હું ૨૫ વર્ષની પરિણીત મહિલા છું. સાસરી અને પિયર નજીક છે. તેથી મારી મમ્મી અને અન્ય સગાંસંબંધી સાસરીમાં આવતાજતા રહે છે. પતિને કોઈ તકલીફ નથી, પરંતુ મારી સાસુને આ ગમતું નથી. તે કહે છે કે તું તારી મમ્મી સાથે વાત કર કે તે ક્યારેક-ક્યારેક મળવા આવે. જેાકે સાસરીમાં મારા પિયરના લોકોનું ધ્યાન રાખવામાં આવે છે, માનસન્માનમાં કમી નથી, પરંતુ સાસુનું માનવું છે કે સગાંસંબંધીમાં અંતર રાખવાથી સંબંધમાં નવાપણું રહે છે. તેથી ઘરમાં કલેશ પણ થાય છે, પરંતુ હું મારી મમ્મીને કહું તો શું કહું? એક દીકરી હોવાથી હું તેમનું દિલ તોડી નથી શકતી. પ્લીઝ યોગ્ય સલાહ આપો?
તમારી સાસુનું કહેવું સાચું છે. સંબંધ દિલથી નિભાવો પણ તેમાં અંતર જરૂરી છે. તેનાથી સંબંધ લાંબો ચાલે છે અને સંબંધમાં ગરમાહટ રહે છે. મોટાભાગના મામલામાં જેાવા મળે છે કે જ્યારે દીકરીની સાસરી નજીક હોય છે ત્યારે તેના પિયરના સગાંસંબંધીની સાસરીમાં અવરજવર રહે છે અને તે ઘણી વાર પારિવારિક મામલામાં દખલઅંદાજ કરે છે. તેથી દીકરીનું ઘર વસવું મુશ્કેલ થઈ જાય છે. ભલે દરેક સુખદુખમાં એકબીજાનો સાથ નિભાવો, પરંતુ સંબંધમાં અંતર રાખો. તેનાથી બધાના દિલમાં પ્રેમ અને સંબંધની મીઠાશ રહે છે. તમે તમારી મમ્મીને આ વિશે સ્પષ્ટ વાત કરો. તે તમારી મમ્મી છે અને તે ક્યારેય નહીં ઈચ્છે કે આ કારણસર ઘરમાં કલેશ થાય. હા, એક દીકરી હોવાની જવાબદારી પણ તમારે નિભાવવી પડશે અને તેથી એક નિશ્ચિત દિવસે તમે પિયર જઈને તેમના હાલચાલ પૂછી શકો છો. તમે તેમની સાથે ફોન પર નિયમિત સંપર્કમાં રહો. પિયરવાળાના સુખદુખમાં સામેલ રહો. તેનાથી ઘરમાં કલેશ નહીં થાય અને સંબંધમાં મીઠાશ રહેશે.

હું ૨૪ વર્ષની યુવતી છું. ૩-૪ મહિના પછી મારા લગ્ન થવાના છે. મેં હજી સુધી કોઈની સાથે સેક્સ સંબંધ નથી બનાવ્યો, પરંતુ નિયમિત માસ્ટરબેશન કરું છું. મને લાગે છે કે તેનાથી પ્રાઈવેટ પાર્ટની સ્કિન ઢીલી પડી ગઈ છે. તેથી તાણમાં રહું છું. હું શું કરું?
જે રીતે સેક્સ કરવાથી પ્રાઈવેટ પાર્ટની સ્કિન લૂઝ નથી થતી, એ રીતે માસ્ટરબેશનથી પણ સ્કિન પર કોઈ અસર નથી થતી અને તે લૂઝ નથી થતી. આ તમારો એક ભ્રમ છે હકીકત એ છે કે કોઈ અંગના ઓછા ઉપયોગથી તેમાં શિથિલતા આવે છે ન કે નિયમિત ઉપયોગથી. તમે તમારા લગ્નની તૈયારી જેારશોરથી કરો અને મનમાં રહેલા ડરને કાઢી દો. તમારા દાંપત્ય જીવન પર તેની ખરાબ અસર નહીં થાય.

હું ૨૫ વર્ષનો કુંવારો યુવક છું. મારી સમસ્યા ગર્લફ્રેન્ડને લઈને છે, જે દિલની તો સારી છે અને મને પ્રેમ પણ કરે છે, પણ તે વાતેવાતે રિસાઈ જાય છે. તે ઈચ્છે છે કે હું તેને હરવાફરવા લઈ જાઉં, મૂવી બતાવું, શોપિંગ કરાવું. તે વારંવાર ફોન કરીને મને પરેશાન કરતી રહે છે. કહે છે કે કંઈ પણ કરે મને કહે. ક્યારેક-કયારેક લાગે છે કે હું ફસાઈ ગયો છું. જણાવો કે હું શું કરું?
કોઈ પણ ગર્લફ્રેન્ડ ઈચ્છે છે કે તેનો બોયફ્રેન્ડ તેને પ્રેમ કરે, તેને સમય આપે, મૂવી બતાવવા લઈ જાય, શોપિંગ કરાવે, ભેટ આપે. તમારી ગર્લફ્રેન્ડ પણ આ જ આશા રાખે છે. જેા તમે નોકરિયાત છો અને તમારી પાસે સમયનો અભાવ છે, તો અઠવાડિયામાં ગર્લફ્રેન્ડને સમય આપો. હા, બાકીના દિવસોમાં હાલચાલ પૂછતા રહો. તે તમને કારણ વિના વારંવાર ફોન કરે છે, તો આ વિશે તેની સાથે વાત કરો અને હરવાફરવા જવાનો પ્રોગ્રામ સમય મુજબ નક્કી કરો. તેમ છતાં તે માનતી નથી અને તમને પરેશાન કરે તો તેનાથી દૂર જવામાં ફાયદો છે.

હું ૩૨ વર્ષની પરિણીત છું. સાસુસસરા નથી, તેથી ૧૭ વર્ષનો દિયર સાથે રહે છે. હું તેને મારા બાળક જેવો પ્રેમ કરું છું, પરંતુ કેટલાય દિવસથી જેાઈ રહી છું કે તે ટીવી પર ક્રાઈમ શો જુએ છે અને તેના વિશે વાત કરે છે. કેટલાક દિવસ પહેલાં તેનો ૨-૪ છોકરા સાથે ઝઘડો થયો હતો. મેં ઠપકો આપ્યો તો પાછો જવાબ ન આપ્યો, પણ તેણે તે જ દિવસથી મારી સાથે વાત કરવાનું ઓછું કરી દીધું છે. ક્રાઈમ શો જેાવાની લત કેટલીય વાર ઈન્કાર કરવા છતાં છૂટતી નથી. તેનેે ખોટી દિશામાં ન લઈ જય? પ્લીઝ યોગ્ય સલાહ આપો?
ભલે ટીવી પર બતાવતા મોટાભાગના ક્રાઈમ શો કાલ્પનિક હોય છે, જેા સમાજમાં જાગૃતિ તો નથી ફેલાવતા, પણ લોકોને ગુમરાહ જરૂર કરે છે. ઘણી વાર સંબંધમાં દગાખોરી, એક મિત્ર દ્વારા બીજા મિત્રનું ખૂન, પૈસા માટે હત્યા, લગ્નમાં દગો, અનૈતિક સંબંધ, પતિપત્નીના સંબંધમાં અવિશ્વાસ ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં પોતાના પ્રત્યે અવિશ્વાસનો ભાવ પેદા કરે છે. ટીવી પર બતાવાતા મોટાભાગના ક્રાઈમ શો ન માત્ર સંબંધને અસર કરે છે, અપરાધીઓ માટે માર્ગદર્શકની ભૂમિકા નિભાવે છે. તાજેતરમાં એક સમાચાર આવ્યા હતા, જેમાં એક પુરુષે પોતાની જ પત્નીની નિર્મમ હત્યા કરી હતી. જ્યારે તે પકડાઈ ગયો ત્યારે તેણે પોલીસને જણાવ્યું કે આ હત્યા તેણે ટીવી પર પ્રસારિત એક ક્રાઈમ શો જેાયા પછી કરી હતી. આ કોઈ મામલો નથી. અવારનવાર આવી ઘટના ઘટી રહી છે. મોટાભાગના ક્રાઈમ શોમાં બતાવવામાં આવે છે કે અપરાધી કેવી રીતે અપરાધ કરતી વખતે સાવચેતી વાપરે છે, જેથી તે પોલીસની ચુંગાલમાં ફસાઈ ન જાય. તેથી ક્યાંક ને ક્યાંક આપરાધિક માનસિકતાના લોકોનું ખોટું માર્ગદર્શન થાય છે. બાળકોને આ સિરિયલથી દૂર રાખવામાં ભલાઈ છે અને પછી તમારા દિયરની ઉંમર હજી નાની છે. તેનું મન અભ્યાસમાં લાગવું જેાઈએ. તમે તેને પ્રેમથી સમજાવવાની કોશિશ કરો. તેને સારા મેગેઝિન અને સાહિત્ય વાંચવા આપો અને પ્રેરિત કરો. તમે ઈચ્છો તો તમારા પતિ સાથે વાત કરો, જેથી સમય રહેતા તેને યોગ્ય દિશા તરફ લઈ જાઓ.

વધુ વાંચવા કિલક કરો....