સામગ્રી :
૨ કપ મેંદો
૧/૪ કપ ઘી
૧ નાની ચમચી લાલ મરચું પાઉડર
૧/૪ નાની ચમચી હળદર પાઉડર
૧ નાની ચમચી ચાટમસાલો
તળવા માટે તેલ
મીઠું સ્વાદ મુજબ.
રીત :
મેંદો, મીઠું, હળદર, લાલ મરચું, ચાટમસાલો અને ઘી મિક્સ કરીને બરાબર મસળો. જરૂર મુજબ પાણી નાખીને કડક લોટ ગૂંદીને ભીના કપડાથી ઢાંકી રાખો. ગૂંદેલા મેંદાના લીંબુ આકારના લૂઆ બનાવીને પાતળી અને ગોળ પાપડી બનાવો. તેની ઉપરનીચેની જગ્યા છોડીને વચ્ચેના ભાગમાં ૧-૧ સેન્ટિમીટર પહોળી પટ્ટી કાપો. હવે તેને રોલ કરીને બંને કિનારીને દબાવીને કારેલાનો આકાર આપો. પેનમાં તેલ ગરમ કરીને તેને મીડિયમ ગેસ પર તળો. ઠંડું કરીને સ્ટોર કરો. ભૂખ લાગે ત્યારે લીલી ચટણી સાથે સર્વ કરો.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ