અપમાનિત, શરમજનક સ્થિતિમાં મુકાયેલી, નિર્વસ્ત્ર, મોહિની પોતાને બેડ પર બિછાવેલી ચાદરથી ઢાંકવાની કોશિશ કરતી હતી. તેને ડૂસકા ભરીભરીને, ચીસો પાડીપાડીને રડવાનું મન કરી રહ્યું હતું, પરંતુ અપમાનના આઘાતમાં તેની આંખ એટલી જડ બની ગઈ હતી કે જાણે પથ્થર બની ગઈ ન હોય. થોડા સમય પહેલાં તેના જીવનમાં એક તોફાન આવ્યું હતું. રૂમની બહારનો કોલાહલ થોડો શાંત થયો હતો, પરંતુ આ તોફાન તેના જીવનને હંમેશાં માટે વેરણછેરણ કરીને ગયું હતું.
મોહિની ૧૮ વર્ષની હતી ત્યારે શિવકુમાર સાથે તેના લગ્ન થયા હતા. મોહિનીનો તેની સાથે ક્યારેય વૈચારિક તાલમેલ બેઠો નહોતો. શિવકુમાર ઈંગ્લિશના અધ્યાપક હતા. લગ્ન પછી ગંભીર અને શાંત શિવકુમારે તેના હાથમાં ઘરની ચાવી પકડાવી દીધી હતી, પરંતુ એ વાત ભૂલી ગયા હતા કે તે ચંચળ મોહિની છે. શિવકુમારને તે ક્યારેય સમજી શકી નહોતી. શિવકુમારે તેને આગળ ભણવા માટે ખૂબ પ્રોત્સાહન આપ્યું, પરંતુ પોતાના રૂપ અને મનના અલ્હડપણા આગળ તેણે ક્યારેય શિવકુમારની વાતને ગંભીરતાથી લીધી નહીં.
થોડા સમય પછી મોહિનીએ એક પુત્રીને જન્મ આપ્યો. જેાકે મા બન્યા પછી પણ તે અલ્હડ યુવતી જ રહી. શિવકુમારે પણ પોતાની દીકરી કોમલની દેખરેખની જવાબદારી એક રીતે પોતાના પર જ લીધી હતી. કોલેજથી આવીને દીકરીની દેખરેખ પર ધ્યાન આપવા લાગતા, જ્યારે મોહિની પોતાની સાહેલીઓ સાથે સહેલસપાટા માર્યા કરતી.
બીજી તરફ કોમલ પોતાના પિતાની જેમ ધીરગંભીર, શાંત, દઢચારિત્ર્યની માલકણ હતી. કોમલ પોતાના પિતાની છત્રછાયામાં ઊછરવા લાગી. કોમલે ઈંગ્લિશમાં એમ.એ. પૂરું કર્યું કે થોડા સમયમાં શિવકુમારનું હાર્ટએટેકથી મૃત્યુ થઈ ગયું. પછી માદીકરી બંનેએ ગમે તે રીતે પોતાને સંભાળી લીધા. શિવકુમારના પેન્શન, પીએફ બધું મોહિનીને મળ્યું, તેમ છતાં તેને પોતાના ભવિષ્યની ચિંતા સતાવી રહી હતી.
સૌથી મોટી ચિંતા તેને કોમલની નહીં, પણ પોતાની હતી, તેને પોતાના માટે કોઈ પુરુષનો સાથ જેાઈતો હતો. જેાકે તે બીજા લગ્ન કરવા ઈચ્છતી નહોતી, વિચારતી કે કોણ ફરીથી લગ્નની ઝંઝટમાં પડે, કોઈની ઘરગૃહસ્થીની જવાબદારી કેમ ઉઠાવે. જે કોઈની પાસેથી તનમનધનની જરૂરિયાત લગ્ન કર્યા વિના પૂરી થઈ જતી હોય તો તેમાં આપત્તિ શું છે. જેા આવું કોઈ મળી જાય તો જિંદગી આરામથી જીવાય જશે.

મોહિની દિવસભર આ વિશે યોજના બનાવતી રહેતી અને વિચારતી કે કંઈ એવું કરું કે બાકીનું જીવન શાંતિથી પસાર થઈ જાય. આમ પણ દેખાવમાં તે કોમલની મોટી બહેન જેવી દેખાતી હતી. તેનું શણગાર સજેલું સૌંદર્ય કિશોરીને પણ પાછળ રાખી દે તેવું હતું. આ સમયગાળામાં કોમલે બીએડ્ પૂરું કરી લીધું ત્યારે શિવકુમારની કોલેજમાં તેને ઈંગ્લિશની અધ્યાપિકાનું પદ મળી ગયું. નોકરી મળવાથી માદીકરી સારી સ્થિતિમાં આવી ગયા. ઘર પોતાનું હતું, પરંતુ મોહિનીને મનોમન ચિંતા થઈ રહી હતી કે લગ્ન પછી કોમલની પોતાની ઘરગૃહસ્થી હશે તો તે મા પર વધારે ધ્યાન નહીં આપી શકે.
મોહિનીના પિયરમાં હવે કોઈ નહોતું, તેના માતાપિતાનું મૃત્યુ થઈ ગયું હતુ, ભાઈબહેન કોઈ નહોતા. સાસરિયા સાથે તેને ક્યારેય બન્યું નહોતું. શિવકુમારના મૃત્યુ પછી તેમની સાથેના સંબંધ બિલકુલ સમાપ્ત થઈ ગયા હતા અને હવે લખનૌની આ કોલોનીમાં માદીકરી એકલા રહેતા હતા. આડોશપાડોશી સારા હતા અને તેમના ખબરઅંતર લેતા રહેતા હતા, પરંતુ મોહિનીને જે વસ્તુની શોધ હતી તે એક લગ્ન સમારંભમાં મળી ગઈ. આ સમારંભમાં અનિલ સાથે તેનો પરિચય તેની સાહેલી અંજુએ કરાવ્યો હતો. અંજુએ તેને કહ્યું હતું, ‘‘મોહિની, આ છે અમારી ઓફિસના નવા સીનિયર અધિકારી, તેમના માતાપિતા છે નહીં, એક બહેન છે જે વિદેશમાં રહે છે. તેઓ મહારાષ્ટ્રથી આવ્યા છે અને રિઝર્વ ક્વોટામાં આવ્યા છે, પરંતુ બધાને તેઓ પાછળ રાખી દે છે.’’
અનિલ મોહિનીને પહેલી નજરમાં પસંદ આવી ગયો હતો અને તેને લાગ્યું કે આજે પોતાના મનની ઈચ્છા પૂરી થઈ ગઈ છે. અનિલ, સ્માર્ટ છે. અલગ જાતિનો છે તો શું થયું. સમજદાર વ્યક્તિ છે, દેખાવમાં કાશ્મીરી લાગે છે. પછી અનિલની તરફ તે આકર્ષિત થતી ગઈ.
અનિલ તેને સારી રીતે મળ્યો અને જાણીને તેને આશ્ચર્ય થયું કે મોહિની એક યુવાન દીકરીની મા પણ છે. પછી બંને લાંબા સમય સુધી એકાંતમાં વાત કરતા રહ્યા. અનિલ પણ તેના સૌંદર્યથી પ્રભાવિત થઈ ગયો હતો. બીજી તરફ મોહિનીએ અનુભવ્યું કે અનિલમાં કોઈ પણ પ્રકારની હીનભાવના નથી.
જતી વખતે બીજા દિવસે પોતાના ઘરે આવવાનું અનિલને આમંત્રણ આપીને મોહિની સપનાના સંસારમાં ડૂબતી ઘરે પહોચી.
કોમલે પૂછ્યું, ‘‘મા કેવો રહ્યો લગ્નસમારંભ?’’
‘‘તારે શું, તને તારા પપ્પાની જેમ માત્ર પુસ્તકોમાં માથું ઘુસાડી રાખવાનો શોખ છે.’’
‘‘અરે ના મમ્મી, થોડી જરૂરી નોટ્સ બનાવવાની હતી મારે અન આમ પણ હું ત્યાં કોઈને ઓળખતી નહોતી. હું ત્યાં આવીને શું કરત.’’
‘‘અરે, ક્યાંક જઈશ તો જ ઓળખાણ થશે ને. કેટલા બધા નવાનવા લોકોને ત્યાં મળી આજે. ખૂબ સારું લાગ્યું.’’
કોમલે કહ્યું, ‘‘સારું થયું મા કે તમે ત્યાં ગયા. તમને ત્યાં જવાથી સારું લાગ્યું તે તમને જેાઈને ખબર પડી ગઈ.’’
મોહિની કઈ ગણગણતા કપડાં ચેન્જ કરવા પોતાના બેડરૂમમાં ચાલી ગઈ અને કોમલ પણ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ.
બીજા દિવસે કોમલ કોલેજ ચાલી ગઈ. લંચ સમયે અનિલે જ્યારે મોહિનીના ઘરનો ડોરબેલ વગાડ્યો ત્યારે દરવાજેા ખોલતા મોહિનીને કઈ જ આશ્ચર્ય ન થયું. તેણે અનિલને પોતાની જે અદા સાથે આવવાનું આમંત્રણ આપ્યું હતું તેનાથી તેને પૂરો વિશ્વાસ હતો કે તે જરૂર આવશે જ. પછી તેણે અનિલની ખૂબ ખાતરદારી કરી. તેને પોતાનું ઘર બતાવ્યું, તેની સાથે લંચ લીધું અને પોતાની દુખભરી કહાણી સંભળાવી. નાની ઉંમરમાં પોતાના લગ્ન, પછી એક વિધવાનું દુખ અને એકલતા.

મોહિની પ્રત્યે અનિલને સહાનુભૂતિ થઈ. તેણે કહ્યું, ‘‘તમે ચિંતા ન કરો, મને તમે પોતાની સાથે સમજેા. હું તમારી ઊંચી જાતિનો નથી, પરંતુ જાણું છું કે દુનિયા કેવી રીતે ચાલે છે.’’ કહીને તે ઊઠીને મોહિની પાસે આવીને બેસી ગયો ત્યારે મોહિનીએ પણ પોતાનો હાથ તેના હાથ પર મૂકી દીધો. અનિલના સાનિધ્યથી લાંબા સમયથી કોઈ પુરુષના સંપર્ક માટે તરસતા તેના તનમનમાં એક આગ ભડકી ઊઠી અને તેણે પૂરા લાજશરમ છોડીને અનિલના આલિંગનમાં પોતાને સોંપી દીધી. ત્યાર પછી આ ક્રમ એક દિવસ પૂરતો ન રહ્યો. કોમલના ઘરની બહાર જવાનો સમય જેાઈને તે અનિલને મોબાઈલ પર મેસેજ મોકલી દેતી અને અનિલ પણ તેના ઘરે આવી જતો. તે ઉચ્ચ હોદ્દા પર હતો, તેથી મોહિની પર ખૂલીને ખર્ચ કરતો હતો. મોહિનીને પણ પોતાની વાસનાની સંતુષ્ટિ અને પૈસાનો સ્વાદ લાગી ગયો હતો.
જેાકે અનિલ અને કોમલનો હજી સુધી આમનોસામનો થયો નહોતો, પરંતુ એક દિવસ માર્કેટમાં મોહિની કોમલની સાથે ઘરનો કેટલોક સામાન ખરીદી રહી હતી ત્યારે તેમને અનિલ ત્યાં મળી ગયો. મોહિનીએ કોમલને અનિલનો પરિચય કરાવ્યો. કહ્યું કે અંજુના પરિચિત છે. અનિલે કોમલને પહેલી વાર જેાઈ ત્યારે જેાતો રહી ગયો. શાંત, કોમલ, સુંદર ચહેરો અને દૂબળીપાતળી કોમલનો શિષ્ટ વ્યવહારે તેને પ્રભાવિત કરી દીધો.
મોહિનીએ અનિલની આંખમાં કોમલ માટે પસંદના ભાવ જેાયા ત્યારે તેના મગજમાં તરત એક નવી યોજનાએ જન્મ લીધો.
અત્યાર સુધી ઘણા બધા પાડોશીઓ વાતવાતમાં અનિલ કોણ છે, શું કરે છે, અહીં કેમ આવે છે, આ પ્રકરના ઘણા બધા પ્રશ્નો મોહિનીને પૂછતા હતા. જેાકે મોહિની અનિલને પોતાનો એક પરિચિત જણાવીને વાતને ટાળી દેતી હતી. જેાકે હવે તે વધારે સાવચેત રહેવા લાગી હતી. અનિલ બીજી કોલોનીમાં એકલો રહેતો હતો, કારણ કે લગ્ન કોઈ કહેનાર પણ હોવું જેાઈએ ને.
હવે મોહિનીએ અનિલને કહી દીધું, ‘‘તમે હવેથી અહીં આવવાનું ઓછું કરી દો, હું જ તમારા ઘરે આવી જઈશ.’’
જેાકે અનિલને પણ આ વાતમાં કોઈ આપત્તિ નહોતી. હવે સમય મળતા તે મોહિનીને ફોન કરી દેતો હતો.

મોહિની પણ કોમલને કોઈ ને કોઈ કામ બતાવીને અનિલના ઘરે પહોંચી જતી હતી અને બંને એકબીજામાં ખોવાઈને લાંબો સમય સાથે વિતાવતા હતા. આવી જ એક સાંજ હતી જ્યારે બંને સાથે હતા અને મોહિતીએ વાત છેડી, ‘‘અનિલ, શું તને કોમલ પસંદ છે?’’
સાંભળીને અનિલ ચોંકી ગયો અને પૂછ્યું, ‘‘કેમ?’’
‘‘હું ઘણા દિવસથી કંઈ વિચારી રહી છું. તું જવાબ આપે તો આગળ વાત કરું?’’
‘‘હા, સારી લાગે છે.’’ અનિલ થોડા સંકોચ સાથે કહ્યું.
મોહિની હસી અને બોલી, ‘‘તો શરમાઈ કેમ રહ્યો છે. હું તારા જ લાભની વાત વિચારી રહી છું.’’
‘‘કહે, શું વિચારે છે?’’
‘‘તું કોમલ સાથે લગ્ન કરી લે.’’ મોહિની બોલી.
સાંભળીને અનિલને જાણે કરંટ લાગ્યો હોય તેવું લાગ્યું. તેણે કહ્યું, ‘‘આવું તું કેવી રીતે વિચારી શકે છે? મારા તારી સાથેના જે સંબંધ છે તે તું જાણે છે, તેમ છતાં પણ મને તારી પોતાની દીકરી સાથે લગ્ન કરવા માટે કહી રહી છે? આમ પણ તમારી જ્ઞાતિના લોકો તમને ખાઈ જશે કે એક દલિત સાથે લગ્ન કરી લીધા.’’
‘‘તો શું થયું. એક દિવસ તું લગ્ન કોઈ ને કોઈની સાથે કરવાનો છે ને અને કોમલના પણ લગ્ન થવાના છે. જેા તું તેની સાથે લગ્ન કરી લઈશ તો તારા લગ્ન પછી પણ આપણા સંબંધ આવા જ રહેશે અને કોઈને આપણા પર શંકા થશે નહીં. રહી વાત જાતિની તો તું જેાઈ રહ્યો છે કે અમારી જ્ઞાતિના લોકોએ જ અમને કેવી રીતે છોડી દીધા છે. તેમને હું અપશુકનિયાળ લાગું છું. હવે આવી જાતિ મારા શું કામની.’’
અનિલ મોહિનીના મોં સામે આશ્ચર્યથી જેાઈ રહ્યો કે શું કોઈ મહિલા, જે મા પણ હોય તે આવું વિચારી શકે છે.
મોહિનીએ અનિલને આલિંગનમાં લેતા કહ્યું, ‘‘કેમ, શું તું મને પ્રેમ નથી કરતો? મારી સાથે હંમેશાં માટે સંબંધ રાખવા નથી ઈચ્છતો?’’
‘‘ના, એવી વાત નથી.’’ કહેતા તેણે પણ મોહિનીને પોતાના આલિંગનમાં લઈ લીધી અને કહ્યું, ‘‘પરંતુ મને થોડો વિચારવાનો સમય તો આપ.’’
‘‘ઠીક છે, સારી રીતે વિચારી લે.’’ પછી થોડો સમય રોકાઈને મોહિની ચાલી ગઈ.
અનિલે બાદમાં વિચાર્યું, આ નિર્ણયમાં મને શું નુકસાન છે. કોમલ પણ સુંદર સારી છોકરી છે. મારા બંને હાથમાં લાડુ આવી જશે. જ્યારે મોહિનીને પોતાની દીકરી સાથે પોતાના પ્રેમીને શેર કરવામાં કોઈ આપત્તિ નથી તો પછી મારે શું.’’
અનિલે પણ મોહિનીને ફોન પર પોતાની સ્વીકૃતિ આપી દીધી ત્યારે મોહિનીએ કોમલને પણ અનિલ સાથે લગ્ન કરવા માટે તૈયાર કરી દીધી. અનિલના સમાજમાં આ પ્રકારના સંબંધ ખૂબ થતા હતા અને કોઈ કઈ બોલતું પણ નહોતું.
ખૂબ જલદી મોહિનીએ કોમલ અને અનિલના સિવિલ મેરેજ કરાવી દીધા. કોમલ લગ્ન કરીને ચાલી ગઈ. હવે મોહિનીને રોકનારટોકનાર કોઈ રહ્યું નહોતું. કોમલ કોલેજ જતી ત્યારે અનિલ કોમલને જણાવ્યા વિના રજા લઈ લેતો. મોહિની તેના ઘરે પહોંચી જતી અને બંને કોમલના ઘરે આવતા સુધીનો સમય સાથે વિતાવતા હતા.

અનિલે સુધીરના ઘરની ડોરબેલ વગાડી. અંદર સુધીર અને મોહિની બેડ પર એકબીજામાં ખોવાઈને નિર્વસ્ત્ર ઊંઘી રહ્યા હતા. ડોરબેલનો અવાજ સાંભળીને કોઈ કુરિયર હશે એમ સમજીને માત્ર ટોવેલ લપેટીને સુધીરે ગેટ ખોલી દીધો…

બીજી તરફ કોમલ અનિલને પતિના રૂપે પ્રાપ્ત કરીને ખુશ હતી. કોમલના પ્રેમાળ અને શિષ્ટ વ્યવહારે અનિલને ખૂબ પ્રભાવિત કરી દીધો હતો. હવે તે પણ કોમલને દિલથી પ્રેમ કરવા લાગ્યો હતો. તે અનુભવી રહ્યો હતો કે તેના પરિવારમાં જ્ઞાતિને લઈને કોઈ પ્રશ્નો થઈ રહ્યા નહોતા. તેમ છતાં મોહિનીના જાદૂની તેના પર અસર રહી હતી.
કોમલને સપનામાં પણ અંદાજ નહોતો કે તેની ગેરહાજરીમાં તેના ઘરમાં કેવી પ્રેમની રમત રમાતી હતી. તે એકલી પડી ગયેલી માનું ખૂબ ધ્યાન રાખતી અને જેાઈને ખૂબ ખુશ થતી કે અનિલ અને મોહિનીમાં પણ કેવી આત્મીયતા છે. મનોમન વિચારતી કે ચાલો, હવે માને પણ જમાઈ રૂપે એક દીકરો મળી ગયો છે અને તે ખૂબ ખુશ રહે છે.
એક દિવસ મોહિની ઘરની સામેના રસ્તા સામેની બાજુ બનેલા ઘર સામેથી પસાર થતા અટકી ગઈ. તે ઘર ઘણા બધા દિવસથી બંધ પડ્યું હતું અને આજે ટ્રકમાંથી કોઈનો સામાન ઊતરી રહ્યો હતો. એટલામાં તેની નજર એક પુરુષ પર પડી, જે સાચવીને સામાન ઉતારવાના આદેશ આપી રહ્યો હતો. મોહિનીએ અંદાજ લગાવ્યો કે કદાચ આ લોકો અહીં રહેવા આવ્યા હશે. અંદરથી આવી રહેલી એક મહિલાને જેાઈને તે થોભી ગઈ. પછી પોતાનો પરિચય આપ્યો. તેણે પણ હસીને મોહિનીનું અભિવાદન કરતા પોતાનું નામ પુષ્પા જણાવતા પોતાનો પરિચય આપતા કહ્યું, ‘‘આ મારા પતિ સુધીર છે. અમારે એક જ દીકરો છે, જે અમેરિકામાં ભણી રહ્યો છે. અમે બંને પુણેમાં જેાબ કરીએ છીએ. જેાકે હાલમાં તેમની ટ્રાન્સફર અહીં થઈ ગઈ છે અને હું પણ મારી ટ્રાન્સફર અહીં કરાવવાની કોશિશ કરી રહી છું. હાલમાં હું ઘર સેટ કરીને પુણે ચાલી જઈશ, વીકેન્ડમાં અહીં આવતીજતી રહીશ.’’
મોહિની પુષ્પા અને સુધીરના પ્રભાવશાળી વ્યક્તિત્વથી ખૂબ પ્રભાવિત થઈ ગઈ અને તે જ સમયે તેઓ બંનેને પોતાના ઘરે ડિનર પર આવવા કહી દીધું. પુષ્પા અને સુધીરે પણ સહર્ષ મોહિનીના નિમંત્રણનો સ્વીકાર કરી લીધો.

લગભગ ૮ વાગે સુધીર અને પુષ્પા મોહિનીના ઘરે આવી ગયા. મોહિનીએ પોતાનો ટુ બેડરૂમનો ફ્લેટ ખૂબ સુંદર અને વ્યવસ્થિત રીતે સજાવેલો હતો. બંનેએ ઘરના ખૂબ વખાણ કર્યા અને મોહિનીએ પણ તેમનો ખૂબ આદરસત્કાર કર્યો.
જ્યારે મોહિનીએ પોતાના વિશે જણાવ્યું ત્યારે પુષ્પા આશ્ચર્યથી બોલી ઊઠી, ‘‘અરે, લાગતું જ નથી કે તમે એક પરિણીત દીકરીની મા છો, તમે ખૂબ યંગ અને સ્માર્ટ છો.’’
મોહિની ખુશ થઈ ગઈ. તેણે બનાવેલા ભોજનના બંનેએ ખૂબ વખાણ કર્યા. પુષ્પાએ ૧ અઠવાડિયાની રજા લઈ લીધી હતી અને પરત જવા સુધીમાં ઔપચારિકતા સમાપ્ત થઈ ગઈ હતી. પછી ૧૧ વાગ્યાની આસપાસ તેઓ ચાલ્યા ગયા.
બીજા દિવસે પણ મોહિની પુષ્પાને મળી આવી. સુધીરે પણ અહીં પોતાની જેાબ જેાઈન કરી લીધી હતી. અનિલ અને કોમલને પણ મોહિનીએ આ નવા પરિચિતો વિશે જણાવી દીધું હતું.
કોમલે ખુશ થઈને કહ્યું હતું, ‘‘સારું થયું, તમને પણ થોડી કંપની મળી જશે.’’
ઘર સારી રીતે વ્યવસ્થિત કરીને થોડા દિવસ પછી પુષ્પા પુણે ચાલી ગઈ. મોહિનીએ સુધીરને કહી દીધું હતું, ‘‘કોઈ પણ વસ્તુની જરૂર હોય તો વિનાસંકોચ તમે મને કહી શકો છો.’’
એક દિવસ સાંજે માર્કેટમાં મોહિનીની સુધીર સાથે મુલાકાત થઈ ગઈ ત્યારે સુધીરે કહ્યું, ‘‘ચાલો મારી સાથે, ઘરે જ જવાનું છે ને, હું મૂકી દઈશ તમને.’’
થોડી આનાકાની પછી મોહિની સુધીરની ગાડીમાં બેસી ગઈ. સુધીરે મોહિનીને સીટબેલ્ટ બાંધવાનો ઈશારો કર્યો. મોહિનીએ કોશિશ કરી, પરંતુ તે બાંધી ન શકી, ત્યારે સુધીર થોડો ઝૂકીને મોહિનીને બેલ્ટ બાંધવા લાગ્યો. તે સમયે માત્ર બંનેના હાથ ન ટકરાયા, પરંતુ શરીર પણ એકબીજા સાથે ટકરાયા. મોહિનીની સુડોળ છાતી સુધીર સાથે ઘસાઈ.

મોહિનીએ શરમાતા સુધીર તરફ જેાયું. તે પુરુષોની આ નજરથી સારી રીતે પરિચિત હતી. તે પુરુષની એક મુગ્ધ દષ્ટિ હતી. સુધીરે લગાવલા મોંઘા પર્ફ્યૂમની સુગંધે મોહિનીના તનમનમાં એક નવી આશા જન્માવી દીધી.
સુધીરે હસીને ગાડી આગળ ચલાવી. ઘરે આવ્યા ત્યારે મોહિનીએ કહ્યું, ‘‘તમે ઈચ્છો ત્યારે મારા ઘરે આવી શકો છો. ઈચ્છા હોય તો એક કપ કોફી પીને જઈ શકો છો.’’
સુધીરે સહમતીમાં માથું હલાવ્યું અને મોહિનીના ઘરમાં આવી ગયો. મોહિની સામાન મૂકીને તે સુધીર માટે કોફી બનાવીને લાવી. પછી બંને સામાન્ય વિષય પર ચર્ચા કરવા લાગ્યા.
કોફી પીને સુધીર જવા લાગ્યો ત્યારે મોહિનીએ તેની આંખમાં જેાઈને ફરી આવવા માટે કહ્યું. સુધીરના ગયા પછી મોહિની સુધીરના વિચારોમાં ખોવાઈ ગઈ. સુધીરનું આકર્ષક વ્યક્તિત્વ અને તેની વાત કરવાની રીત તેને ખૂબ સ્પર્શી ગઈ હતી.
બીજા દિવસે અનિલ અને કોમલ બંને મોહિનીને મળવા આવી ગયા. મોહિની તેમને નવા પાડોશી વિશે જણાવવા લાગી. ત્રણેયે ડિનર સાથે લીધું. એટલામાં પાડોશમાં રહેતા ઉમાશંકર આવી ગયા. અનિલ અને કોમલને તેમને આવતા જેાઈ લીધા હતા. પછી બધા થોડો સમય વાત કરતા રહ્યા.
ઉમાશંકરે અનિલના વખાણ કરતા કોમલને કહ્યું, ‘‘ખૂબ સારો જમાઈ મળ્યો છે મોહિની તમને. તમારા હાલચાલ પૂછવા આવતો રહે છે.’’
સાંભળીને કોમલને આશ્ચર્ય થયું સાથે ખુશી પણ થઈ કે કેટલો સારો છે અનિલ, માનું કેટલું ધ્યાન રાખે છે અને ક્યારેય શો પણ કરતો નથી. કોમલને રાત્રે ઘરે મૂકીને થોડી વારમાં આવું છું કહીને ફરી અનિલ મોહિનીની પાસે આવી ગયો. મોહિની પણ ખુશ થઈ ગઈ. તેને અનિલનો પોતાના પરનો પ્રેમ જેાઈને સ્વયં પર ગર્વ થયો અને પછી બંને બધી મર્યાદા ભૂલીને એકબીજામાં ખોવાઈ ગયા.
થોડા દિવસ પછી સુધીર મોહિનીને મળવા અચાનક આવી ગયો અને કહ્યું, ‘‘પુષ્પા આ વીકેન્ડ પર અહીં આવી શકે તેમ નથી. તેને એક જરૂરી મીટિંગ છે તેથી તે દિલ્લી જઈ રહી છે.’’
જેાકે મોહિનીએ પોતાના મનના ભાવ ચહેરા પર આવવા ન દીધા. બોલી, ‘‘તમે બોર થઈ જશો રજાના દિવસે.’’
‘‘હા, વિચારું છું કે શું કરવું.’’
‘‘લંચ અહીં જ કરી લેજેા.’’ મોહિની બોલી.
સુધીરે મોહિની સામે ધ્યાનથી જેાયું. એક મહિલાનું મૌન નિમંત્રણ પળભરમાં તે સમજી ગયો અને કહ્યું, ‘‘આપણે એવું કરીએ, હું જ ક્યાંક બહાર લઈ જાઉં તમને લંચ પર.’’
મોહિનીને પણ આ જ જેાઈતું હતું. તેણે આ નિમંત્રણને સહર્ષ સ્વીકારી લીધું.
‘‘તો પછી કાલે તૈયાર રહેજેા. હું તમને લેવા માટે આવી જઈશ.’’ સુધીર બોલ્યો.
હવે મોહિની જાણે કોઈ બીજી દુનિયામાં પહોંચી ગઈ. બીજા દિવસે બપોર સુધીનો સમય પસાર કરવો તેના માટે મુશ્કેલ બની ગયો. જેાકે તેણે તૈયારીઓ સવારથી શરૂ કરી દીધી હતી. આસમાની રંગની શિફોનની સાડી જે તેને અનિલે ગિફ્ટમાં આપી હતી, સાથે આપેલી મેચિંગ જ્વેલરી, વાળનો જૂડો એમ સુધીરને આકર્ષિત કરવાની પૂરી તૈયારી હતી તેની પાસે.
સુધીર લેવા આવ્યો ત્યારે મોહિનીને જેાતો રહી ગયો. કહ્યું, ‘‘આજે તમે ખૂબ સુંદર દેખાઈ રહ્યા છો.’’
‘‘થેન્ક્સ.’’ મોહિનીએ શરમાતા કહ્યું.
ગાડીમાં બેસતા સુધીરે હસીને થોડા ઝૂકીને મોહિનીનો સીટ બેલ્ટ પોતે બાંધી દીધો, ત્યારે મોહિની પણ ખૂલીને અદાથી હસી પડી.
સુધીરે ખૂબ સારી વાત કરતા એક શાનદાર મોંઘી હોટલમાં લંચ કરાવ્યું. મોહિની જાણે આકાશમાં ઊડી રહી હતી. આવી ભવ્ય હોટલમાં તે ક્યારેય આવી નહોતી. અનિલ સાથેના તેના સંબંધ તેના ઘરના પલંગ સુધી સીમિત રહ્યા હતા અને હવે સુધીર સાથે સ્ટાર હોટલનો વૈભવ જેાઈને મોહિની બિલકુલ અચંબિત થઈ ગઈ હતી. સુધીર અને પુષ્પાની આર્થિક સ્થિતિનો અંદાજ તેને પહેલાંથી હતો. આજે તેણે સુધીરને પોતાની તરફ આકર્ષિત કરવામાં કોઈ કસર છોડી નહોતી. તેણે વિચારી લીધું હતું કે જેા સુધીર સાથે તેના સંબંધો વધારે ગાઢ બનશે તો તેનું પોતાનું જીવન વધારે સરળ અને સારું બનશે. અનિલની સાથેના તેના સંબંધ પર દીકરી કોમલનું એક બંધન પણ હતું, જ્યારે અહીં સુધીર પૂરું અઠવાડિયું એકલો રહેતો હતો. મોહિનીએ મનોમન ઘણું બધું વિચારી લીધું હતું.
લંચ કરતી વખતે સુધીરે મોહિનીના સૌંદર્યના ખૂબ વખાણ કર્યા. પછી જ્યારે સુધીર તેને મૂકવા આવ્યો ત્યારે મોહિનીએ કહ્યું, ‘‘શું અંદર નહીં આવો?’’
સુધીર હસીને અંદર આવી ગયો. જેવો મોહિનીએ દરવાજેા બંધ કર્યો કે સુધીરે તેને પોતાના આલિંગનમાં લઈ લીધી. મોહિની જાણે આ પળ માટે તૈયાર હતી, પરંતુ તેણે થોડું આનાકાની અને શરમાવાનું નાટક કર્યું. જેાકે થોડી વારમાં પોતાને સુધીરના હાથમાં સોંપી દીધી અને એક બીજેા પુરુષ તેને પ્રેમ કરવા લાગ્યો છે એમ વિચારીને તેના મનમાં ખૂબ ગર્વ થયો. આજે પણ કોઈ પુરુષને પોતે પોતાની પાછળ પાગલ બનાવી શકે છે તેમ વિચારીને મનોમન આકાશમાં ઊડવા લાગી હતી.
સાંજ સુધી સુધીર તેના ઘરે રહ્યો અને જતી વખતે તેને બીજા દિવસે પોતાના ઘરે આવવા માટે કહેતો ગયો.
પછી આ ક્રમ ચાલતો રહ્યો. મોહિનીએ અનિલને પણ કહી દીધું હતું, ‘‘તું જ્યારે પણ આવે ત્યારે ફોન કરીને આવજે.’’
અનિલે પૂછ્યું, ‘‘એવું કેમ?’’
‘‘એવું જ, હું ક્યાંક બહાર ગઈ હોઉં… મારે પણ ઘરનો સામાન લેવા જવું પડતું હોય છે.’’ મોહિની બોલી.
‘‘ઠીક છે.’’
ક્યારેક કોમલ મળવા આવનાર હોય તો તે સુધીરને પહેલાંથી મળવા માટે ના કહી દેતી. સુધીર ખૂબ આતુરતાથી મોહિનીને મળવાની પ્રતીક્ષા કરતો રહેતો હતો. તેની પત્ની પુષ્પા વીકેન્ડ પર આવતી ત્યારે મોહિનીને જરૂર મળતી. ક્યારેક સુધીર પત્ની પુષ્પાને મળવા પુણે જતો ત્યારે મોહિની અનિલને ખૂલીને મળતી.
કોમલને પણ એકલી રહેતી પોતાની માની ખૂબ ચિંતા અને લાગણી રહેતા હતા. તે દિવસમાં ઘણી વાર મોહિનીને ફોન કરતી હતી. તક મળતા તેને મળવા માટે પણ આવી જતી. જેાકે તેને જરા પણ અંદાજ નહોતો કે તેની મા પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે ૨ પુરુષોને એકસાથે પોતાની આંગળીઓ પર નચાવી રહી છે. પોતાના જીવનમાં આવેલા આ બંને પુરુષને તે સારી રીતે મૂરખ બનાવી રહી હતી. મોહિનીનું જીવન આ રીતે પસાર થઈ રહ્યું હતું. ૨ પુરુષોને પોતાની અદા, સૌંદર્ય, નખરાથી પોતાના ઈશારા પર નચાવતા એક દિવસ અઘટિત ઘટના બની ગઈ.
એક દિવસ સુધીરે ફોન પર કહ્યું, ‘‘મોહિની, મેં આજે રજા લઈ લીધી છે. તું સવારે જ આવી જજે, પૂરો દિવસ મોજ કરીશું.’’

મોહિની પણ જવા તૈયાર થઈ ગઈ. તેણે સવારથી પોતાના બધા કામ પૂરા કરી લીધા અને ખૂબ સુંદર રીતે તૈયાર થઈને સુધીરના ઘરે પહોંચી ગઈ. સુધીરની મેડ પણ તેની ઓફિસના લીધે સવારથી કામ કરીને ચાલી ગઈ હતી. પછી સુધીર અને મોહિની બંને એકબીજામાં ખોવાઈ ગયા.
તે સમયે અનિલ ઓફિસની મીટિંગમાંથી ફ્રી થયો ત્યારે લંચ ટાઈમમાં મળવા માટે તેણે ઘણી વાર મોહિનીને ફોન લગાવ્યો. જેાકે મોહિનીએ આજે પહેલી વાર પોતાનો ફોન બંધ કર્યો હતો. અનિલે વિચાર્યું કે શું થયું હશે, આજે કેમ ફોન બંધ હશે તેનો. ચાલો જઈને જેાઉં. બીજી તરફ કોલેજમાં કોમલની તબિયત થોડી ઠીક નહોતી. તેણે પણ વિચાર્યું કે મા પાસે જઈને આરામ કરીશ. તે પણ મોહિનીને ફોન લગાવી રહીહતી, પરંતુ ફોન બંધ આવતા કોમલને માની ચિંતા થવા લાગી. તે તરત રજા લઈને માને મળવા ચાલી નીકળી.
અનિલ મોહિનીના ઘરે પહોંચ્યો ત્યારે જેાયું તો તેના ઘર પર તાળું લગાવેલું હતું. પછી તેણે આમતેમ જેાયું, તો ત્યાં કેટલાક બાળકો રમી રહ્યા હતા. એટલામાં એક બાળકે તેને ઈશારો કર્યો કે આંટી સામેના ઘરમાં ગયા છે. થોડું વિચારીને અનિલ સુધીરના સામે આવેલા ઘર તરફ ચાલવા લાગ્યો. થોડી વાર પછી કોમલ પણ પાડોશમાં રહેતા કુસુમ આંટી પાસેથી સાંભળ્યા પછી સામે રહેતા સુધીરના ઘર તરફ ચાલવા લાગી.
અનિલે ત્યાં પહોંચીને સુધીરના ઘરનો ડોરબેલ વગાડ્યો. ઘરની અંદર સુધીર અને મોહિની બેડ પર એકબીજામાં લપેટાઈને નિર્વસ્ત્ર ઊંઘી રહ્યા હતા. ડોરબેલ સાંભળીને કોઈ કુરિયરવાળો હશે એમ સમજીને સુધીરે માત્ર ટોવેલ લપેટીને ગેટ ખોલી દીધો. જેાયું તો સામે અનિલ ઊભો હતો. સુધીરની અસ્તવ્યસ્ત હાલત જેાઈને અનિલ પળમાત્રમાં બધું સમજી ગયો કે અંદર શું ચાલી રહ્યું હશે.
ત્યાં સુધીમાં કોમલ પણ ચુપચાપ પાછળ આવીને ઊભી રહી ગઈ. સુધીર ચોંકી ગયો. જેાકે તે અનિલને ક્યારેય મળ્યો નહોતો, પરંતુ કોમલને ૧-૨ વાર મળી ગયો હતો. પછી સુધીરને એક તરફ ધક્કો મારીને અનિલે ઘરની અંદર પ્રવેશતા પૂછ્યું, ‘‘ક્યાં છે મોહિની?’’
આ શબ્દો સાંભળીને કોમલને ખૂબ આઘાત લાગ્યો કે અનિલ કેવી રીતે તેની માનું નામ લઈ રહ્યો છે…. તે વિચારવા લાગી કે આ બધું શું થઈ રહ્યું છે.
એટલામાં સુધીરે બૂમ પાડી, ‘‘તું અહીં કેમ આવ્યો છે… જા અહીંથી.’’
‘‘હું મોહિનીને મળીને જઈશ.’’ કહેતા અનિલ ઝડપથી બેડરૂમ તરફ જવા લાગ્યો, પરંતુ તે પહેલા સુધીર અંદર પહોંચીને પોતાનું પેન્ટ લઈ આવ્યો અને બાથરૂમમાં જઈને પહેરી લઈને બહાર આવ્યો. જેાકે ત્યાં સુધીમાં અનિલ બેડરૂમમાં મોહિની સામે પહોંચી ગયો હતો.
પછી બેડરૂમની અંદરનું દશ્ય જેાઈને કોમલ જાણે પથ્થર બની ગઈ. નિર્વસ્ત્ર, પોતાને ચાદરથી ઢાંકવાની કોશિશ કરતા હવે મોહિનીને લાગી રહ્યું હતું કે કાશ, ધરતી ફાટી જાય અને પોતે તેમાં સમાઈ જાય.

કોમલને આ બધું જેાઈને પોતાની આંખ પર વિશ્વાસ થઈ રહ્યો નહોતો. પોતાની મા જ આ સ્થિતિમાં અને અનિલ. તરત તેણે સુધીરનો કોલર પકડી લીધો અને બંને વચ્ચે મારપીટ શરૂ થઈ ગઈ. આ સમય દરમિયાન ઉમાશંકર અને તેમનો પરિવાર, કુસુમ તેમજ બાકીના પાડોશી પણ કોલાહલ સાંભળીને આવી પહોંચ્યા.
કોઈને પણ પોતાની આંખ પર વિશ્વાસ થઈ રહ્યો નહોતો અને હવે રહીસહી કસર અનિલે ગુસ્સામાં બૂમ પાડતા પૂરી કરી નાખી. તે કહી રહ્યો હતો, ‘‘કોઈ વિચારી પણ ન શકે. તું કેવી રમત રમી રહી છે બધાની સાથે. નિર્લજ્જ, લાલચુ સ્ત્રી, પોતાની સગી દીકરીને પણ દગો કર્યો છે તેં. પોતાના જમાઈને પણ નથી છોડ્યો તેં, આટલા દિવસથી મને પણ ફસાવીને રાખ્યો હતો તેં.’’
કોમલને આ સમયે લાગી રહ્યું હતું કે આ બધું સાંભળીને પોતાના કાનના પડદા ફાટી જશે. અનિલ અને સુધીર વચ્ચેની લડાઈ અને પોતાની મા મોહિની વચ્ચે બોલાયેલા હલકા શબ્દોને સાંભળીને પૂરી વાત તેના સામે હવે સ્પષ્ટ થઈ ગઈ હતી. હવે મારપીટને વધતી જેાઈને કોઈ પાડોશીએ પોલીસને જાણ કરી દીધી. થોડી વારમાં પોલીસે આવીને અનિલ અને સુધીરને જીપમાં બેસવા માટે કહ્યું. સુધીર ખૂબ વિનંતી કરતા કપડાં પહેરવાની મંજૂરી માંગી. પોલીસના સિપાહીએ કોલર પકડીને બહાર તરફ જવા ઈશારો કર્યો.

અનિલ જતાંજતાં મોહિનીને અપશબ્દો બોલતો રહ્યો. સુધીર પણ જતી વખતે ગુસ્સામાં બૂમો પાડી રહ્યો હતો, ‘‘તું વેશ્યા કરતા પણ ખરાબ છે, થૂ છે તારા પર, બિલકુલ હલકી સ્ત્રી છે તું.’’
પાડોશી પણ ૧-૧ કરીને કોમલના ખભા પર સાંત્વનાનો હાથ મૂકીને ચાલ્યા ગયા. હવે એકલી ઊભી રહેલી કોમલે આગ ઝરતી, નફરતભરી આંખથી મોહિની તરફ જેાયું અને સખત ગુસ્સામાં બોલી, ‘‘મા, આજે તેં દરેક સંબંધ પરથી મારો વિશ્વાસ તોડી નાખ્યો છે. આજથી તારો અને મારો કોઈ સંબંધ નહીં, હવે પછી ક્યારેય મારી આંખ સામે આવીશ નહીં.’’ આટલું બોલીને તરત કોમલ ત્યાંથી ચાલી ગઈ. હવે મોહિની શરમ અને પશ્ચાત્તાપમાં ડૂસકા ભરી ભરીને ઘૂંટણ પર બેસીને રડવા લાગી. પોતાના રૂપ અને યૌવનનો સહારો લઈને, વાસના અને લાલચની રમત રમીને ૨ પુરુષ સાથે અનૈતિક સંબંધ રાખીને તેનો લાભ લઈ રહી હતી… પરંતુ હવે પોતાની દીકરી અને સમાજની નજરમાંથી તે હંમેશાં માટે ઊતરી ગઈ હતી… જેાકે આ થવાનું જ હતું.

વધુ વાંચવા કિલક કરો....