ઘણા ઓછા લોકો એવા છે જેને આ વિશે જાણકારી છે કે સ્કિન શરીરનું સૌથી મોટું અંગ છે. આપણી સ્કિન પાણી, પ્રોટીન, ચરબી અને ખનિજમાંથી બનેલી છે. આપણી સ્કિન આપણા શરીરને કીટાણુથી બચાવે છે અને શરીરના ઉષ્ણતામાનને નિયંત્રિત કરે છે. સ્કિનમાં નસ તમને ગરમ અને ઠંડી જેવી સંવેદનાને મહેસૂસ કરવામાં મદદ કરે છે. સ્કિન જ આપણા શરીરનો એક એવો ભાગ છે, જેને સરળતાથી સ્પર્શી શકાય છે. તેને જેાઈ શકાય છે અને તે શરીરના આકાર સાથે વધે છે અને ઓછી થઈ શકે છે. સ્કિન આપણી અંદરના શરીરને તમામ સમસ્યાથી બચાવી રાખવામાં મદદ કરે છે, જેથી શરીરનો વિકાસ કોઈ અડચણ વિના થાય છે. એવામાં આપણે હંમેશાં સ્કિનને સ્વચ્છ રાખવી જેાઈએ અને પ્રયત્ન કરવો જેાઈએ કે આપણે સ્કિન રોગથી બચીને રહીએ, કારણ કે એક વાર સ્કિન રોગ થઈ જાય તો તેનાથી છુટકારો મેળવવો મુશ્કેલ થઈ જાય છે.

સ્કિન રોગના કેટલા પ્રકાર
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે સ્કિન રોગના અનેક પ્રકાર છે. જેને બે ભાગમાં વહેંચી શકાય. પહેલા તે સ્કિન રોગ જે થોડા માટે જ થાય છે કે યોગ્ય સારવાર અને સમયની સાથે જાતે દૂર થઈ જાય છે અને બીજેા તે સ્કિન રોગ જે આજીવન સાથે રહે છે, જેનો દવાઓથી ઈલાજ કરવો મુશ્કેલ હોય છે.

અસ્થિર સ્કિન રોગ
ખીલ : કોઈ પણ વ્યક્તિને ખીલ થઈ શકે છે. ખીલથી કાળા ડાઘ પડી જાય છે, જેને પોસ્ટ ઈન્ફ્લેમેટરી હાઈપરપિગમેંટેશન તરીકે ઓળખવામાં આવે છે. ખીલ સામાન્ય રીતે ફેસ, ગરદન, ખભા, છાતી અને પીઠના ઉપરના ભાગ પર થાય છે. તેમાં બ્લેકહેડ્સ, વાઈટહેડ્સ, પિંપલ્સ, દર્દનાક સિસ્ટ અને નોડ્યૂલથી બનેલી સ્કિન પર બ્રેકઆઉટ જેવી સમસ્યા થાય છે. તેને કેટલાક ઘરેલુ ઉપાય, દવા અને આહારમાં પરિવર્તન કરીને ઠીક કરી શકાય છે.
પિત્ત-હીવ્સ : પિત્તી અથવા હીવ્સ સ્કિન પર જેાવા મળતા ધબ્બા હોય છે. તે સામાન્ય રીતે લાલ, ગુલાબી કે માંસના રંગના હોય છે અને ક્યારેક-ક્યારેક તે મધમાખીની જેમ ડંખ મારે છે. મોટાભાગના કેસમાં પિત્ત કોઈ દવા અથવા કોઈ ખોરાકથી એલર્જી અથવા પર્યાવરણમાં કોઈ પરિવર્તનના લીધે થાય છે.
વારટ્સ : મસા એક પ્રકારનું સ્કિન ઈંફેક્શન છે જે માનવ પેપિલોમાવાયરસ (એચપીવી) ના લીધે થાય છે. ઈંફેક્શનના લીધે સ્કિનના રંગના ડાઘ પડી જાય છે. આ વાયરસ ચેપી હોય છે. જેા કોઈ વ્યક્તિને પહેલાંથી મસાની સમસ્યા છે તો બીજી વ્યક્તિને સ્પર્શવાથી થઈ શકે છે.
ફંગલ નેલ ઈંફેક્શન : ફંગલ નેલ ઈંફેક્શન નખ અને પગની આંગળીઓના સામાન્ય સંક્રમણ હોય છે, જેનાથી નખ ફિક્કા પડી જાય છે. જાડા થઈ જાય છે અને તૂટવાની શક્યતા વધારે હોય છે. નખની સરખામણીમાં પગના નખમાં ઈંફેક્શન વધારે થાય છે. ફંગલ નેલ ઈંફેક્શનને વૈજ્ઞાનિક ભાષામાં ઓનિકોમાઈકોસિસ કહેવામાં આવે છે.
મોંના છાલા (કોલ્ડ સોર) : એક કોલ્ડ સોર એક લાલ, પ્રવાહી પદાર્થવાળા છાલા હોય છે. આ છાલા સામાન્ય રીતે મોં પાસે દેખાય છે અને પ્રભાવિત સ્કિનમાં દુખાવો થાય છે. આ ૨ અઠવાડિયા સુધી રહે છે. પછી સમય-સમય પર પાછા થાય છે. જેાકે તેનો કોઈ ઉપાય નથી, પરંતુ સ્વચ્છતાથી તેનાથી છુટકારો મેળવી શકો છો. આ લગભગ કોઈનું એઠું ખાવાથી અને કિસ કરવાથી થાય છે. તેથી તેને ભારતના અનેક ભાગમાં એઠાના નામથી ઓળખાય છે.
કેંડિડિઆસિસ : કેંડિડિઆસિસ એક કવક ઈંફેક્શન છે, જે કેંડિડા નામના ખમીરના લીધે થાય છે. કેંડિડાની કેટલીક પ્રજાતિ લોકોમાં ઈંફેક્શન પેદા કરે છે. કેંડિડા એલ્બિકેંસ સૌથી સામાન્ય છે. કેંડિડા સામાન્ય રીતે સ્કિન પર અને શરીરની અંદર, મોં, ગળું, આંતરડું અને યોનિ જેવી જગ્યા પર કોઈ સમસ્યા વિના રહે છે.
એથ્લીટ ફૂટ : એથ્લીટ ફૂટ એક ફંગલ સ્કિન ઈંફેક્શન છે, જે સામાન્ય રીતે પગની આંગળીઓની વચ્ચે થાય છે. તે સામાન્ય રીતે એવા લોકોમાં થાય છે જેમના પગમાં જૂતાની અંદર સીમિત રહેતા પરસેવો થાય છે. એથ્લીટ ફૂટના લક્ષણ અને લક્ષણોમાં ખંજવાળ સામેલ છે. જૂતા પહેરવા બંધ કરવા અને પગને ખુલ્લા રાખવાથી આ સમસ્યામાં જલદી રાહત મળે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....