સોમીની ઓફિસમાં આજે બધાના ફેસ ખિલેલા હતા અને ખિલેલા હોય પણ કેમ નહીં, આજે બધા કર્મચારીઓને ૧૦ ટકા ઈન્ક્રીમેન્ટ મળ્યું હતું, પરંતુ સોમી ઉદાસ દેખાઈ રહી હતી. જ્યારે કાયરાએ પૂછ્યું ત્યારે સોમીએ ગુસ્સામાં કહ્યું, ‘‘મારી સેલરી પર મારો નહીં, પરંતુ પૂરા પરિવારનો હક છે.’’

ઈન્ક્રિમેન્ટનો અર્થ છે વધારે કામ, પરંતુ મને શું મળશે, કઈ નહીં. એક બાળકને આપે તે રીતે મારા પતિ મને થોડા હજાર પકડાવી દે છે. પૂછતા કહે છે કે બધું મળી રહ્યું છે તને, શું કરીશ આ પૈસાનું ફાલતુ ખર્ચા કર્યા સિવાય?’’ આ સ્થિતિ એકલી સોમીની નથી. સોમી જેવી મહિલાઓ આજે દરેક ઘરમાં જેાવા મળશે, જેઓ આર્થિક રીતે સ્વતંત્ર હોવા છતાં પરાધીન છે. તેઓ માત્ર પોતાના પતિ અને પરિવાર માટે માત્ર કમાણીનું એક મશીન હોય છે. તેમના પૈસાનો ક્યાં ખર્ચ કરવાનો છે અને તેનું ક્યાં રોકાણ કરવાનું છે તે તેમના પતિદેવનો મૌલિક અધિકાર હોય છે. રિતિકાની કહાણી પણ સોમી જેવી છે. તેની સેલરી આવતા પૂરા પૈસા વહેંચાઈ જાય છે. બાળકોની સ્કૂલની ફી, ઘરની લોનનો હપતો અને ઘરખર્ચ બધું રિતિકાની સેલરી પર નિર્ભર હોય છે, પરંતુ રિતિકાના પતિની સેલરીનો ક્યાં ખર્ચ થાય છે, તેની પ્રદીપ સિવાય કોઈને જાણ નથી હોતી. દરેક સમયે રજામાં ફરવા જવાનું પ્લાનિંગ કરવું, સગાંસંબંધીઓ માટે ભેટો ખરીદવી, પત્ની બાળકો માટે કપડાં વગેરે ખરીદવા તે બધું પ્રદીપ પોતાની સેલરીમાંથી કરતો હતો અને તે બધાને ખૂબ વહાલો પણ હતો. જ્યારે રિતિકા વિશે પ્રદીપ જણાવે છે કે મહિલાઓના લાલીલિપસ્ટિક પરના ખર્ચને રોકવાની એક નવી રીત છે તેમની સેલરી પર લોન લઈ લો.

રિતિકા જે માસિક ૮૦ હજાર કમાઈ રહી છે તે ન પોતાને ગમતા કપડાં પહેરી શકે છે કે ન પોતાને ગમતી ભેટ કોઈને આપી શકે છે. આટલી કમાણી પછી પણ તે સંપૂર્ણ રીતે પોતાના પતિ પર નિર્ભર છે. ઉપરની બંને ઘટનાને જેાતા એક વાત બંનેમાં સમાન છે કે સોમી અને રિતિકા હજી પણ ગુલામીની બેડીમાં માનસિક રીતે કેદ છે. જેાકે બંને મહિલાઓમાં એક સમાનતા એ પણ રહી છે કે બંને માનસિક રીતે સ્વતંત્ર નથી. બંને એ વાત પણ નથી જાણતી કે તેમણે પોતાના પરસેવાની કમાણીનો ખર્ચ કેવી રીતે કરવો છે. જેાકે એમ કહેવું પણ ખોટું નહીં ગણાય કે સોમી અને રિતિકા જેવી મહિલાઓની સ્થિતિ એ મહિલાઓ કરતા પણ વધારે ખરાબ છે જેઓ આર્થિક રીતે આત્મનિર્ભર નથી. ક્યારેક પ્રેમમાં તો ક્યારેક ડરના લીધે તેઓ પોતાની આર્થિક સ્વતંત્રતાની ચાવી પોતાના પતિના હાથમાં પકડાવી દેતી હોય છે જે બિલકુલ યોગ્ય નથી.

આજના સમયમાં જિંદગીની ગાડી ત્યારે જ સુચારુ રૂપે ચાલી શકે છે, જ્યારે બંને જીવનસાથી આર્થિક રીતે આત્મનિર્ભર હોય. જે રીતે ગાડીના બંને પૈડા જેા એકસમાન ન હોય તો ગાડી ચાલી નથી શકતી, તે રીતે પતિપત્નીમાં પણ સમાનતા હોવી જેાઈએ, જેથી જિંદગી સુચારુ રૂપે ચાલી શકે. તમે આ બધી નાનીનાની વાતનું ધ્યાન રાખશો તો પોતાની કમાણીનો પોતાના હિસાબે ખર્ચ કરી શકશો :

પ્રેમનો અર્થ ગુલામી નથી
મહિલાઓ સ્વભાવથી કોમળ અને ભાવુક હોય છે. પ્રેમની દોરીથી બંધાઈને તે પોતાની સેલરીની પૂરી વિગત પોતાના પતિને આપી દેતી હોય છે. પછી પતિ પોતાના વેતનની સાથેસાથે પોતાની પત્નીના વેતનને પણ પોતાના હિસાબે ખર્ચ કરતા હોય છે. શરૂઆતમાં પત્નીને આ બધું ખૂબ ગમતું હોય છે, પરંતુ લગ્નના ૧-૨ વર્ષ પછી તેમને આ વાતથી ગૂંગળામણ થવા લાગે છે. પતિના હાથમાં પોતાની સેલરી અથવા એટીએમ કાર્ડને પકડાવી દેવું પ્રેમ કે વફાદારીનો નહીં, પરંતુ ગુલામીનો પરિચય કરાવનાર હોય છે.

તમારો મૌલિક અધિકાર
ઘણા બધા કેસમાં જેાવા મળ્યું છે કે લગ્ન પછી છોકરીઓ પોતાના પર ખર્ચ કરવામાં ખચકાટ અનુભવવા લાગે છે. તેઓ વિચારતી હોય છે કે હવે ઘરની જવાબદારી તેમની સર્વોપરિતા છે. પાર્લર જવું અથવા પોતાના પર ખર્ચ કરવો, સાહેલીઓની સાથે બહાર જવું, બધું તેમને અર્થહીન લાગતું હોય છે જે વાસ્તવમાં યોગ્ય નથી. આમ પણ તમારો સૌથી સંબંધ પોતાની સાથે છે, તેથી પોતાને સૌપ્રથમ ખુશ રાખવા તે તમારો મૌલિક અધિકાર છે.

પોતાના ભવિષ્યને સુરક્ષિત કરો
જિંદગી તમારી છે તો પછી તેની લગામ પણ પોતાના હાથમાં રાખો. લગ્નનો અર્થ એ નથી હોતો કે બધું પતિના ભરોસે છોડીને હાથ પર હાથ મૂકીને બેસી જાઓ. પોતાના ભવિષ્યને સુરક્ષિત રાખવું તમારી જવાબદારી છે. પોતાની કમાણીને યોગ્ય જગ્યાએ ઈન્વેસ્ટ કરીને પોતાના ભવિષ્યને સુરક્ષિત બનાવો.

લેવડદેવડ કરો પોતાની હેસિયતના હિસાબે
ઘણી વાર જેાવા મળે છે કે પત્નીના વેતનના લીધે પતિ પોતાની ખોટી શાન બતાવવા માટે મોંઘીમોંઘી ભેટો લગ્ન અને ફંક્શનમાં આપી દેતા હોય છે. જેા તમારા પતિને પણ આવી ટેવ હોય તો તમે તેમને પહેલા પ્રસંગ પર જ ટોકો. પિયર અને સાસરી બંને જગ્યાએ સમાન રૂપે અને પોતાની હેસિયત અનુસાર લેવડદેવડ કરો.

સમજીવિચારીને રોકાણ કરો
પોતાના રૂપિયાનું સમજીવિચારીને રોકાણ કરો, કારણ કે તે તમારી મહેનતની કમાણી છે.
તમારે પોતાના રૂપિયાનું રોકાણ શેર માર્કેટમાં કરવું છે, કોઈ બ્રાન્ડ ખરીદવી છે કે પછી પ્રોપર્ટીમાં રોકાણ કરવું છે, તેનો નિર્ણય તમારો પોતાનો હોવો જેાઈએ. જેાકે આ બાબતે પોતાના પતિ પાસેથી સલાહ અવશ્ય લઈ શકો છો, પરંતુ તેમને પૈસાના કર્તાહર્તા ન બનાવો.

પૈસા ખૂબ તાકાતવાન છે
આ વાત કડવી જરૂર છે, પરંતુ સાચી છે. પૈસામાં ખૂબ તાકાત હોય છે. જ્યાં સુધી તમારી પાસે પોતાના પૈસા છે ત્યાં સુધી સાસરીમાં તમારી ઈજ્જત જળવાઈ રહેશે. તમારા પતિ પણ કઈ ઊલટુંસીધું કરતા પહેલાં સો વાર વિચારશે, કારણ કે તેઓને જાણ હશે કે તમારી જિંદગીની લગામ તમારા હાથમાં છે. તેઓ જેા કઈ ખોટું કરશે તો તમે તેમને છોડી દેવામાં જરા પણ ખચકાશો નહીં. પતિ મહોદય એ વાતને પણ સારી રીતે જાણતા હશે કે તમારા દ્વારા ભવિષ્ય માટે એકઠા કરેલા પૈસા તમારી સાથેસાથે તેમની વૃદ્ધાવસ્થા માટે પણ સહારારૂપ બનવાના છે.
– રિતુ વર્મા

વધુ વાંચવા કિલક કરો....