તહેવારો પર જ્યારે વાત કંઈક પહેરવાની આવે, ત્યારે મહિલાઓ સાડી, સૂટ, લહેંગા જેવા ટ્રેડિશનલ કપડાની ખરીદી કરવામાં જેાડાઈ જાય છે, કારણ કે તે બધાથી અલગ દેખાવા ઈચ્છે છે, પરંતુ તેમના માટે એ વાત જાણવી જરૂરી છે કે માત્ર એથ્નિક વેર તેમને એટ્રેક્ટિવ લુક નથી આપતા, પણ યોગ્ય રીતે કરવામાં આવેલો મેકઅપ પણ તેમનો તથા તેમના ડ્રેસનો ઓવરઓલ લુક ચેન્જ કરે છે. જેાકે ખોટી રીતે કરેલો મેકઅપ મોંઘા ટ્રેડિશનલ વેરના લુકને બગાડી પણ શકે છે. ફેસ્ટિવ મેકઅપ દરમિયાન નીચે જણાવેલી વાત પર ધ્યાન આપો :

ફાઉન્ડેશન ગ્લો લાવે તમે સાડી પહેરી રહ્યા હોય, લહેંગાચોલી કે પછી સલવારસૂટ, ફાઉન્ડેશન દરેક આઉટફિટમાં તમારા ગ્લોને જાળવી રાખશે, કારણ કે તે ન માત્ર ચહેરાના સ્કિનટોનને હળવો કરે છે, સાથે ચહેરાના ડાઘધબ્બા છુપાવવામાં મદદ કરે છે. તે સ્કિનને ચમકદાર બનાવે છે. તેમ છતાં ઘણી મહિલાઓ મેકઅપ કરતી વખતે ફાઉન્ડેશનનો યૂઝ ન કરતા માત્ર કંસીલરથી ડાઘધબ્બાને છુપાવે છે, જેા તેમની મોટી ભૂલ છે. ફાઉન્ડેશન સ્કિનને એકસમાન બનાવે છે. તેથી મેકઅપ કરતા કંસીલર સાથે ફાઉન્ડેશનનો ઉપયોગ જરૂર કરો. હાઈલાઈટ આપે પરફેક્ટ લુક ટ્રેડિશનલ લુકને પૂરો કરવા માટે ફાઉન્ડેશન પછી મેટ હાઈલાઈટરનો ઉપયોગ કરો, કારણ કે તે પરફેક્ટ કેમેરા લુક આપે છે. જેા તમે થોડો બ્લેક, આઈવરી, બ્લૂ, ગ્રીન વગેરે રંગોનો કોઈ ટ્રેડિશનલ ડ્રેસ પહેરો તો નોઝ બ્રિજ, ચીકબોન્સ અને ચિનને ગોલ્ડ કલરથી હાઈલાઈટ કરો.

આમ કરવાથી તમારા ફીચર્સ ઊભરી આવશે. તમે ઈચ્છો તો સ્કિન અને પસંદ અનુસાર બ્રોંઝ, પીચ કે પિંક શેડ હાઈલાઈટર પસંદ કરી શકો છો. આંખને ખૂબસૂરત બનાવો આંખ ચહેરાનો સૌથી વધારે ખૂબસૂરત ભાગ હોય છે અને મેકઅપથી તેની ખૂબસૂરતીને વધારે નિખારી શકાય છે. તેથી ટ્રેન્ડી આઈશેડો, મસકારા અને કાજલથી લુકને બદલી નાખો. આજકાલ વિંગ્ડ આઈલાઈનર ઈન છે, જેા આંખને પરફેક્ટ લુક આપે છે. તે ઉપરાંત કલર્ડ આઈલાઈનર પણ ફેશનમાં છે. જેથી હોઠ દેખાય ડિફરન્ટ લિપસ્ટિક સાથે મેકઅપ લુક પૂરો થાય છે, તેથી યોગ્ય શેડની પસંદગી કરો, જેથી તમે બધાથી અલગ દેખાઓ અને લોકોનું ધ્યાન તમારા ચહેરા પર કેન્દ્રિત રહે. તમે ઈચ્છો તો મેટ અથવા ગ્લોસી લિપસ્ટિક પણ પસંદ કરી શકો છો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....