પોતાના લગ્નમાં દરેક છોકરી સુંદર લુક ઈચ્છે છે અને સુંદર લુક માટે વસ્ત્રો અને જ્વેલરીની સાથેસાથે મેકઅપનું પણ યોગદાન રહેલું હોય છે. વિભિન્ન ક્ષેત્રમાં મેકઅપના અંદાજ પણ વિભિન્ન હોય છે. ગૃહશોભાના ફેબ સેમિનારમાં મેકઅપ આર્ટિસ્ટ શિવાની ગૌડે ઈન્ડિયન અને પાકિસ્તાનના બ્રાઈડલ મેકઅપની રીત જણાવી :

ઈન્ડિયન બ્રાઈડલ મેકઅપ :

આઈ મેકઅપ : મેકઅપની શરૂઆત આંખથી કરો, કારણ કે ફેસનું પ્રથમ આકર્ષણ આંખ જ હોય છે. તેનો મેકઅપ શરૂ કરવા માટે સૌપ્રથમ ક્રીઝ લાઈન ડ્રો કરો અને પછી તેને બ્લેન્ડ કરો. લાઈટ કલરથી શરૂઆત કરીને ડાર્ક કલર તરફ વધો અને તેને બ્લેન્ડ કરતા જાઓ. આઉટર કોર્નરને સ્મોકી લુક આપવા માટે ડાર્ક બ્રાઉન કલરનો ઉપયોગ કરી શકો છો. બ્રાઈડલ મેકઅપમાં ગોલ્ડન ગ્લિટરનો પ્રયોગ બેસ્ટ લાગે છે, પણ તમે અન્ય મનપસંદ રંગનો પણ ઉપયોગ કરી શકો છો. હવે મસ્કારા લગાવીને આર્ટિફિશિયલ આઈલેશિઝ લગાવો. તેનાથી આંખ મોટી દેખાય છે. પછી વોટરલાઈન કાજલથી ફિલ કરી સ્મજ કરો. આંખ સ્મોકી દેખાય છે.

બેઝ તૈયાર કરો : પહેલા સ્કિન પર મોઈશ્ચરાઈઝ લગાવો. સ્કિન ઓઈલી હોય તો વધારે મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ ન કરો. જરૂર લાગે તો ઓઈલ ફ્રી મોઈશ્ચરાઈઝર લગાવો. પછી પ્રાઈમર લગાવો. ત્યાર પછી ઈફેક્ટેડ એરિયાને કંસીલ કરો, જેથી ડાઘધબ્બા બિલકુલ ન દેખાય. હવે લિક્વિડ કે ક્રીમી બેઝ ફાઉન્ડેશન સ્કિન પર અપ્લાય કરો. ત્યાર પછી ટ્રાન્સલ્યૂશન પાઉડરથી બેકિંગ કરો, જેથી કાજલ નીચે ફેલાય નહીં અને મેકઅપ લાંબા સમય સુધી ટકી રહે. હવે ફેસ કંટૂરિંગ કરો, જેથી ફેસને સુંદર શેપ આપી શકો અને ફીચર્સ ઊપસીને આવે. પછી બ્લશર અપ્લાય કરો અને તેની ઉપર ચીકબોંસ એરિયા પર હાઈલાઈટિંગ કરો.

લિપ મેકઅપ : પહેલા તમારા લિપ્સ પર લિપબામ લગાવીને સ્મૂથ કરો. ત્યાર પછી લિપ પેન્સિલથી શેપ આપો અને તે જ રંગની લિપસ્ટિક લગાવો. મેકઅપ પછી ફિક્સિંગ સ્પ્રે કરો, જેથી મેકઅપ લાંબા સમય સુધી રહે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....