સાડી અને લહેંગો ભારતીય સંસ્કૃતિ સાથે જેાડાયેલા ખાસ પોશાક છે. તેને ખાસ પ્રસંગે પહેરવાથી તમને એક જ સમયે સેંસેશનલ અને પરંપરાગત બંને લુક મળશે. કોઈ પણ યુવતીની ખાસ દિવસ માટે સાડી પ્રથમ પસંદ હોય છે. લગ્નની સીઝનમાં તમે નવવધૂ બનવાના છો, તો ડરવાની જરૂર નથી. આ ૫ સેલેબ્સ લુકથી તમને પૂરો આઈડિયા મળશે. આવો, જાણીએ :
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે લગ્ન માટે ખૂબ હળવો રંગ પસંદ કર્યો હતો. મોટાભાગની દુલ્હન જ્યાં લાલ, મરૂન રંગ પસંદ કરે છે. બીજી બાજુ આલિયા ઓફવાઈટ સાડીમાં પણ ખૂબ સુંદર દુલ્હન બની હતી. હકીકતમાં લગ્નની થીમ વાઈટ અને ગોલ્ડ હતી. તેથી વરવધૂ આ બે કલરના આઉટફિટમાં જેાવા મળ્યા.
આલિયાએ પોતાનો બ્રાઈડલ લુક ઝૂમખાં, ચોકર, કડા અને માથાપટ્ટી સાથે પૂરો કર્યો હતો. આલિયાની હેરસ્ટાઈલ ખાસ હતી. આવું લાંબા સમય પછી જેાવા મળ્યું જ્યારે કોઈ દુલ્હને લગ્ન માટે ખુલ્લા વાળ રાખ્યા હોય. આલિયાએ લગ્ન માટે જૂડો અને હેરડૂના બદલે વાળને સિંપલ બેબી રાખ્યા. આકર્ષક માથાપટ્ટીએ તેની આ સિંપલ હેરસ્ટાઈલને ખાસ બનાવી.
આલિયાએ જીવનના ખૂબ ખાસ દિવસ માટે સટલ મેકઅપ પસંદ કર્યો, જે તેના પેસ્ટલ અટાયર સાથે પરફેક્ટ લાગતો હતો. તેનો બેઝ ડ્યૂઈ હતો, ગાલને હળવો પિંકિશ લુક આપ્યો હતો. તેના આ આકર્ષક લુક પાછળ સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ પુનીત બી. સૈની હતો.
કેટરિના કૈફ
કેટરિના કૈફ અને વિક્કી કૌશલ રાજસ્થાનમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. આ બંનેના લગ્નમાં પંજાબી લુક જેાવા મળ્યો હતો. બંનેના લગ્ન પર બધાની નજર હતી. કેટરિનાનો લુક ડિફરન્ટ અને સુંદર હતો, જે આજની દુલ્હન પસંદ કરે છે. કેટરિના કૈફે સુર્ખ રંગનો આઉટફિટ પહેર્યો હતો. કેટરિનાનો પૂરો લુક રજવાડી દુલ્હન જેવો રહ્યો. તેના લહેંગાની પોતાની જ એક ખાસિયત હતી.
આ લહેંગામાં સોનાના દોરાથી ગૂંથણ થયું હતું. કેટરિનાના લહેંગામાં બ્લાઉઝ અને દુપટ્ટાએ તેના લુકને રોયલ લુક આપ્યો. તેમાં હેવી લહેંગામાં ગોલ્ડન થ્રેડ વર્કની એમ્બ્રોઈડરી થઈ હતી. હાથથી કંડારેલા સિલ્ક બ્રાઈડલ લહેંગામાં સૂક્ષ્મ ટીલા વર્ક અને મખમલી નક્શીકામની રિવાઈવલ જરદોશી બોર્ડર હતી. તેની સાથે કેટરિનાની બ્રાઈડલ જ્વેલરી બેંગલ્સ ખાસ રહી. કેટરિનાના મેકઅપ આર્ટિસ્ટ ડેનિયલ બાઉર હતા, જે મેકઅપમાં આંખોને હાઈલાઈટ કરવામાં વધારે વિશ્વાસ ધરાવે છે.
કેટરિના કૈફે માથે હેવી દુપટ્ટો ઓઢ્યો હતો, જેમાં તેના ઘૂંઘટને ઈલેક્ટ્રોપ્લેટેડ સોના અને ચાંદીમાં હાથથી બનેલા કિરણ સાથે કસ્ટમટ્રિમ કર્યું હતું.
તાજેતરમાં ડબલ દુપટ્ટો કેરી કરવાનો ટ્રેન્ડ છે. કેટરિનાએ પણ લહેંગા સાથે ૨ દુપટ્ટા કેરી કર્યા. બંને લગભગ સરખા કલરના હતા. કેટરિનાએ સબ્યસાચી જ્વેલરી કલેક્શન પસંદ કર્યું. કેટરિનાએ ૨૨ કેરેટ ગોલ્ડ જ્વેલરી કેરી કરી, જેમાં અનકટ ડાયમંડથી તૈયાર કરેલું હેવી ચોકર પણ પહેર્યું. તે ઉપરાંત મોટી નથ અને માથા પર હેવી રાજસ્થાની માંગટીકો કેરી કર્યો.