બિઝી શેડ્યૂલ હોવાથી પુરુષોને સ્કિનનું ધ્યાન રાખવા માટે સમય નથી મળતો. પુરુષોને મોટાભાગે એવું લાગે છે કે સ્કિનની કેર કરવા માટે અનેક પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કરવો પડે છે. એવામાં તે હંમેશાં કંફ્યૂજ રહે છે કે કઈ પ્રોડક્ટ તેમની સ્કિન માટે જરૂરી છે. આજે આપણે એવી અનેક સ્કિન કેર પ્રોડક્ટ વિશે જણાવીએ, જે પુરુષોએ પોતાની પાસે હંમેશાં રાખવી જેાઈએ. આ પ્રોડક્ટના ઉપયોગથી પુરુષોની સ્કિન ક્લિન અને ચમકદાર બને છે.

મોઈશ્ચરાઈઝર
સ્કિન માટે મોઈશ્ચરાઈઝર ખૂબ જરૂરી હોય છે. સ્કિનને મોઈશ્ચર કરવાથી સ્કિનને પોષણ મળે છે. મોઈશ્ચરાઈઝર સ્કિન પર ભેજ જાળવી રાખે છે, જેથી સ્કિન પર ગ્લો દેખાય છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી સ્કિન ડ્રાય નથી થતી. પુરુષોએ પોતાની સ્કિન ટાઈપ મુજબ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો જેાઈએ. જેા તમારી સ્કિન ઓઈલી છે, તો જેલ બેઝ મોઈશ્ચરાઈઝર તમારા માટે સારું રહેશે. નોર્મલ, ડ્રાઈ સ્કિન માટે ક્રીમ બેઝ મોઈશ્ચરાઈઝર યોગ્ય રહે છે.

સ્ક્રબ
સ્કિન માટે સ્ક્રબિંગ ખૂબ જરૂરી હોય છે. સ્ક્રબ કરવાથી ડેડ સ્કિન રિમૂવ કરવામાં મદદ મળે છે, જેથી સ્કિનના પોર્સ સાફ થાય છે અને સ્કિન ક્લીયર દેખાય છે. સ્ક્રબ કરવાથી સ્કિન સ્વચ્છ અને મુલાયમ બને છે. સ્ક્રબ કરીને ફેસને મોઈશ્ચરાઈઝ કરો. સ્ક્રબિંગ અઠવાડિયામાં બે વાર કરો.

સનસ્ક્રીન
સનસ્ક્રીન ફેસ માટે ખૂબ ઉપયોગી હોય છે. સનસ્ક્રીન લગાવવાથી સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર આપણી સ્કિન પર નથી થતી. જ્યારે પણ બહાર જાઓ તેના ૧૦ મિનિટ પહેલાં સનસ્ક્રીન લગાવો. સનસ્ક્રીન લગાવવાથી સ્કિન ડેમેજ થવાથી બચી જાય છે. સનસ્ક્રીન ફેસ પર કરચલીઓ, ફાઈન લાઈન્સ અને ડાર્ક સર્કલ્સને અટકાવે છે.

લિપબામ
ફેસ કેરની સાથે લિપ્સની કેર કરવી જરૂરી છે. લિપ્સની કેર કરવા માટે રાતે ઊંઘતા પહેલાં લિપબામ લગાવો. લિપ્સની ડ્રાઈનેસને દૂર કરવા માટે વેસેલિનનો ઉપયોગ કરી શકો છો. લિપ્સ ફેસની સુંદરતાને વધારવામાં મદદ કરે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....