આજકાલ બજારમાં હેર કેર સાથે જેાડાયેલ બધા પ્રકારના ઓઈલ અને શેમ્પૂ ઉપલબ્ધ છે. ઘણી બધી પ્રોડક્ટ એવી હોય છે જે વાળની ઉપરથી સંભાળ રાખે છે. વાળને થોડા સમય માટે કાળા અને ચમકદાર બનાવે છે, જેથી તે હેલ્ધિ દેખાવા લાગે છે. તેમાંની જે પ્રોડક્ટ કેમિકલ બેઝ હોય છે તેની ખરાબ અસર થોડા દિવસ પછી વાળ અને સ્કેલ્પને નુકસાન પહોંચાડવા લાગે છે. વાળ શુષ્ક અને નિસ્તેજ દેખાવા લાગે છે. જેાકે ઘણા લોકો હવે હેર કેર માટે ઘરેલુ ઉપાય અજમાવવા વધારે યોગ્ય માનવા લાગ્યા છે. તેઓ અરીઠા અને શિકાકઈમાંથી બનેલી પ્રોડક્ટ જેમ કે શેમ્પૂ અને હેર ઓઈલનો વધારે ઉપયોગ કરવા લાગ્યા છે. જેાકે તેના ઉપયોગ વિશે જાણવું જરૂરી બની જાય છે.

અરીઠાનો ઉપયોગ વાળને ધોવા માટે કરવામાં આવે છે. આ કારણસર તેનો શેમ્પૂના ભાગ રૂપે વધારે પ્રયોગ કરવામાં આવે છે. અરીઠા ઝાડ પર થાય છે અને તેના ઝાડ પર ઉનાળામાં ફૂલ આવે છે, જે આકારમાં ખૂબ નાના હોય છે અને તેનો રંગ સામાન્ય લીલો હોય છે. અરીઠાના ફળ જુલાઈ ઓગસ્ટ સુધીમાં આવી જાય છે, જે નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં પાકી જાય છે. આ ફળને લોકો માર્કેટમાં વેચી દેતા હોય છે. સૂકવેલા આ ફળનો પ્રયોગ શેમ્પૂ, ડિટર્જન્ટ અથવા હેન્ડવોશ માટેના સાબુમાં કરવામાં આવે છે. તેનો ઉપયોગ વાળને મજબૂત, ચમકદાર અને ભરાવદાર બનાવવા માટે કરવામાં આવે છે.

અરીઠામાંથી ઓઈલ પણ નીકળે છે જેનો ઉપયોગ શેમ્પૂમાં એક ખાસ તત્ત્વ રૂપે કરવામાં આવે છે. તે વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ સારું રહે છે. જેા વાળમાં જૂ પડી ગઈ હોય તો અરીઠાના પ્રયોગથી જૂ બિલકુલ દૂર થઈ જાય છે. સૂકા અરીઠાને પેસ્ટ રૂપે પ્રયોગ કરવા માટે તેમાં ૧ ઈંડું, ૧ ચમચી આમળા પાઉડર, સૂકા અરીઠા અને શિકાકઈના પાઉડરને મિક્સ કરો. પછી આ પેસ્ટથી માથાની સ્કિન પર મસાજ કરો અને ૩૦ મિનિટ માટે તેને લગાવેલી રહેવા દો. પછી કોઈ હળવા શેમ્પૂથી માથાને ધોઈ લો. આ પ્રક્રિયાને ૨ મહિના સુધી અઠવાડિયામાં ૨ વાર કરવાથી તમારા વાળ ખરતા ઓછા થશે. અરીઠાનો પ્રયોગ કરતી વખતે ધ્યાન રાખો કે તે આંખથી દૂર રહે.

વાળ માટે ખૂબ ઉપયોગી શિકાકઈ
અરીઠાની જેમ શિકાકઈનો પ્રયોગ પણ વાળની સંભાળ માટે કરવામાં આવે છે. ઘણી વાર બંનેને મિક્સ કરીને પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. શિકાકઈ એક જડીબૂટ્ટી છે અને તેનું વૈજ્ઞાનિક નામ એકેશિયા કોનસિના છે. તેનું ઝાડ ખૂબ ઝડપથી વધતું અને નાનાનાના કાંટાથી ભરેલું હોય છે. તે ભારતના ગરમ મેદાનમાં જેાવા મળે છે. શિકાકઈમાં એન્ટિઓક્સિડેન્ટ અને વિટામિન જેવા પોષક તત્ત્વો હોય છે, જેા વાળના સ્વાસ્થ્યને વધારે મજબૂત કરવાનું કામ કરે છે. શિકાકઈનો પ્રયોગ વાળના ગ્રોથને વધારે છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડેન્ટ વાળ અને સ્કેલ્પને નુકસાન પહોંચાડનાર ફ્રી રેડિકલ્સ સામે લડવામાં મદદ કરે છે.

હેલ્ધિ સ્કેલ્પ વાળના ગ્રોથને વધારે છે. શિકાકઈમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણ હોય છે. તે સ્કેલ્પમાં ઈંફ્લેમેશનને ઘટાડે છે અને સ્વાસ્થ્યને સારું બનાવે છે, સાથે સ્કેલ્પના પીએચ લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે, જેનાથી વાળ હેલ્ધિ રહે છે. ડેંડ્રફ એટલે કે ખોડાનું જેાખમ પણ રહેતું નથી. વાળ ખરતા ઓછા થઈ જાય છે. શિકાકઈમાંથી બનાવેલા શેમ્પૂ અથવા હેર માસ્કમાં શિકાકઈ પાઉડરનો ઉપયોગ કરવાથી વાળ કોમળ અને મુલાયમ બની જાય છે. વાળ ભરાવદાર અને મજબૂત બને છે. વળી તે વાળના મૂળને મજબૂત બનાવીને વાળને તૂટતા અટકાવે છે.

દ્વિમુખી વાળની સમસ્યા
દ્વિમુખી વાળ થવાની સમસ્યાથી બચવામાં શિકાકઈ મદદ કરે છે. કેમિકલ હેર ટ્રીટમેન્ટ, સ્ટ્રેટનિંગ અને ફ્રી રેડિકલના લીધે વાળમાં સ્પ્લિટ એંડ્સ એટલે કે દ્વિમુખી વાળ થઈ જાય છે. એક વાર જ્યારે સ્પ્લિટ એંડ્સ થઈ જાય છે ત્યારે તેને ઠીક કરવા માટે વાળને કાપવા ઉપરાંત બીજેા કોઈ ઉપાય રહેતો નથી. જેાકે ત્યાર પછી પણ જ્યારે તમારા વાળ વધે છે ત્યારે તે ફરીથી ઊગી નીકળે છે, પરંતુ શિકાકઈના પ્રયોગથી આ સમસ્યા ખૂબ ઓછી થઈ જાય છે. શિકાકઈમાં ભરપૂર સેપોનિન, વિટામિન અને એન્ટિઓક્સિડેન્ટ હોય છે જે તમારા વાળને શાઈની બનાવે છે. શિકાકઈ તમારા સ્કેલ્પમાં સીબમને રિલીઝ કરવામાં મદદ કરે છે, જેનાથી વાળ મોઈશ્ચરાઈઝ થાય છે અને સ્પ્લિટ એંડ્સને અટકાવવામાં મદદ કરે છે.

શિકાકઈનો હેર માસ્ક બનાવવા માટે શિકાકઈ પાઉડર અને અરીઠા પાઉડરને ૨ ઈંડાં, ૨-૩ ચમચી લીંબુનો રસ અને થોડા નવશેકા પાણી સાથે મિક્સ કરો. પછી આ માસ્કને વાળ અને તેના મૂળ સુધી લગાવીને અડધા કલાક માટે રહેવા દો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને ધોઈ લો અને વાળ કંડિશનિંગ થઈ જાય છે. આ રીતે અરીઠા અને શિકાકઈમાંથી બનેલી પ્રોડક્ટ પણ હેર કેર માટે ખૂબ
ઉપયોગી બને છે.

વધુ વાંચવા કિલક કરો....