કોઈ ખાસ પ્રસંગે તમારા લુકમાં નિખાર લાવવા માટે પ્રસ્તુત કરીએ છીએ, કેટલીક બ્યૂટિ ટિપ્સ, જે અજમાવીને તમે પણ બની શકો છો બ્યૂટિ ક્વીન.

પ્રી મેકઅપ ટિપ્સ :
ઉંમર ભલે ને ગમે તે હોય, સીટીએમપી નામના ૪ સ્ટેપ્સ દરેક સ્થિતિમાં મેકઅપ પહેલાં જરૂરી છે. એક ઉંમર પછી સ્કિન મહદ્ અંશે ડ્રાઈ થઈ જાય છે, તેથી ક્લીંઝિંગ માટે માત્ર નરિશિંગ ક્લીંઝિંગ મિલ્ક અથવા તો ક્લીંઝિંગ ક્રીમનો ઉપયોગ કરો. તે સ્કિનને રૂક્ષ કર્યા વિના ડીપ ક્લીન કરશે. વધતી ઉંમરની નિશાનીમાં ખૂબ કોમન સમસ્યા છે ઓપન પોર્સની. સમયની સાથે પોર્સ વધતા હોય છે, જેથી સ્કિન પર એજિંગ દેખાવા લાગે છે. આ પોર્સને મિનિમાઈઝ કરવા માટે ક્લીઝિંગ પછી ટોનિંગ અચૂક કરો. મોઈશ્ચરની ઊણપથી ફેસ પર રિંકલ્સ દેખાય છે, તેથી સ્કિન પર મોઈશ્ચરાઈઝર લગાવો. સૂર્યના હાનિકારક કિરણો ન માત્ર સ્કિનને બાળી નાખે છે, પરંતુ તેનાથી સ્કિન પર કરચલી, બ્રાઉન સ્પોટ્સ વગેરે પણ દેખાવા લાગે છે. તેથી તડકામાં નીકળતા પહેલાં સનસ્ક્રીન લગાવીને સ્કિનને આ હાનિકારક કિરણોથી પ્રોટેક્ટ કરો.

ફેસ મેકઅપ :
મેકઅપની પરફેક્ટ શરૂઆત માટે સૌપ્રથમ ફેસ પર પ્રાઈમરનો ઉપયોગ કરો. પ્રાઈમરમાં સિલિકોન હોય છે, જેા ફેસની ફાઈન લાઈન્સ તથા રિંકલવાળી જગ્યાને ભરી દે છે. જેાકે મેકઅપ કર્યા પછી એજિંગ સાયન્સ વધારે દેખાય છે, તેથી તેને મેકઅપ પહેલાં ફિલ કરવા જરૂરી બની જાય છે. ડીડી એટલે કે ડેમેજ ડિફાઈંગ ક્રીમથી ફેસને સ્મૂધ ટેક્સ્ચર આપો. આ ક્રીમમાં સામેલ વિટામિન અને મિનરલ્સ સ્કિનને રિંકલ્સથી બચાવે છે. જેા ફેસ પર માર્ક્સ અથવા સ્કર્પ્સ હોય તો તેને લિક્વિડ કંસીલરની મદદથી કવર કરો અને જેા આંખ નીચે ખાડા હોય તો તે જગ્યાએ લાઈટ ડિફ્યૂઝર પેનનો ઉપયોગ કરો. આ પેેન લાઈટને રિફ્લેક્ટ કરે છે, જેથી તે જગ્યા ભરેલી દેખાય છે. આઈ મેકઅપ તરફ આગળ વધતા પહેલાં ફેસ પર લૂઝ પાઉડર લગાવીને ફેસ મેકઅપને ફિક્સ કરો. ઉંમરના આ પડાવ સુધી પહોંચતાં ફેસ પહેલાંથી વધારે પાતળો થઈ જાય છે. આ સ્થિતિમાં તમારા ફેસના ફિચર્સને હાઈડ નહીં, પરંતુ હાઈલાઈટ કરો. તેના માટે ચીકબોંસની ઉપર, આઈબ્રોઝની નીચે તથા બ્રિજ ઓફ ધ નોઝ પર હાઈલાઈટરનો ઉપયોગ કરો અને ચીકબોન્સ પર ક્રીમ બેઝ બ્લશઓન લગાવો. તે સ્કિનને હાઈડ્રેટ કરશે સાથે મેકઅપ પર ગ્લો પણ લાવશે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....