યોગ્ય ઉત્પાદન પસંદ કરવાની સાથેસાથે સ્કિનને નિખારવા માટે યોગ્ય પોષણ મળવું પણ ખૂબ જરૂરી છે. તેથી નેચરલ નિખાર મેળવવા માટે કેટલીક સાવચેતી રાખવા સિવાય પણ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે :

સ્કિનનો પ્રકાર જાણો : સ્કિનનો પ્રકાર જાણવો ખૂબ જરૂરી છે, કારણ કે કેટલાય પ્રકારના લોશન છે, જેા વિભિન્ન પ્રકારની સ્કિન માટે બનાવવામાં આવ્યા છે. તેથી સૌપ્રથમ સ્કિન નિષ્ણાત પાસે જાઓ અને તમારી સ્કિનની માહિતી મેળવો.

પાણીની કમી ન થાય : ફેસને નિખારવા અને નિખાર જાળવી રાખવામાં પાણીની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. યોગ્ય પ્રમાણમાં પાણી પીવાથી સ્કિન ચમકતી દેખાય છે. તેથી દરરોજ ૮-૧૦ ગ્લાસ પાણી અચૂક પીઓ. તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે.

ક્લીંઝર : આ સ્કિનની કાળજીના રૂટિનનું સૌથી મહત્ત્વનું સ્ટેપ છે. આ સ્કિન પરથી ગંદકીને દૂર કરીને તેને સાફ રાખે છે, જેથી ફેસ પર ફ્રેશનેસ આવે છે અને સ્કિન સુંદર અને ડાઘરહિત દેખાય છે. તેથી આ ખૂબ જરૂરી છે કે તમારી સ્કિનના પ્રકાર અનુસાર ક્લીંઝર પસંદ કરો. ગુલાબજળ સૌથી શ્રેષ્ઠ ક્લીંઝર છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે બધા જ પ્રકારની સ્કિન માટે કામ કરે છે અને તેેની કોઈ આડઅસર પણ નથી થતી. નિયમિત ક્લીંઝરનો ઉપયોગ કરવાથી સ્કિન પર ફ્રેશનેસ જળવાઈ રહે છે.

ફેસવોશ : ઘરે બનાવેલા નેચરલ ઉત્પાદન સૌથી વધારે અસરકારક હોય છે, કારણ કે તેમાં કેટલીક જરૂરી સામગ્રી હોય છે, જે સ્કિન માટે ખૂબ ફાયદાકારક હોય છે. ઘરે ફેસ પેક બનાવવા માટે ૨ મોટી ચમચી ચણાનો લોટ, ૧ ચપટી ચંદનનો પાઉડર, ૧/૨ ચમચી હળદર પાઉડર, ૧ ચપટી કપૂર અને થોડું ગુલાબજળ લઈને પેસ્ટ બનાવો. પછી તેને ફેસ પર સમાન રૂપે લગાવો અને ૨૦ મિનિટ સુધી લગાવીને રાખ્યા પછી પાણીથી ધોઈ લો. સ્કિનને નિખારવા માટે આ પેકને અઠવાડિયામાં ૧ વાર જરૂર લગાવો. સ્કિન નિખરશે. આ રીતે એક અન્ય ઘરેલુ ફેસ પેક બનાવવા માટે ૧ ચમચી એલોવેરા જેલ, ૧ ચપટી હળદર, ૧ ચમચી દૂધ અને ૧ ચમચી મધ લઈને વ્યવસ્થિત મિક્સ કરો. આ મિશ્રણને ફેસ અને ગરદન પર લગાવો. ૨૦ મિનિટ પછી હળવા ગરમ પાણીથી ધોઈ લો. આ મિશ્રણનો અઠવાડિયામાં ૨ વાર ઉપયોગ કરો. એલોેવેરા જેલ સ્કિનની સમસ્યાને દૂર કરવા માટે શ્રેભ ઉપાય છે. તે સ્કિનની બધા પ્રકારની સમસ્યાને દૂર કરે છે. આ ફેસ પરના સોજા ઘટાડે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....