સામગ્રી :
૧ કપ ચીઝ છીણેલું
૧ કપ પાલક સમારેલી
૧ કપ બાફેલા બટાકા
૧ મોટી ચમચી ડુંગળી સમારેલી
૧ નાની ચમચી આદુંની પેસ્ટ
૧ લીલું મરચું સમારેલું
૧/૨ નાની ચમચી આમચૂર પાઉડર
૧/૪ નાની ચમચી લાલ મરચું પાઉડર
૧/૨ નાની ચમચી જીરું
૧/૨ નાની ચમચી ગરમ મસાલો
૧/૪ કપ પનીરના નાનાનાના ટુકડા
તળવા માટે તેલ
મીઠું સ્વાદ મુજબ.
રીત :
તેલ અને પનીર સિવાયની અન્ય સામગ્રી એક બાઉલમાં મિક્સ કરીને બાંધેલા લોટ જેવો ડો બનાવો. હાથ પર તેલ લગાવીને આ મિશ્રણના નાનાનાના બોલ બનાવીને ૧૦ મિનિટ માટે ફ્રિજમાં મૂકો. પેનમાં તેલ ગરમ કરીને ધીમા ગેસ પર તળો. બધા બોલ્સ ક્રિસ્પી તળી લો. પનીરના ટુકડા પણ તળી લો. પ્લેટમાં ચીઝી પાલક બોલ્સ અને પનીરના ટુકડા પર ટોમેટો કેચઅપ નાખીને સર્વ કરો.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ