જીટીએસ ૧૭૫. કંઈ સમજ્યા? જેા નહીં તો અમે જણાવીએ કે આ એક મોટરસાઈકલનું નામ છે. પરંતુ અમારો પાકો દાવો છે કે તમને હજી પણ ખબર નહીં પડી હોય. ચાલો, આ બિલકુલ સરળ કરી દઈએ. હિન્દી ફિલ્મ ‘બોબી’ તો યાદ હશે ને? વર્ષ ૧૯૭૩માં સિનેમાઘરમાં આવેલ આ બિનધાસ્ત લવસ્ટોરીએ રાતોરાત ઋષિ કપૂર?અને ડિમ્પલ કાપડિયાને પ્રસિદ્ધિ અપાવી હતી. આ બંને સાથે તેમની તે નાનકડી મોટરસાઈકલ પણ ઈતિહાસમાં નોંધાઈ ગઈ હતી, જેણે ફિલ્મનો ક્લાઈમેક્સ જાનદાર બનાવી દીધો હતો. એવું નથી કે આ પહેલાં હિન્દી ફિલ્મોમાં મોટરસાઈકલનો ઉપયોગ નહોતો કરવામાં?આવ્યો, પણ કોઈ મોટરસાઈકલ માટે એટલો ક્રેઝ લોકોમાં પહેલીવાર જેાવા મળ્યો હતો. નાનકડી બાઈક પર ચોંટેલા નાની ઉંમરના ઋષિ કપૂર અને ડિમ્પલ કાપડિયાએ લોકોમાં એ પ્રકારે જેાશ ભરી દીધું હતું કે જેાત જેાતામાં આ મોટરસાઈકલનું સેલ વધી ગયું હતું. આ બાઈકનું નામ પણ ‘બોબી’ મોટરસાઈકલ પડી ગયું હતું. પછી વર્ષ ૧૯૭૫માં રૂપેરી પડદે આવી હતી ફિલ્મ ‘શોલે’. ડાકુ ગબ્બર સિંહ અને પોલીસ ઠાકુર બલદેવ સિંહના પરસ્પર બદલાના સળગતા અંગાર પર જય અને વીરુની મોટરસાઈકલ પર ગવાયેલું એક ગીત ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે...’એ જાણે ઠંડા પાણીની છાલક મારી દીધી હતી. કેટલાય ભારતીય દર્શકોએ કદાચ પહેલીવાર ફિલ્મી પડદે આવી મોટરસાઈકલ જેાઈ હશે, જેમાં તેની બાજુમાં ટોકરી જેવી સીટ એ રીતે જેાડાયેલી હતી કે પાછળ બેસનાર સાથી સમાંતર બેસીને સફરની મજા માણી શકે. આ મોટરસાઈકલ બીજા વિશ્વયુદ્ધમાં ખૂબ ઉપયોગી બની હતી, પણ પછી કારના લીધે ચલણ બંધ થઈ ગયું હતું. ફિલ્મ ‘શોલે’ તો પોતાના નામ પ્રમાણે ધમાકેદાર હતું, પણ વર્ષ ૧૯૭૬માં બનેલી નાના બજેટની હળવી રોમેન્ટિક ફિલ્મ ‘છોટી સી બાત’માં મોટરસાઈકલનો ઘણો મોટો રોલ હતો. ડરપોક અરુણ એક પ્રભા નામની છોકરીને પ્રેમ કરે છે, પણ તે એટલો ડબ્બૂ છે કે પોતાના મનની વાત નથી કહી શકતો. હીરોઈન પર રોફ જમાવવા માટે હીરો કોઈ મોટરગેરેજમાંથી એક સેકન્ડહેન્ડ બાઈક ખરીદી લે છે, પણ ત્યાં તેને ચૂનો જ લાગે છે. પૂરી કિંમત વસૂલીને પણ ગેરેજનો માલિક તેને કચરો થઈ ચૂકેલ મોટરસાઈકલ થમાવી દે છે. પછી અરુણનું પાત્ર નભાવી રહેલ અમોલ પાલેકર જ્યારે નિવૃત્ત કર્નલ જૂલિયસ નાગેંદ્રનાથ ક્લિફ્રેડ સિંહ બનેલા અશોક કુમારને મળે છે, તો તેમની જ મદદથી તે એ મોટરસાઈકલને ફરી તે જ ગેરેજવાળાને વધારે પૈસામાં વેચીને પોતાનો બદલો ચૂકવે છે. કંઈક એવું જ યાદગાર વર્ષ ૧૯૭૯માં હતું.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....