આપણે ડસ્કી સ્કિનને સુંદર નથી માનતા. યુવતીઓ અને મહિલાઓ ગોરો રંગ મેળવવા માટે બજારમાંથી તે તમામ બ્યૂટિ પ્રોડક્ટ ખરીદે છે. જે રંગ નિખારવાના ખોટા દાવા કરે છે, પરંતુ તેઓે ભૂલી જાય છે કે ડસ્કી સ્કિનમાં એક અલગ જ આકર્ષણ અને સુંદરતા હોય છે. બસ જરૂર છે થોડો પ્રયાસ કરવાની. કેટલીક મેકઅપ ટિપ્સ અપનાવીને સ્કિનનું ધ્યાન રાખીને ડસ્કી સ્કિન સાથે ખૂબ સુંદર દેખાઈ શકો છો.
આવો જાણીએ, એક્સપર્ટ્સ સાથે યોગ્ય મેકઅપ કરવાની કેટલીક ટિપ્સ :
આ સંદર્ભમાં પ્રોફેશનલ મેકઅપ ટ્રેનર એન્ડ આર્ટિસ્ટ શિવાની ગૌડ ડસ્કી મેકઅપના વિવિધ સ્ટેપ અને તે દરમિયાન ધ્યાન આપવાની વાત વિશે જણાવે છે :
ક્લીનિંગ : મેકઅપની શરૂઆત એક માઈલ્ડ ક્લીંઝરથી કરો. માઈલ્ડ એટલે એવું ક્લીંઝર જે તમારી સ્કિનને નુકસાન ન પહોંચાડે. જેાકે ડસ્કી કોમ્પ્લેક્શન લુકમાં સારો દેખાય છે, પરંતુ તમારો મેકઅપ સારી રીતે ન કરવામાં આવે અથવા સ્કિનનું ધ્યાન રાખવામાં ન આવે તો સ્કિન ફિક્કી, ડ્રાય કે પેચી દેખાય છે. તેથી સ્કિનને બરાબર સાફ કરીને મેકઅપની શરૂઆત કરો.
મોઈશ્ચરાઝિંગ : સુનિશ્ચિત કરો કે તમે તમારી સ્કિનના પ્રકાર મુજબ યોગ્ય મોઈશ્ચરાઈઝર પસંદ કરો. મોઈશ્ચરાઈઝર જેલવાળા પણ હોય છે અને ક્રીમી પણ. તમે સ્કિન પ્રમાણે હાઈડ્રેટિંગ મોઈશ્ચરાઈઝર પસંદ કરો. મોઈશ્ચરાઈઝર મેકઅપને તમારી સ્કિન સાથે બ્લેન્ડ કરવામાં મદદ કરે છે.
બીજા તબક્કા પહેલાં તમારી સ્કિનને પ્રાઈમ કરો. પ્રાઈમિંગ મેકઅપને લાંબા સમય સુધી ટકાવી રાખવામાં મદદ કરે છે. તમે પ્રાઈમર લગાવો છો તો મેકઅપ ફિટ બેસે છે.
કંસીલિંગ : તમારી સ્કિન પર ડાર્ક સ્પોટ્સ, ડાર્ક સર્કલ્સ અથવા પિગમેન્ટેશન છે તો તેને કંસીલરની મદદથી છુપાવો અને ફેસ પરના ડાઘ દૂર થશે. યોગ્ય જગ્યા માટે યોગ્ય કંસીલર પસંદ કરવાથી તમારા ડાઘ ગાયબ થશેે અને તમને વધારે ઈવન ફિનિશ મળશે.