સુંદર, ગુલાબી લિપ્સ દરેક મહિલાને ગમે છે અને તે માટે મહિલાઓ તમામ વસ્તુનો સહારો લે છે, કેમ ન લે, કારણ કે આકર્ષક લિપ્સ બધાનું ધ્યાન આકર્ષે છે. લિપ્સના મેકઅપ બાબતે બ્યૂટિ એક્સપર્ટ ઈશિકા તનેજા જણાવે છે કે લિપ મેકઅપનો અર્થ માત્ર ટ્રેન્ડ અનુસાર લિપ્સ પર કોઈ પણ લિપસ્ટિક લગાવી દેવી જ નથી, પરંતુ લિપ્સને આકર્ષક બનાવવા માટે કેટલીક વાતનું જ્ઞાન હોવું જરૂરી છે. વરસાદ પછીના બફારામાં હોટ લિપસ્ટિક ટ્રેન્ડને જેા જેાઈએ તો મેલ્ટ પ્રૂફ લુક માટે મેટ લિપસ્ટિક જ આજકાલ સૌથી વધારે ટ્રેન્ડમાં છે, જે રીતે કપડાંની ફેશન બદલાય છે, તે રીતે બ્યૂટિ પ્રોડક્ટ્સમાં પણ નવા કલર, નવી સ્ટાઈલ આવતી હોય છે, તેથી સ્વયંને ફેશન સાથે અપડેટ રાખવા માટે ન્યૂ લિપસ્ટિક ટ્રેન્ડને અચૂક ફોલો કરો. તાજેતરમાં ફેશન ગ્લોસી લિપસ્ટિકની નહીં, પરંતુ મેટ લિપસ્ટિકની છે.

મેટી ફિનિશવાળી લિપસ્ટિક વરસાદ પછી બફારાના દિવસોમાં સૌથી સારી હોય છે, કારણ કે તેની વિશેષતા એ હોય છે કે તે હ્યૂમિડિટી અને ચીકાશયુક્ત દિવસોમાં લિપ્સ પર ફેલાતી નથી, વિપરીત ડિસેન્ટ લુક આપે છે. મેટ લિપસ્ટિકમાં ડીપ રેડ, ચેરી રેડ, વાઈન, પ્લમ, બરગંડી, કોરલ રેડ, ડાર્ક બ્રાઉન, મરૂન, બ્લેકિશ મરૂન, બ્લેક કલર ટ્રેન્ડમાં છે. મેટની બોલબાલા આ સીઝનમાં મેટની જ બોલબાલા છે. આજકાલ કેટલીય કંપની લિક્વિડ ફોર્મમાં પણ મેટ લિપસ્ટિક બજારમાં લાવી રહી છે, જેથી તમને મેટ લુક જ નહીં મળે, પરંતુ આવી લિપસ્ટિક લિપ્સને હાઈડ્રેટ પણ કરે છે. તમને ન્યૂડથી લઈને ડાર્ક ટોન્સના મેટ લિપ કલર માર્કેટમાં મળશે. મૈકાડામિયા ઓઈલ, વિટામિન ઈ અને એવોકાડો બટરથી બનેલી ક્વોલિટીની કેટલીય મેટ લિપસ્ટિક તમારા લિપ્સને આકર્ષક બનાવે છે. તેની એક અન્ય વિશેષતા એ છે કે તે લાંબા સમય સુધી ખરાબ નથી થતી. મેટ લિપસ્ટિક નેચરલ લુકમાં મદદ કરે છે. તે લિપ્સ પર એ રીતે લગાવવામાં આવે છે જાણે કે લિપ્સનો રંગ જ એવો હોય. લિપસ્ટિક ચાર્ટ કે ઉપરથી લિપસ્ટિકનો રંગ જેાઈને લિપસ્ટિક ખરીદવી સમજદારી નથી. જે પણ લિપસ્ટિક ખરીદો તે લગાવતા તમારી સ્કિનને મેચ કરે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....