સ્કિન પર કોઈ પણ પ્રકારના ડાઘધબ્બા કોઈને પણ ગમતા નથી હોતા, પરંતુ ડાઘધબ્બા તો દૂર સ્કિન પર જ્યારે મોટામોટા ઓપન પોર્સ દેખાવા લાગે ત્યારે સ્કિનનું એટ્રેક્શન ઘટવાની સાથે તે ભદ્દી દેખાવા લાગે છે અને ખૂબ સારા સ્કિન પ્રોબ્લેમ જેમ કે ખીલ, બ્લેકહેડ્સ જેવી સમસ્યા પણ પેદા થવા લાગે છે. આમ તો આ સમસ્યાનો સામનો કરવા માટે માર્કેટમાં કેટલાય સોલ્યૂશન ઉપલબ્ધ છે, પરંતુ અમે તમારી સ્કિનને કેમિકલથી દૂર રાખીને તમને કેટલીક એવી હોમમેડ રેમેડીઝ વિશે જણાવીશું, જે સરળતાથી ઉપલબ્ધ થવાની સાથેસાથે તમારી સ્કિનને પણ કોઈ નુકસાન પહોંચાડશે નહીં. આવો, આ વિશે ષ્ટણીએ કોસ્મેટોલોજિસ્ટ પૂજા નાગદેવ પાસેથી :

આઈસ ક્યૂબ
શું તમે જાણો છો કે બરફમાં સ્કિન ટાઈટનિંગ પ્રોપર્ટી હોય છે, જે મોટા પોર્સને નાના કરવામાં તથા એક્સેસ ઓઈલને ઘટાડવાનું કામ કરે છે. સાથે તે ફેસિયલ બ્લડ સર્ક્યુલેશનને ઈમ્પ્રૂવ કરીને સ્કિનની હેલ્થને સુધારવાનું કામ કરે છે. તેને એપ્લાય કરવાના થોડા સમયમાં સ્કિન સ્મૂધ અને સોફ્ટ દેખાવા લાગે છે. આ પ્રયોગ માટે તમારે એક સ્વચ્છ કપડામાં બરફને લઈને થોડો સમય તેનાથી સારી રીતે ફેસ પર મસાજ કરો અથવા બરફના ઠંડા પાણીથી પણ તને સ્કિનને વોશ કરી શકો છો. આ પ્રયોગ એક મહિના સુધી રોજ થોડી સેકન્ડ સુધી કરતા રહો, ફરક તમે પોતે જેાઈ શકશો.

એપ્પલ સાઈડર વિનેગર
એપ્પલ સાઈડર વિનેગરમાં એન્ટિ ઈંફ્લેમેટરી તથા એન્ટિબેક્ટેરિયલ પ્રોપર્ટી હોવાથી તે ખીલને ટ્રીટ કરવાની સાથે સ્કિનના પીએચ લેવલને બેલેન્સમાં રાખે છે. સાથે મોટા પોર્સને નાના કરીને સ્કિન ટાઈટનિંગનું પણ તે કામ કરે છે. આ પ્રયોગ માટે બાઉલમાં એક નાની ચમચી એપ્પલ સાઈડર વિનેગર લઈને તેમાં ૨ નાની ચમચી પાણી મિક્સ કરો. પછી રૂથી આ તૈયાર કરેલ મિશ્રણને ધોઈને તેના પર મોઈશ્ચરાઈઝર એપ્લાય કરો. આ પ્રયોગ થોડા મહિના સુધી અઠવાડિયામાં ૨-૩ વાર કરો. તેનાથી મોટા પોર્સ નાના થવા લાગશે અને તમારું ગુમાવેલું એટ્રેક્શન ફરીથી આવશે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....