ઘણી વાર મહિલાઓ નેલ પેઈન્ટની પસંદગી આઉટફિટ અનુસાર કરે છે, પરિણામે તે આઉટફિટ પર તો નેલ પેઈન્ટ સુંદર લાગે જ છે, પરંતુ બીજા આઉટફિટ સાથે તેની સુંદરતા ગુમ થઈ જાય છે. આ સ્થિતિમાં નેલપેઈન્ટની પસંદગી આઉટફિટ અનુસાર ન કરતા સ્કિનટોનને ધ્યાનમાં રાખીને કરો. તેનાથી હાથની સુંદરતા જળવાઈ રહે છે. કયા સ્કિનટોન પર કયા શેડના નેલપેઈન્ટ શોભે જાણો, મેકઅપ આર્ટિસ્ટ ક્રિસ્ટલ ફર્નાન્ડિસના શબ્દોમાં : વે
રી ફેર સ્કિનટોન :
- વધારે ગોરી મહિલાઓ માટે પિંક અને પિંક શેડ સાથે ભળતાં શેડના નેલપેઈન્ટ પરફેક્ટ ચોઈસ હોય છે.
- આ મહિલાઓ પેસ્ટલ શેડના નેલપેઈન્ટને પણ પોતાના વેનિટી બોક્સમાં રાખી શકે છે. તે તેમના સ્કિનટોન પર ખૂબ શોભે છે.
- બોલ્ડ લુક માટે આ મહિલાઓ ડાર્ક રેડ શેડના નેલપેઈન્ટને પોતાની પ્રથમ પસંદ બનાવી શકે છે.
- જેા ડાર્ક શેડ નેલપેઈન્ટ લગાવવા ઈચ્છો છો, તો ડાર્ક બ્લૂ, મિડનાઈટ બ્લૂ જેવા શેડ્સ ટ્રાય કરી શકો છો. ઉપાય : શીયર શેડ્સના નેલપેઈન્ટ લગાવવાથી બચો. તે તમારી પર સૂટ નહીં કરે.
ફેર સ્કિનટોન :
- ગોરી મહિલાઓ માટે ડાર્ક રેડ અને રૂબી આઈડિયલ નેલપેઈન્ટ શેડ્સ છે. તેનાથી હાથની સુંદરતા બેગણી વધી જાય છે.
- વધારે ગોરી મહિલાઓની જેમ પેસ્ટલ શેડ્સ ગોરી મહિલાઓ પર પણ સૂટ કરે છે એટલે કે તે પણ પોતાના બોક્સમાં રાખી શકો છો.
- પ્લમ્સ, બરગંડી, પર્પલ જેવા ડાર્ક શેડના નેલપેઈન્ટ ગોરી મહિલાઓને બોલ્ડ લુક આપે છે.
- જેા લાઈટ શેડના નેલપેઈન્ટ લગાવવા હોય તો સિલ્વર, વાઈટ, પેલ જેવા શેડ્સ પસંદ કરો. જેા આ સ્કિનટોન પર સૂટ કરે છે.
- ફ્રેશ લુક માટે બ્લૂ, ઓરેન્જ, પીચ શેડના નેલપેઈન્ટ પસંદ કરી શકો છો. ઉપાય : ટ્રાન્સપેરેન્ટ કે ઈનવિઝિબલ શેડના નેલપેઈન્ટ ન લગાવો. તે તમારા સ્કિનટોન માટે નથી.
મીડિયમ સ્કિનટોન :
- પીચ અને પેલ શેડના નેલપેઈન્ટને મીડિયમ સ્કિનટોન ધરાવતી મહિલાઓ પોતાની પ્રથમ પસંદ બનાવી શકે છે.
- ડાર્કને બદલે પિંક, પર્પલ, બ્લૂ અને રેડના લાઈટ શેડ્સ પણ મીડિયમ સ્કિનટોનવાળી મહિલાઓ પર સૂટ કરે છે.
- જેા મીડિયમ સ્કિનટોનવાળી મહિલાઓ ડાર્ક શેડ લગાવવા ઈચ્છે છે, તો કોરલ ઓરેન્જ નેલપેઈન્ટની પસંદગી કરો.
- પાર્ટી જેવા પ્રસંગે સિલ્વર શેડના નેલપેઈન્ટ તેમના હાથની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. ઉપાય : મીડિયમ સ્કિનટોન ધરાવતી મહિલાઓ પર ગોલ્ડ અને રસ્ટ શેડના નેલપેઈન્ટ સારા નથી લાગતા, તેથી તે ન લગાવો. ડાર્ક સ્કિનટોન શ્ર શ્યામ રંગની મહિલાઓ ડાર્કને બદલે બ્રાઈટ શેડ્સને પ્રાથમિકતા આપે. જે તમારા સ્કિનટોન પર વધારે સુંદર દેખાશે.
- બ્રાઈટ ઓરેન્જ અને બ્રાઈટ મિંટ શેડના નેલપેઈન્ટ તમને ફ્રેશ લુક આપશે.
- જેા બ્લૂ શેડ ટ્રાય કરવા ઈચ્છો છો, તો બ્લૂના ડાર્ક શેડની પસંદગીને બદલે બેબી બ્લૂ નેલપેઈન્ટ પસંદ કરો.
- જેા પિંક શેડ લગાવવા ઈચ્છો છો તો પિંકનો ન્યૂડ શેડ પસંદ કરો. જે ડાર્ક સ્કિન પર સૂટ કરે છે. ઉપાય : પેસ્ટલ શેડના નેલપેઈન્ટથી દૂર રહો. તે તમારા નખ પર ઉપસીને દેખાશે.
- પ્રતિનિધિ
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ