું કેમ? બોલીવુડમાં હીરોઈનની ઉંમર તેમજ લગ્ન બાબતે એક અલગ માનસિકતા રહેલી છે. હોલીવુડમાં મેરિલ સ્ટ્રીપ વગેરેને સારા રોલ મળી રહ્યા છે. આપણે અહીં માધુરી દીક્ષિતે ફિલ્મ ‘ગુલાબ ગેંગ’ થી પરત આવવાનો પ્રયાસ કર્યો હતો, પણ હવે તે ટેલિવિઝનના રિયાલિટી શોમાં જજ બનીને રહી ગઈ છે. આ એકમાત્ર ઉદાહરણ નથી. જુહી ચાવલા, રવીના ટંડન, ઉર્મિલા માતોંડકર વગેરે હીરોઈન પણ આ સમયમાંથી પસાર થઈ રહી છે.

આપણે અહીં તો મોટાભાગના હીરોને લાઈમલાઈટમાં રાખવાનો રિવાજ છે અને હીરોઈનને જે મળે છે, તેમાં જ સંતોષ કરવાનો હોય છે. સુંદર દેખાવું જરૂરી આપણે અહીં હીરોઈન પર હંમેશાં સુંદર દેખાવાનું દબાણ રહે છે. તેમના પગ ઉપર સુધી આકર્ષક લાગે, અદા સાથે તેમને કમર હલાવતા આવડવી જેાઈએ. દર્શકની હેસિયતથી પણ કોઈ હીરોના સિક્સ પેક એબ્સ પર ફિદા થઈ જાય છે અને હીરોઈનમાં માત્ર સુંદરતા શોધ્યા કરે છે. નવા ચહેરાની હરીફાઈ ખાન ત્રિપલે ભલે ૨૦ વર્ષ કે તેનાથી વધારે સમય બોલીવુડ પર રાજ કર્યું છે, પણ આ દરમિયાન કેટલીય હીરોઈન આવી અને ગઈ. તે જલદી જ આઉટ ઓફ ફેશન થઈ ગઈ. નિર્માતા અને ડાયરેક્ટર નવા ચહેરા લોંચ કરવા અથવા તેમને પ્રમોટ કરવાની હરીફાઈ કરતા રહે છે. લગ્નનો મુદ્દો આ વાતથી ઈન્કાર કરવો ખૂબ મુશ્કેલ છે કે હીરોઈન લગ્ન પછી પડદાની પાછળ જતી રહે છે, પછી ભલે ને તે સુંદર હોય અને તેને એક્ટિંગ કેમ ન આવડતી હોય. ફિલ્મમાં તેનું પુન:ગમન કરવું સરળ નથી. આ જ વાત પરિણીત હીરો પર લાગુ નથી થતી. હીરોઈનની એક્ટિંગ દમદાર છે તો દર્શકોને તેમના પસંદના કલાકારની ૪૦ કે ૫૦ વર્ષની ઉંમર પછી પણ તેટલી ખુશી થવી જેાઈએ. જેટલી ખુશી તે યુવાન હોય ત્યારે થાય છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....