વાર્તા – કુમુદ ભટનાગર.

નીના અને રાજનનું ગંભીરતાથી કોઈ મુદ્દે ચર્ચાવિચારણા કરવું ઠીક એવું જ દંગ કરી દેનાર હતું જાણે હવામાં દીવો પ્રગટાવવો.
પરંતુ આજે બંને વાતચીતમાં એટલા તલ્લીન હતા કે તેમને દેવના આવવાની ખબર પણ ન પડી. ‘‘આટલો સન્નાટો કેમ છે ભઈ?’’ બંનેએ માથું ઊંચું કરીને જેાયું.
બંનેની આંખમાં ચિંતાની સાથેસાથે ઉદાસી પણ હતી.
‘‘બધું ઠીક તો છે ને?’’ દેવે ફરી પૂછ્યું.
‘‘હા ભઈ, ઘરમાં તો બધું ઠીક છે…’’ ‘‘તો પછી ગરબડ કયાં છે?’’ દેવે રાજનની વાત કાપી.
‘‘સોનિયાની જિંદગીમાં ભાઈ.’’ નીના બોલી, ‘‘અને તે પણ કારણ વિના… સમજાતું નથી કેવી રીતે તેની મદદ કરવી.’’
સોનિયા નીનાની ખાસ સાહેલી હતી અને તેનો અને રાજનનો ઝોક પણ દેવની તેજ નજરથી છૂપો નહોતો.
‘‘પૂરી વાત જણાવ.’’ દેવે આરામથી બેસતા કહ્યું, ‘‘શક્ય છે હું થોડીક મદદ કરી શકું.’’ રાજન ફફડી ઉઠ્યો…
‘‘સાંભળ નીના, પહેલા તો બધું ઠીક જ હતું, દીદીની ના આલોકના દાદાજીની હત્યા પછી જ શરૂ થઈ છે ને… તો ભાઈ રહ્યા મર્ડર નિષ્ણાત, જરૂર આ મુદ્દો પણ ઉકેલી દેશે.’’ નીનાએ ચિડાઈને રાજન સામે જેાયું, ‘‘હત્યા સાથે સોનિયાને શું લેવા દેવા? ભલે ને, તેમ છતાં ભાઈ તમે સોનિયા માટે કોઈને કોઈ સૂચન તો આપી જ શકો છો.’’ નીના બોલી, ‘‘તમે જાણો જ છો કે સોનિયાએ પણ રાજન સાથે જ આઈઆઈએમ અમદાવાદની પ્રવેશ પરીક્ષા આપી છે અને તેને વિશ્વાસ છે કે તે સફળ થઈ જશે.
પણ તેના ઘરવાળા ઈચ્છે છે કે પરીક્ષાનું પરિમામ આવતા પહેલાં જ તે લગ્ન કરી લે, પછી જેા તેની સાસરીવાળા ઈચ્છે તો તે અભ્યાસ ચાલું રાખી શકે છે…
પૈસાની વાત નથી ભાઈ, સોનિયાના પપ્પા લગ્ન પછી પણ અભ્યાસનો પૂરો ખર્ચ ઉઠાવવા તૈયાર છે.’’
‘‘લગ્ન કોની સાથે થઈ રહ્યા છે?’’ દેવે પૂછ્યું.
‘‘હમણાં તો સોનિયાને કહ્યું છે કે તેને કોઈ પસંદ છે, તો જણાવી દે.
તે લોકો તેના અભ્યાસનો ખર્ચ ઉઠાવવા પણ તૈયાર છે અને જેા તેને કોઈ પસંદ નથી, તો તે શોધી લેશે.’’
‘‘એટલે કે કોઈપણ કિંમત પર તેમને સોનિયાના લગ્ન કરવા છે.’’ દેવે પછી નીનાની વાત કાપી, ‘‘પણ કેમ?’’ નીનાએ ઊંડો શ્વાસ લીધો.
‘‘તેનું કારણ છે સોનિયાની દીદી કિરણનું વિચિત્ર વર્તન.
કિરણની પાડોશમાં રહેનાર આલોક સાથે બાળપણથી મિત્રતા હતી અને બંનેની સગાઈની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી.
પરંતુ અચાનક કિરણે લગ્ન કરવાની ના પાડી દીધી.
આલોક સાથે જ નહીં કોઈની પણ સાથે.
તેનું કહેવું છે કે તેને લગ્ન કરવાની ના નથી પણ તેને થોડોક સમય આપવામાં આવે.
ઘરવાળાએ ૨ વર્ષથી વધારે સમય આપ્યો, પણ કિરણ હજી પણ વધારે સમય ઈચ્છે છે.
ઘરવાળા પરેશાન થઈ ગયા છે.
તેમનો વિચાર છે કે તેમણે કિરણને નોકરી કરવાની છૂટ આપીને ભૂલ કરી છે અને આ ભૂલ તે સોનિયા સાથે પુનરાવર્તિત કરવા નથી ઈચ્છતા.’’
‘‘દૂધનો દાઝેલો છાશ તો ફૂંકશે જ. કિરણના વર્તનનું કારણ શું છે?’’ દેવે પૂછ્યું.
‘‘એ જ તો તે નથી જણાવતી. કારણ ખબર પડી જાય તો સોનિયા બધાને સમજાવી તો શકે કે તેની સાથે એવું કંઈ નથી. તે અભ્યાસ પૂરો થતા લગ્ન કરી લેશે પણ અત્યારે આઈઆઈએમનો અભ્યાસ અને લગ્ન એકસાથે કરવા ન શક્ય છે અને ન તો યોગ્ય.’’
‘‘હા વાત તો સાચી. તે હત્યાવાળી વાત… તું શું કહી રહ્યો હતો રાજન?’’

‘‘કિરણ અને આલોકની સગાઈના થોડા સમય પહેલાં આલોકના દાદાજીની હત્યા થઈ ગઈ હતી. હત્યા કેમ અને કોણે કરી તે આજ સુધી ખબર નથી પડી શકી.’’ નીનાએ જણાવ્યું, ‘‘પરંતુ તેનાથી કિરણનો શું સંબંધ?’’
‘‘હોઈપણ શકે છે. કિરણ અને આલોક ઓળખીતા નામ છે.’’
દેવ કંઈક વિચારતા બોલ્યો, ‘‘આ લોકો સુંદર નગરમાં નજીકનજીકની કોઠીમાં તો નથી રહેતા?’’
‘‘જી હા.’’ નીના બોલી, ‘‘તમે કેવી રીતે ઓળખો છો?’’
‘‘આ બંને કોલેજમાં મારાથી ૨ વર્ષ પાછળ હતા અને મારા નિર્દેશનમાં બંનેએ નાટકમાં અભિનય પણ કર્યો હતો.
અમારા એક નાટક ‘ઈજા’ની પસંદગી અખિલ ભારતીય નાટક પ્રતિયોગિતામાં થવા પર અમે બધા બીજ શહેરમાં તેના મંચન માટે પણ ગયા હતા અને ત્યારે અમારી સારી મૈત્રી થઈ ગઈ હતી.
મેં એકવાર જ્યારે આલોકને પૂછ્યું હતું કે કિરણની સાથે લગ્ન કરવાનો ઈરાદો છે તો તેણે ખૂબ ગંભીરતાથી હા કહ્યું હતું.’’
‘‘લગ્ન માટે ના આલોક નહીં કિરણ કરી રહી છે.
જેાકે આલોકે પણ હજી લગ્નની વાત નથી કરી.
કામની વ્યસ્તતાના લીધે ૨-૩ વર્ષ પહેલા તેણે આઈબીએમની એજન્સી લીધી અને માર્કેટમાં પગ જમાવવા માટે ખૂબ દોડધામ કરી રહ્યો હતો.
હવે ધંધો જામી ગયો છે અને તે લગ્ન કરી શકે છે.
તે સાંભળીને કિરણના ઘરવાળા બેચેન થઈ ગયા છે. ભાઈ, તમે શું આલોકને મળીને કિરણની ના નું કારણ પૂછી શકો?’’ નીનાએ પૂછ્યું.
‘‘જ્યારે કિરણ ના પાડી ચૂકી છે તો આલોકને કેમ, કિરણને કેમ નહીં? મારી મુલાકાત કરાવી શકે છે કિરણ સાથે?’’
‘‘હા, જ્યારે પણ તમે કહો. લગ્ન ન કરવા સિવાય તેમને અને કોઈ વાતે ના નથી.’’ નીના બોલી,
‘‘મારો અર્થ છે કોઈને મળવાનો તેમને કોઈ વાંધો નથી.
કેમ ન હું કાલે સાંજે સોનિયાના ઘરે જાઉં અને તમે મને લેવા ત્યાં આવી જાઓ.’’
‘‘સારું, હું ઓફિસથી નીકળતા પહેલા તને ફોન કરી દઈશ જેથી તું કિરણ સાથે મુલાકાતનો જુગાડ કરી શકે.’’

બીજા દિવસે દેવ નીનાને લેવા પહોંચ્યો તો તે કિરણ અને સોનિયાના ડ્રોઈંગરૂમમાં બેઠી હતી. ‘‘અરે સર, તમે?’’ કિરણ ચોંકી.
‘‘તમે અહીં કેવી રીતે વકીલ મેડમ?’’ દેવે પણ તે જ અંદાજમાં કહ્યું, પછી નીના અને સોનિયા સામે જેાઈને કહ્યું, ‘‘મારા એક નાટકમાં આ વકીલની પત્ની બની હતી ત્યારથી હું તેને વકીલ મેડમ જ બોલાવું છું.
જેાકે હું નાટકનો નિર્દેશક અને સીનિયર હતો તેથી કિરણ તો મને સર કહેશે જ.
પરંતુ સોનિયા, તેં ક્યારેય ઉલ્લેખ જ નથી કર્યો કે તારા જીજી અખિલ ભારતીય નાટક પ્રતિયોગિતા જીતી ગયા છે.’’
‘‘નીનાએ પણ ક્યારેય તમારા વિશે ક્યાં જણાવ્યું? આ છોકરીઓને કોઈ બીજા વિશે વાત કરવાની નવરાશ જ નથી.’’ કિરણ બોલી,
‘‘સર, મારે તમારી થોડી સલાહ લેવી છે. ક્યારેક થોડો સમય કાઢશો મારા માટે?’’
‘‘ક્યારેક કેમ, હમણાં કાઢી શકું છું શરત માત્ર એટલી કે ૧ કપ ચા પીવડાવી દે.’’ કહીને દેવ હસ્યો.
‘‘ચા પીવડાવ્યા વિના તો અમારે તમને એમ પણ નહોતા જવા દેવા ભાઈ.’’ સોનિયા બોલી,
‘‘હું ચા મોકલાવું છું. તમે શાંતિથી દીદીના રૂમમાં બેસીને વાતો કરો. મમ્મી-પપ્પા રોટરી ક્લબની મીટિંગમાં ગયા છે, મોડા આવશે.’’
‘‘બીજું બોલો વકીલ મેડમ, આપણા મુનશીજી, મારો મતલબ કે આલોક ક્યાં છે આજકાલ?’’ દેવે કિરણના રૂમમાં આવીને પૂછ્યું.
કિરણે ઊંડો શ્વાસ લીધો, ‘‘છે તો અહીં પાડોશમાં, પણ મુલાકાત ઓછી જ થાય છે…’’
‘‘કેમ? ખૂબ વ્યસ્ત થઈ ગયા છો તમે બંને કે કંઈ ખટપટ થઈ ગઈ છે?’’ દેવે વાત કાપી.
‘‘એટલા વ્યસ્ત પણ નથી અને ન અમારી માહિતી પ્રમાણે કોઈ ખટપટ થઈ. મને જ કોઈ ભ્રમ થયો છે કદાચ’’ કિરણ ખચકાટ સાથે બોલી,
‘‘તેના વિશે જ તમારી સાથે વાત કરવી હતી. તમારા વિશે ઘણીવાર વાંચતી રહું છું. ઘણીવાર તમને મળવા ઈચ્છયું, પણ સમજાયું નહીં કેવી રીતે મળું. સર, મને લાગે છે આલોકે તેના દાદાજીની હત્યા કરી છે.’’
દેવ ચોંકી ગયો કે તો આ કારણ છે લગ્ન ન કરવાનું, પરંતુ કિરણે પૂછ્યું, ‘‘ શંકાનું કારણ?’’
‘‘જે રાત્રે દાદાજીની હત્યા થઈ મને લાગે છે મેં આલોકને છતથી કૂદીને ભાગતા જેાયો હતો. પરંતુ આલોકનું કહેવું છે કે તે એ સમયે પાછળની બાજું થઈ રહેલા તેના મિત્રના લગ્નના મંડપમાં હતો. દાદાજીની હત્યાની સૂચના પણ તેને ત્યાં મળી હતી.’’
‘‘પરંતુ તને લાગે છે કે ભાગનાર આલોક જ હતો?’’
‘‘હા સર, હત્યાનો કોઈ હેતુ પણ સામે નથી આવ્યો. ન તો કંઈ ચોરી થયું હતું અને ન દાદાજીની કોઈ સાથે દુશ્મની હતી.’’
‘‘હત્યાથી કોઈને વ્યક્તિગત લાભ?’’
‘‘માત્ર આલોકને જે માત્ર મને ખબર છે કારણ કે બીજાની નજરમાં તો દાદાજી એમ પણ બધું તેના નામે કરી ચૂક્યા હતા.’’
‘‘જેા તને ખબર છે કે જે પણ તારો અંદાજ છે, મને વિસ્તારથી જણાવ કિરણ. હું પ્રોમિસ આપું છું કે જ્યાં સુધી શક્ય હશે તારી મદદ કરીશ?’’
‘‘માં નું કહેવું હતું કે મને પ્રવક્તાની નોકરી ન કરવા દેવાય, કારણ કે પછી હું મારા દાદાજીના ફ્રિજ અને ટીવીના શોરૂમમાં બેસતા આલોક સાથે લગ્ન કરવાને ના પાડી દઈશ.
પપ્પાએ તેમને સમજાવ્યા કે આલોક જાતે ફ્રિજ અને ટીવી વેચવાના બદલે વિદેશી કમ્પ્યૂટરની એજન્સી લેવા ઈચ્છે છે.

આ જ બાબતમાં કાયદાકીય સલાહ લેવા તેમની પાસે આવ્યા હતા.
તેમાં કોઈ કાયદાકીય અવરોધ નથી. આલોકને ખૂબ સહેલાઈથી એજન્સી મળી જશે અને કમ્પ્યૂટર વિક્રેતા સાથે લગ્ન કરવામાં તેમની લેક્ચરર દીકરીને કોઈ વાંધો નહીં હોય.
માંએ ફરી શંકા વ્યક્ત કરી કે દાદાજી પોતાની વર્ષો જૂની વસ્તુઓને છોડીને કમ્પ્યૂટર વેચવાથી રહ્યા તો પપ્પાએ કહ્યું કે શોરૂમ તો દાદાજી આલોકના નામે કરી જ ચૂક્યા છે એટલે તે તેમાં કંઈપણ વેચે, તેમને શું ફેર પડશે. માં તો નિશ્ચિંત થઈ, પણ પપ્પાનો વિચાર ખોટો હતો.
દાદાજી કમ્પ્યૂટરની એજન્સી લેવાની બિલકુલ વિરુદ્ધ હતા.
તે કમ્પ્યૂટરને ફ્રિજ કે ટીવીની જેમ રોજિંદી કામ લાગતી અને આડેધડ વેચાતી વસ્તુ માનવા તૈયાર જ નથી.
‘‘દાદાજીએ શોરૂમ જરૂર આલોકના નામે કરી દીધો હતો, પણ તેને ચલાવતા હજી પણ તે જાતે જ હતા, પોતાની ઈચ્છાથી.
જે ગ્રાહક જેટલું ઈચ્છે એટલી છૂટ કે હપતાની સુવિધા આપી દીધી, કયું મોડલ કે બ્રેડ લેવી સારી રહેશે, તેની પર તે દરેક ગ્રાહક સાથે કલાકો સલાહસૂચન અને દલિલ કરતા હતા.

કમ્પ્યૂટરની એજન્સી લેવાથી તો તેમનું મહત્ત્વ જ ખતમ થઈ જતું, જે માટે તે બિલકુલ તૈયાર નહોતા. તેમણે આલોકને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તેમને જીવતે જીવ તો તેમના શોરૂમમાં જે આ જ સુધી વેચાતું રહ્યું છે તે વેચાતું રહેશે. કંઈ બીજું વેચવા માટે આલોકે તેમના મૃત્યુની રાહ જેાવી પડશે.
‘‘આલોકે મને આ વાત જણાવતા કહ્યું હતું કે દાદાજીના અડિયલ વર્તનથી મારું કમ્પ્યૂટર વિક્રેતા બનવાનું સપનું ક્યારેય પૂરું નહીં થાય.
હું દાદાજીનો શોરૂમ સંભાળવા તૈયાર જ એ લાલચમાં થયો હતો કે આઈબીએમની એજન્સી લઈશ નહીં તો પપ્પા અને અશોક ભાઈની જેમ હું પણ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનીને તેમની ઓફિસમાં બેસી રહીશ.
જેાકે હજી પણ હું ફ્રિજ ટીવી વેચીને તો રોટલી કમાવાથી રહ્યો. જ્યાં સુધી હું મારી કરિયરની પસંદગી ન કરી લઉં કિરણ, હું સગાઈલગ્નના ચક્કરમાં નથી પડવા ઈચ્છતો.
‘‘મને તેની વાત સાચી લાગી અને મેં તેને વિશ્વાસ અપાવ્યો કે હું કોઈ રીતે સગાઈ ટાળી દઈશ. તે પહેલા કે હું કોઈ બહાનું શોધી શકતી, આલોક ફરી આવ્યો.
તે ખૂબ સહજ લાગી રહ્યો હતો.
તેણે કહ્યું કે મારે પરેશાન થવાની જરૂર નથી, બધું ઠીક થઈ જશે.

થોડા દિવસ પછી અમારા ક્લાસમેટ રવિના લગ્ન હતા. આલોક તેની જાનમાં મારી સાથે ખૂબ નાચ્યો.
જમી લીધા પછી આલોકે કહ્યું કે રવિના બધા મિત્રો તેને મોરલ સપોર્ટ આપવાને વિદાય સુધી રોકાઈ રહ્યા છે તેથી તે પણ રોકાશે.
તેણે મને પણ રોકાવાનું કહ્યું, પણ મારે કેટલીક કોપી તપાસવી હતી એટલે હું ઘરવાળા સાથે પાછી આવી ગઈ.
‘‘આલોકના ઘરમાં એક જાંબુનું વૃક્ષ છે, જેની શાખાઓએ અમારી અડધી છતને ઘેરી છે. હું ત્યારે ઉપર છતવાળા રૂમમાં રહેતી હતી.
આલોક અને દાદાજીનો રૂમ પણ તેમની છત પર હતો. દાદાજીના ઊંઘ્યા પછી વૃક્ષની ડાળીના આધારે આલોક ઘણીવાર મારા રૂમમાં આવ્યા કરતો હતો.’’
‘‘આવતો હતો એટલે કે હવે નથી આવતો?’’ દેવે વાત કાપી.
‘‘કારણ કે દાદાજીની હત્યા પછી પપ્પાએ મને એકલા ઉપર ન રહેવા દીધી.
હા, તો હું કહી રહી હતી કે તે રાત્રે પાંદડાંનો અવાજ સાંભળીને મને લાગ્યું કે આલોક આવી ગયો છે.
હું બહાર આવી. પાંદડાં તો હલી રહ્યા હતા, પણ છત પર કોઈ નહોતું.
મેં નીચેથી ડોકિયું કરીને જેાયું તો ઝાડ પરથી ઊતરીને કોઈ ભાગતું દેખાયું અને દાદાજીના રૂમમાંથી તેમના નોકર રાજુની ચીસો પાડવાનો અવાજ આવ્યો કે જુઓ દાદાજીને શું થઈ ગયું.
હું દોડીને નીચે આવી અને બધાને રાજુની ચીસો અંગે જણાવ્યું. અમે લોકો આલોકના ઘરે ગયા.
દાદાજીના મોં પર તકિયું મૂકીને કોઈએ શ્વાસ રૂંધીને તેમની હત્યા કરી નાખી હતી.
‘‘રાજુ દાદાજી માટે દૂધ લઈને ઉપર જઈ રહ્યો હતો કે ગ્લાસ પર ઢાંકણની જગ્યાએ મૂકેલી વાટકી પડીને સીડીઓ પરથી અવાજ કરતી નીચે જતી રહી.
કદાચ તેનો અવાજ સાંભળીને ખૂની ક્યાંક છુપાઈ ગયા હતા.
બધા તેની શોધ કરવા લાગ્યા, પણ મેં કોઈને ન કહ્યું કે મેં ખૂનીને ઝાડ પરથી ઊતરતા અને દીવાલ કૂદીને જતા જેાયો હતો.
કારણ કે મેં તેનો ચહેરો નહીં માત્ર કપડાં જેાયા હતા.
‘‘એવો જ રેશમી કુરતોપાયજામો જેવો આલોકે પહેરી રાખ્યો હતો.
પપ્પાએ મારા નાના ભાઈ બંટીને ફંકશન હોલમાંથી આલોકને બોલાવવા મોકલ્યો.
મારો વિચાર હતો કે આલોક ત્યાં નહીં હોય, પણ બંટી આલોકને લઈને આવી ગયો.
ધ્યાનથી જેાયું પણ આલોકના કપડાં પર ઝાડ પર ચડવા ઊતરવાના નિશાન નહોતા. અને આલોક પણ પરિવારના અન્ય સભ્યોની જેમ જ ચકિત હતો…’’
‘‘પછી તને એ શંકા કેમ છે કે ખૂની આલોક જ છે?’’ દેવે વચ્ચે જ પૂછ્યું.
‘‘કારણ કે આગલા દિવસે જ્યારે પોલીસે ઝાડની નીચે જૂતાના નિશાન જેાયા તો તે જેાધપુરી મોજડીના હતા જેને આલોકે તે સમયે પણ પહેરી હતી.
યોગ્ય સાઈઝની ખબર નહોતી પડી રહી કારણ કે ભાગવાના લીધે નિશાન અધૂરા હતા.

આલોક શંકાના ઘેરામાં આવી ગયો, પણ તેણે પોતાના બચાવમાં રવિના લગ્નના તે ફોટા બતાવ્યા, જેમાં તે એ સમય સુધી રવિ સાથે હતો જ્યાં સુધી બંટી તેને બોલાવવા નહોતો ગયો.
પોલીસે ભલે ને તેને છોડી દીધો હોય, પરંતુ મને લાગે છે કે તે આલોક જ હતો.
એક તો ઝાડ પરથી ચડવાઊતરવાનો રસ્તો તેને જ ખબર છે, બીજું કે દાદાજીના મૃત્યુથી લાભ પણ તેને જ થયો.
‘‘૧૩મા પછી તરત તેણે એજન્સી લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.
બાકી રહ્યો પ્રશ્ન ફોટાનો, તો જમવા અને ફેરા દરમિયાન તો સતત ફોટા ક્યાં પડાવીએ છીએ સર? ફોટોગ્રાફર પણ તે દરમિયાન ભોજન કરે છે.
ફંકશન હોલ ઘરની પાછળ જ તો હતો. દીવાલ કૂદીને આવજા અને તકિયાથી મોં દબાવીને કોઈ વડીલને મારવામાં સમય જ કેટલો લાગે છે?’’
‘‘તેં આ બાબતે આલોક સાથે વાત કરી?’’
‘‘ના સર, આજે પહેલીવાર તમને જણાવી રહી છું.’’
‘‘તેં તારી સગાઈ કે લગ્ન કેવી રીતે ટાળ્યા?’’
‘‘દાદાજીના મૃત્યુ પછી તરત તો પ્રશ્ન જ નહોતો ઊઠતો.
તે પછી આલોક પણ ખૂબ વ્યસ્ત થઈ ગયો હતો. ઘરે આવતો તો હતો, પણ પપ્પા સાથે ચર્ચાવિચારણા કરવા અને હું મારા તરફથી તેની સાથે એકાંતમાં મળવાનો પ્રયત્ન જ નહોતો કરતો.

એક વર્ષ પછી જ્યારે માં એ સગાઈની ઉતાવળ કરી તો મેં તેમને સ્પષ્ટ કહી દીધું કે મને લગ્ન પહેલા થોડો સમય જેાઈએ.
આલોકના ઘરવાળા પણ તેની વ્યસ્તતાના પહલે હજી લગ્ન કરવાની ઉતાવળમાં નહોતા તેથી મારા ઘરવાળા પણ માની ગયા.’’
‘‘અને આલોકને હળવામળવાનું ઓછું કેવી રીતે કર્યું?’’ કિરણ હસી,
‘‘તેને સમજાવી દીધું સર કે આપણને વધારે હળતાંમળતા જેાઈને મા જલદી લગ્ન કરાવી દેશે.
જેથી આલોક પણ ધંધો જામ્યા પછી જ લગ્ન કરવા ઈચ્છતો હતો એટલે માની ગયો.

એમ પણ તેને નવરાશ તો હતી નહીં, પણ હવે જ્યારે પણ નવરાશ મળે છે આવી જાય છે અને માનો લગ્ન વાળો રાગ શરૂ થઈ જાય છે.
હવે તમે જ જણાવો સર, જે માણસ પર હું શંકા કરું છું તેની સાથે લગ્ન કરવા યોગ્ય રહેશે?’’
‘‘બિલકુલ નહીં. હું કાલે જ આ કેસની ફાઈલ જેાઉં છું. મને દાદાજીનું નામ અને હત્યાની તારીખ જણાવ.’’ દેવે કહ્યું,
‘‘તું પણ હવે લગ્ન માટે ના ન પાડ. જ્યાં સુધી ઘરવાળા તૈયારી કરશે, ત્યાં સુધી હું હત્યારાને પકડી લઈશ. જેા આલોક હશે તો લગ્નનો સવાલ જ નથી ઊભો થતો અને કોઈ બીજું હશે તો તારે ના પાડવાની, પછી ના પાડીને ઘરમાં બધાને પરેશાન કરવાની શું જરૂર છે.’’
‘‘હા સર.’’ રસ્તામાં દેવે નીનાને જણાવ્યું કે તેણે કિરણને સમજાવી દીધી છે અને તે લગ્ન માટે ના નહીં પાડે.

સોનિયાને અત્યારે પરેશાન થવાની જરૂર નથી.
બીજા દિવસે દેવે કમિશનર સાહેબને પૂરી વાત જણાવીને કેસની ફાઈલ કઢાવી લીધી.
તેમાં લખેલી હકીકત પ્રમાણે પુરુવા બરાબર ન હતા, જેના આધારે હત્યારાને પકડવા ભૂસાના ઢગલામાં સોય સોધવા બરાબર હતું.
પરંતુ દેવે કમિશનર સાહેબને આગ્રહ કર્યો કે તે આ કેસ તેને આપી દે.
આલોકના ઘરવાળાનું ફરીથી તપાસની વાત સાંભળીને પહેલાં ચકિત અને પછી ખુશ થવું સ્વાભાવિક હતું. સૌથી વધારે ખુશ આલોક લાગ્યો.
‘‘હું મારી જાતને જાણી જેાઈને વ્યસ્ત રાખું છું સર કારણ કે જ્યાં થોડીક નવરાશ મળે, હું એ વિચારવા લાગું છું કે દાદાજીની હત્યા કોણે કરી હશે?’’
‘‘અરે કેમ કરી હશે?’’ દેવે વાક્ય જેાડ્યું.
‘‘ચોરી માટે સર દાદાજી ગળામાં સોનાની જાડી ચેન, આંગળીઓમાં હીરાપન્નાની વીંટીઓ, સોનાની કલાઈ કરેલી ઘડિયાળ અને સોનાના બટનવાળો કુરતો પહેરતા હતા.
તેમના પાકિટમાં પણ હજારો રૂપિયા રહેતા હતા. રૂમમાં મારું પણ લેપટોપ, આઈપોડ વગેરે પડ્યા હતા, પરંતુ તે પહેલાં કે ચોર આ બધું સમેટી શકતો, રાજુના હાથથી સીડીમાં વાટકી પડી ગઈ અને તેના અવાજથી તે ડરીને ભાગી ગયો.’’ આલોકે કહ્યું.

‘‘ઝાડ પરથી ચડવાઊતરવાનો રસ્તો નવા માણસને તો ન ખપર પડે?’’
‘‘આજ તો મુશ્કેલી છે સર, હત્યા તો કોઈ ઓળખીતાએ જ કરી છે.
તમને એક વાત જણાવું, ઝાડની નીચે મળેલા નિશાન મારી રાજસ્થાની મોજડીને મળતા આવી રહ્યા હતા.
હું શંકાના ઘેરામાં તો આવી ગયો હતો, પણ તે દિવસે મારા એક મિત્રના લગ્ન હતા અને દરેક તસવીર અને વીડિયો ફ્રેમમાં હોવાથી હું બચી ગયો.’’
‘‘હું તે આલબમ અને વીડિયો જેાઈ શકું છું?’’
‘‘જરૂર સર.
હું રવિના ઘરેથી આલબમ અને વીડિયો કેસેટ લાવીને તમેને ફોન કરીશ.’’ આલોકે કહ્યું.
થોડીવાર પછી આલોકે દેવને ફોન કર્યો કે તેને આલબમ તો મળી ગયો છે, પણ વીડિયો કેસેટ વારંવાર ચલાવવાના કારણે એટલી ઘસાઈ ગઈ છે કે દેખવામાં મુશ્કેલી પડે છે એટલે કોણ જાણે ક્યાં મૂકી દીધી છે. શોધવાનું કહી દીધું છે.
‘‘સારું કર્યું. અત્યારે આલબમ મારી ઓફિસમાં લાવ કે મોકલાવી શકે છે?’’
‘‘હમણાં મોકલાવું છું સર અને જેા મારી જરૂર હોય તો ફોન કરી દેજેા, હું તરત હાજર થઈ જઈશ.’’
આલબમ જેાયા પછી દેવે કિરણને ફોન કર્યો, ‘‘કિરણ, તે રાત્રે તેં ભાગનારના કપડાનો રંગ પણ જેાયો હતો?’’
‘‘ના સર, એટલો પ્રકાશ નહોતો… માત્ર ચમક અને કુરતાની લંબાઈ જેાઈ હતી.’’
‘‘જેા કે તે લગ્નમાં આલોક સિવાય બીજા ઘણા લોકો સિલ્કના કુરતા પાયજામામાં હતા.’’
‘‘હા સર, આ તે સમયની ખાસ ફેશન હતી.’’
‘‘તો પછી ભાગનાર આલોક જ કેમ, કોઈ બીજું પણ હોઈ શકે છે ને?’’
‘‘આલોક એટલે સર કે એક તો ભાગવાનો રસ્તો માત્ર તેને જ ખબર હતી અને બીજું દાદાજીના ના રહેવાથી લાભ પણ તો તેને થયો.’’ કિરણના તર્કમાં દમ તો હતો, પણ દેવ અત્યારે તેની સાથે સહમત થવા તૈયાર નહોતો.
તેણે ફોટાને ધ્યાનથી જેાયા. પછી આલોકને ફોન કરીને બોલાવ્યો.
‘‘આ ફોટામાં વરરાજા અને તારા બીજા બધા મિત્રો તો કોલેજના મિત્રો જ છે સિવાય એક જે દરેક ફોટામાં તને અડીને ઊભો છે.’’ દેવે ટિપ્પણી કરી.
‘‘તે મારો બિઝનેસ પાર્ટનર નકુલ છે સર.

અમેરિકાથી કમ્પ્યૂટરમાં ડિપ્લોમા કરીને આવ્યો છે.
તમને તો ખબર હશે સર, આઈબીએમની એજન્સી લેવા માટે કમ્પ્યૂટર સ્પેશિયાલિસ્ટ હોવું અનિવાર્ય છે, તે સિવાય ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ વેચવાનો અનુભવ અને એક મોટા એરકંડીશંડ શોરૂમનો માલિક હોવું પણ.
મેં અને નકુલે સાથે મળીને આ બધી શરતો પૂરી કરીને ઝોનલ ડિસ્ટ્રિબ્યૂટરશિપ લીધી છે.’’
‘‘ક્યારથી જાણે છે નકુને?’’
‘‘બાળપણથી સર.
અમારા ઘરમાં એક વિશાળકાય જાંબુનું ઝાડ છે.
અમે બંને ઘણીવાર તેની પર બેસીને કંઈક મોટું, કંઈક હટકે કરવાનું વિચારતા હતા.
તે ઝાડની જેમ જ વિશાળ. નકુલ તો એ ફિરાકમાં અમેરિકા જતો રહ્યો.
હું દાદાજીના મોહહ અને કિરણના પ્રેમમાં ક્યાંય ન જઈ શક્યો, પણ નકુલ બાળપણની મિત્રતા અને સપના નહોતો ભૂલ્યો. તેણે પાછા આવીને મારી પાસે કંઈક અલગ અને મોટું કરાવી જ દીધું.’’
‘‘આલોક, આ કેસને ઉકેલવા માટે શક્ય છે કે મારે આ ફોટામાં હાજર તારા બધા મિત્રોની પૂછપરછ કરવી પડે.’’
‘‘તમે જ્યારે કહેશો બધાને લઈ આવીશ સર, પણ તે પહેલાં જેા તમે કિરણની પૂછપરછ કરો તો શક્ય છે કોઈ મહત્ત્વની વાત ખબર પડી જાય.’’
‘‘તે કેવી રીતે?’’ ‘‘ખબર નહીં સર, મને એવું કેમ લાગી રહ્યું છે કે કિરણને કંઈક ખબર છે, કારણ કે દાદાજીની હત્યા પછી તે પહેલાવાળી કિરણ નથી રહી. હંમેશાં ખોવાયેલી રહે છે.’’
‘‘દાદાજી સાથે ખાસ લગાવ હતો તેને?’’ ‘‘તો તો બધાને હતો સર. તેમનું વ્યક્તિત્ત્વ જ એવું હતું.’’
‘‘દાદાજીની હત્યાની ખબર સાંભળતા જ તારી સાથે કેટલા મિત્ર આવ્યા હતા.’’
‘‘કોઈ નહીં સર કારણ કે બંટી પાસે એ સાંભળતા જ કે દાદાજી બેભાન થઈ ગયા છે, હું કોઈને કંઈ જ કહ્યા વિના તાત્કાલિક તેના સ્કૂટર પાછળ બેસીને આવી ગયો હતો.’’
‘‘કોઈ તારી શોધમાં તારી પાછળ ન આવ્યું?’’
‘‘ના સર.’’ આલોકે નકારમં માથું હલાવ્યું,
‘‘મને બરાબર યાદ છે કે તે રાત્રે તો ડોક્ટર અને પોલીસ સિવાય અમારા પરિવાર સાથે માત્ર કિરણના ઘરવાળા જ હતા. સવાર પડતા તે લોકોએ બીજાને સૂચિત કર્યા હતા.’’

બીજી બપોરના કિરણ સાથે ઈન્સ્પેક્ટર દેવને પોતાના શોરૂમમાં જેાઈને આલોક દંગ રહી ગયો, ‘‘બધું ઠીક તો છે સર?’’ ‘‘અત્યારે તો છે.’’ દેવે બેદરકારીથી કહ્યું, ‘‘તેં કહ્યું હતું કે કિરણની પૂછપરછ કરું એટલે વાતચીત કરવા અહીં લઈ આવ્યું છું. તારા બિઝનેસ પાર્ટનર નથી?’’
‘‘છે સર, એમની કેબિનમાં છે.’’
‘‘તો ચાલ તેમની કેબિનમાં જ બેસીએ.’’ દેવે કહ્યું.
આલોક બંનેને બરાબરવાળી કેબિનમાં લઈ ગયો.
નકુલ સાથે દેવનો પરિચય કરાવ્યો.
‘‘બોલો શું મંગાવું. ઠંડુ કે ગરમ?’’ નકુલે ઔપચારિકતા પછી પૂછ્યું.’’
‘‘આ બધું પછી, હમણાં તો બસ આલોકના દાદાજીની હત્યા વિશે થોડાક પ્રશ્નોના જવાબ આપી દો.’’ દેવે કહ્યું.
નકુલ એકદમ ગભરાઈ ગયો, ‘‘તે વિશે ભલા હું શું કહી શકું છું? મને તો હત્યાની ખબર પણ કિરણ પાસેથી બીજા દિવસે સવારે મળી હતી.’’
‘‘એ જ તો હું પૂછવા ઈચ્છું છું નકુલ કે જ્યારે પૂરી સાંજ તમે આલોક સાથે હતા તો તમે આ બંટી સાથે જતા કેવી રીતે ન દેખાયા?’’ નકુલ ચકરાવે ચડ્યો, પણ આલોક બોલ્યો, ‘‘હકીકતમાં સર તે સમયે કંગના રમાતી હતી અને બધા મિત્ર એક કુંડાળામાં બેસીને રવિને ઉત્સાહિત કરવામાં લાગેલા હતા.’’

‘‘બિલકુલ. હકીકતમાં મેં બધાને રોક્યા જ રવિને કંગનની ગેમમાં જીતાડવા માટે.’’ નકુલ તરત બોલ્યો.
‘‘પણ તમે જાતે તો તે સમયે ત્યાં નહોતા…’’
‘‘શું વાત કરી રહ્યા છે ઈન્સ્પેક્ટર સાહેબ?’’ નકુલે ઉત્તેજિત અવાજમાં દેવની વાત કાપી, ‘‘હું રવિની બાજુમાં બેસીને તેની પીઠ થપથપાવી રહ્યો હતો.’’
‘‘તો પછી તમે આ ફોટામાં કેમ નથી દેખાઈ રહ્યા?’’ દેવે આલબમ બતાવ્યો,
‘‘ન તમે ફોટામાં છો અને તે પછીના ફોટામાં. તમે તકલીફ ન લો, હું જ કહી દઉં છું કે તમે ક્યાં હતા?’’
‘‘બાથરૂમમાં હતો, વધારે ખાધાપીધા પછી જવું જ પડે છે.’’ નકુલે ચિડાયેલા અવાજમાં કહ્યું.
‘‘જી ના, તે સમયે તમે દાદાજીના રૂમમાં હતા.’’ દેવે શાંત અવાજમાં કહ્યું,
‘‘તમારી યોજના હોઈ શકે છે હત્યા કરીને ફરી મંડપમાં આવવાની હોય, પણ જલદીજલદી ઝાડ પરથી ઊતરતા તમારા કપડાં ખરાબ થઈ ગયા હતા એટલે તમે પાછા આવવું યોગ્ય ન સમજ્યું.’’
‘‘તમે જે પણ કહી રહ્યા છો તેનો કોઈ પુરાવો છે તમારી પાસે?’’ નકુલે પડકારતા અવાજમાં પૂછ્યું.

‘‘હમણાં આપું. જરા પીઠ કરીને ઊભા થવાની જહેમત ઉઠાવશો તમે અને આલોક તું પણ તેમની સાથે પીઠ કરીને ઊભો થઈ જા.’’ કહી દેવ કિરણ તરફ વળ્યો,
‘‘આ બંનેને ધ્યાનથી જેા કિરણ, ફરી એક સમાન બાંધો છે અને અંધારામાં ઢીલાઢીલા કુરતામાંએ ઓળખવું મુશ્કેલ હતું કે ઝાડ પરથી કૂદીને ભાગનાર આલોક હતો કે નકુલ.’’
‘‘તમે સાચું કહો છો સર.’’ કિરણ ચીસ પાડી ઊઠી,
‘‘મને એ વિચાર પહેલા કેમ ન આવ્યો કે નકુલે પણ આલોક જેવા જ કપડા પહેરેલા હતા અને તેની પાસે તો હત્યા કરવાનું આલોકથી પણ મોટું કારણ હતું.
તેણે તો આઈબીએમની એજન્સી લેવા માટે પોતાનું બધું દાવ પર લગાવી દીધું હતું.
સર. તે નોકરી છોડીને અને પોતાનું ગ્રીન કાર્ડ પાછું આપીને અમેરિકાથી પાછો આવ્યો હતો…’’ આલોકે કિરણના ખભા પકડીને હચમચાવી,
‘‘આ શું કહી રહી છે કિરણ, તેં પહેલાં તો જણાવ્યું નહીં કે તેં કોઈને ભાગતા જેાયો હતો?’’

‘‘કેવી રીતે કહેતી, તેને શંકા જે હતી કે ભાગનાર તું છે.
તેથી બીચારી લગ્ન ટાળી રહી હતી અને ગુમસુમ રહેતી હતી.
સંયોગથી મારી સાથે મુલાકાત થઈ ગઈ?અને હકીકત સામે આવી ગઈ… ભાગવાની મૂર્ખામી ન કરતો નકુલ,
મારા માણસોએ તારો શોરૂમ ઘેરી લીધો છે.
હું નહીં ઈચ્છું કે તારા સ્ટાફ સામે તને હાથકડી લગાવીને લઈ જાઉં, એટલે ચુપચાપ મારી સાથે ચાલ, કારણ કે તે રાત્રે રૂમના દરવાજા, છતની અટારી વગેરે પરથી પોલીસે જે આંગળીના નિશાન ઉઠાવ્યા હતા, તે તારી આંગળીઓના નિશાનને મળી જ જશે.
એમ તો કિરણે કારણ તો જણાવી જ દીધું છે, તેમ છતાં હું ઈચ્છીશ કે તું અહીંથી નીકળતા પહેલા આલોકને જણાવી દે કે એવું તેં કેમ કર્યું?’’ દેવે કહ્યું.
‘‘હા નકુલ, તેં તો મને વિશ્વાસ અપાવ્યો હતો કે તું લાભનો પૂરો રિપોર્ટ આપીને દાદાજીને મનાવી લઈશ કે એક બીજેા શોરૂમ લેવાની વ્યવસ્થા કરી લઈશ, પછી તેં આવું કેમ કર્યું?’’ આલોકે દુ:ખી અવાજમાં પૂછ્યું.

‘‘બીજું શું કરતો? દાદાજી કંઈ સાંભળવા કે પોતાના શોરૂમનો સામાન નાના શોરૂમમાં શિફ્ટ કરવા માટે તૈયાર જ નહોતા અને મોટો શોરૂમ લેવાની મારી હેસિયત નહોતી.
તેં એ કહેતા કે તેં શોરૂમ તારા નામ કરાવી લીધો છે, હું મારી સારામાં સારી નોકરી છોડીને અને ગ્રીન કાર્ડ પાછું?આપીને એટલે કે મારા ભવિષ્યને દાવ પર લગાવીને અહીં આવ્યો હતો.
દાદાજી એ જાણ્યા સમજ્યા પછી પણ કે કમ્પ્યૂટર વેચવામાં ઘણો લાભ થશે, પોતાના વર્ચસ્વનો મોહ ત્યાગવા તૈયાર જ નહોતા.
તેમની આ જિદના લીધે હું હાથ પર હાથ મૂકીને બેસી તો ન શકું ને?’’ નકુલે કડવા સ્વરમાં પૂછ્યું.
‘‘સારું કર્યું નકુલ, કહી દીધું, તારા માટે એટલું તો કરાવી જ દઈશ કે જેલમાં તારે એક દિવસ પણ બેસી ન રહેવું પડે, ‘‘દેવની વાત પર તે ભારે પળોમાં પણ આલોક અને કિરણ હસ્યા વિના ન રહી શક્યા.

વધુ વાંચવા કિલક કરો....