વાર્તા – પૂનમ અહમદ.

હનીમૂન થી પાછા આવતી વખતે ટેક્સીમાં બેસેલી જૂહીના મનમાં કેટલાય વિચારો આવી રહ્યા હતા.
અજયે વિચારોમાં ખોવાયેલી જૂહીને જેાઈને આંખ સામે હાથ લહેરાવતા પૂછ્યું,
‘‘ક્યાં ખોવાઈ? ઘરે નથી જવું?’’ જૂહી હસી પડી,
પણ સાસરીમાં આવવાના સમયને લઈને તેના મનમાં થોડી ગભરામણ હતી.
બંને લગ્નના ૧ અઠવાડિયામાં જ સિક્કિમ ફરવા ગયા હતા.
તેમના પ્રેમલગ્ન થયા હતા.
બંને સીએ હતા અને નરીમનમાં એક જ કંપનીમાં જેાબ કરતા હતા.
અજય બ્રાહ્મણ પરિવારનો મોટો પુત્ર હતો. પિતા શિવમોહન એક ખાનગી કંપનીમાં સારા પદ પર હતા.

મમ્મી શૈલજાા હાઉસવાઈફ હતી અને નાની બહેન નેહા હજી કોલેજમાં હતી.
અજયનું ઘર મુલુંડમાં હતું.
પંજાબી પરિવારની એકમાત્ર પુત્રી જૂહી કાંજુરમાર્ગ પર રહેતી હતી. જૂહીના પિતા વિકાસ ડોક્ટર અને માં અંજના હાઉસવાઈફ હતી.
બંને પરિવારને આ લગ્ન પર કોઈ વાંધો નહોતો. લગ્ન હસીખુશી થઈ ગયા. જૂહીને જે વાત પરેશાન કરી રહી હતી તે એ હતી કે તેનો ઓફિસ આવવા-જવાનો કોઈ ટાઈમ નહોતો.
હજી સુધી તો ઘરની કોઈ જવાબદારી તેની પર નહોતી, નરીમનથી આવતા જ તેને ક્યારેક ૧૦ વાગતા, તો ક્યારેક ૧૧. જે ક્લાયન્ટ બેઝિઝ પર કામ કરતી, પૂરી ટીમ પ્રમાણે ઊઠવું પડતું.
પીયરમાં તો ઘરે પહોંચતા જ કપડા બદલીને હાથમોં ધોઈને ડિનર કરતી અને પછી સીધી બેડ પર.

શનિવાર અને રવિવાર પૂરો આરામ કરતી હતી.
મન થતું તો મિત્રો સાથે મૂવી જેાતી, ડિનર કરતી.
એમ પણ મુંબઈમાં ઓફિસ જતી મોટાભાગની કુંવારી અપરીણિત યુવતીની આ જ રોજિંદી દિનચર્યા રહે છે, અઠવાડિયાના ૫ દિવસ કામમાં ખૂબ વ્યસ્ત અને રજાના દિવસે આરામ.
જૂહીના ૨-૩ કલાક તો રોજ મુસાફરીમાં કપાઈ જતા હતા. તે હંમેશાં વીકેન્ડ માટે ઉત્સાહિત રહેતી. જેવી અંજના દરવાજેા ખોલતી, જૂહી એક ઊંડો શ્વાસ લેતા કહેતી હતી, ‘‘ઓહ મમ્મી, આખરે વીકેન્ડ આવી જ ગયો.’’
અંજનાને તેની પર ખૂબ પ્રેમ આવતો કે બીચારી બાળકી, કેટલી થાકી જાય છે આખું અઠવાડિયું.
જૂહીને યાદ આવી રહ્યું હતું કે જ્યારે વિદાય સમયે તેની મમ્મી દરરોજ જઈ રહી હતી ત્યારે તેની સાસુમાએ તેની મમ્મીના ખભા પર હાથ મૂકીને કહ્યું હતું,
‘‘તમે પરેશાન ન થાઓ. દીકરીની જેમ રહેશે અમારા ઘરે. હું પુત્રી-વહુમાં કોઈ ફરક નહીં રાખું.’’ ત્યારે ત્યાં ઊભી જૂહીની કાકીએ કટાક્ષમાં ધીરેથી તેના કાનમાં કહ્યું,
‘‘બધી કહેવાની વાતો છે. સરળ નથી વહુને પુત્રી સમજાવી. શરૂઆતમાં દરેક છોકરાવાળા એવી જ મોટીમોટી વાતો કરે છે.’’
વહેતા આંસુની વચ્ચે જૂહીની કાકીની આ વાત સ્પષ્ટ સંભળાઈ હતી.
પહેલું અઠવાડિયું તો ખૂબ વ્યસ્ત રહ્યું. હવે તે ફરીને પાછા ફરી રહ્યા હતા, જેાઈએ શું થાય છે.

પરમદિવસથી ઓફિસ પણ જવાનું છે. ટેક્સી ઘરની નજીક ઊભી રહી તો જૂહી અજય સાથે ઘર તરફ ચાલી નીકળી.
શિવમોહન, શૈલજા અને નેહા તેમની રાહ જ જેાઈ રહ્યા હતા.
જૂહીએ સાસુસસરાના ચરણ સ્પર્શ કરીને તેમના આશિર્વાદ લીધા.
નેહાને તેણે ગળે લગાવી લીધી, બધા એકબીજાની ખબર અંતર પૂછવા લાગ્યા.
શૈલજાાએ કહ્યું, ‘‘તમે લોકો ફ્રેશ થઈ જાઓ, હું ચા લાવી છું.’’
જૂહીને થાક તો ખૂબ લાગી રહ્યો હતો, તેમ છતાં તેણે કહ્યું, ‘‘ના મમ્મી હું બનાવી લઈશ.’’
‘‘અરે થાકી હોઈશ બેટા, આરામ કર અને હા આ મમ્મીજી નહીં, અજય અને નેહા મને મા જ કહે છે, તું પણ બસ મા જ બોલ.’’ જૂહીએ ખચકાટ સાથે માથું હલાવી દીધું.

અજય અને જૂહીએ ફ્રેશ થઈને બધા સાથે ચા પીધી.
થોડીવાર પછી શૈલજાએ પૂછ્યું, ‘‘જૂહી ડિનરમાં શું ખાઈશ?’’
‘‘મા, જે બનાવવું હોય બોલો, હું હેલ્પ કરું છું.’’
‘‘હું બનાવી લઈશ.’’ ‘‘પણ મા, હું હોવા છતાં…’’ હસી પડી શૈલજા, ‘‘તું હોવા છતાં શું અત્યાર સુધી હું જ બનાવી રહી છું અને મને કોઈ તકલીફ પણ નથી.’’ કહીને શૈલજા કિચનમાં આવી ગઈ ત્યારે જૂહી પણ ના પાડવા છતાં તેમને મદદ કરતી રહી.

બીજા દિવસની રજા બાકી હતી. શિવમોહન ઓફિસ અને નેહા કોલેજ જતી રહી. જૂહી કબાટમાં પોતાનો સામાન મૂકતી રહી.
બધા પોતપોતાના કામમાં વ્યસ્ત રહ્યા.
બીજા દિવસે ઓફિસ જવા માટે અજય અને જૂહી ઉત્સાહિત હતા.
બંને લોકલ ટ્રેનથી જ જતા હતા. હળવા માહોલમાં બધાએ ડિનર સાથે કર્યું.
રાત્રે ઊંઘતા શિવમોહને કહ્યું ‘‘કાલથી જૂહી પણ લંચ લઈ જશે ને?’’ ‘‘હા, કેમ નહીં?’’ ‘‘તેનો મતલબ કાલથી તેની કિચનની ડ્યૂટી શરૂ?’’ ‘‘ડ્યૂટી કેવી? જ્યાં હું અત્યાર સુધી ૩ ટિફિન પેક કરતી હતી, હવે ૪ કરીશ, શું ફેર પડે છે?’’
શિવમોહને પ્રેમભરી નજરથી શૈલજાને જેાતા કહ્યું, ‘‘મમતામય સાસુ બનીશ તેનો થોડોક અંદાજ હતો મને.’’
‘‘તમને કહ્યું હતું ને કે જૂહી વહુ નહીં દીકરી બનીને રહેશે આ ઘરમાં.’’ શિવમોહને તેને છેડતા કહ્યું,
‘‘પણ તને તો ખૂબ કડક સાસુ મળી હતી.’’ શૈલજા એ ફીક્કા હાસ્ય સાથે કહ્યું,
‘‘એટલે જ તો જૂહીને તે તકલીફોથી બચાવવી છે જે મેં જાતે સહન કરી.
છોડો, તે અમ્માનો જૂનો જમાનો હતો, તેમની વિચારસરણી અલગ હતી, હવે તો તે નથી રહ્યા.
હવે તે વાતનો શું ફાયદો? અજયે જણાવ્યું હતું જૂહીને પનીર ખૂબ ભાવે છે.
કાલે તેનું પહેલું ટિફિન તૈયાર કરીશ, પનીર જ બનાવીશ, ખુશ થઈ જશે છોકરી.’’ શિવમોહનની આંખમાં શૈલજા માટે પ્રશંસાના ભાવ ઉભરાઈ આવ્યા.

સવારે એલાર્મ વાગ્યું.
જૂહી જ્યાં સુધી તૈયાર થઈને કિચનમાં આવી ત્યાં ૪ ટિફિન પેક કરેલા મૂક્યા હતા.
શૈલજા ડાઈનિંગ ટેબલ પર નાસ્તો મૂકી રહી હતી.
જૂહી શરમાઈને બોલી. ‘‘મા, તમે તો બધું કરી લીધું.’’ ‘‘હા બેટા, નેહા જલદી ગઈ છે. બધા કામ સાથે જ થઈ જાય છે. આવ, નાસતો કરી લે.’’
‘‘કાલથી હું થોડી જલદી ઊઠી જઈશ.’’
‘‘બધું થઈ જશે બેટા, વધારે ન વિચાર. હજી તો હું કરી જ લઉં છું. તબીયત ક્યારેક બગડશે તો તારે કરવું જ પડશે અને આગળ તો જવાબદારી સંભાળવાની જ છે, હજી આ દિવસો આરામથી વિતાવ, ખુશ રહે.’’

અજય પણ તૈયાર થઈને આવી ગયો હતો.
બોલ્યો, ‘‘મા, લંચમાં શું છે?’’
‘‘પનીર.’’ જૂહી તરત બોલી, ‘‘મા આ મારી મનપસંદ ડિશ છે.’’ અજયે કહ્યું,
‘‘મેં જ કહ્યું છે માને. મા, હવે શું તમારી વહુની પસંદનું જ ખાવાનું બનાવીશ?’’
જૂહી વચ્ચે જ બોલી, ‘‘માએ કહ્યું છે ને કે તેમના માટે વહુ નહીં, દીકરી છું.’’ નેહાએ ઘરેથી નીકળતા નીકળતા હસીને કહ્યું,
‘‘મા, ભાભીની સામે મને ભૂલી ન જતા.’’ શિવમોહને પણ વાતમાં ભાગ લીધો, ‘‘અરે ભઈ, થોડું તો સાસુનું રૂપ બતાવ, થોડું ટોક, થોડો ગુસ્સો કર, ખબર તો પડે કે ઘરમાં સાસુવહુ છે.’’ બધા જેારથી હસી પડ્યા.
શૈલજાએ કહ્યું, ‘‘સોરી, આ તો કોઈને ખબર નહીં પડે કે ઘરમાં સાસુવહુ છે.’’ બધા હસતાબોલતા ઘરેથી નીકળી ગયા.

થોડીવાર પછી મેડ શ્યામાબાઈ આવી ગઈ.
શૈલજા ઘરની સફાઈ કરાવવા લાગી.
અજયના રૂમમાં જઈને શ્યામાએ બૂમ પાડી, ‘‘મેડમ, જુઓ તમારી વહુ કેવો સામાન ફેલાવીને ગઈ છે.’’ શૈલજાએ જઈને જેાયું,
ચારેબાજુ સામાન વિખેરાયેલો પડ્યો હતો, તેમને હસવું આવી ગયું. શ્યામાએ પૂછ્યું, ‘‘મેડમ, તમે હસી રહ્યા છો?’’ શ્યામાએ કહ્યું,
‘‘આવો, મારી સાથે.’’ શ્યામા તેને નેહાના રૂમમાં લઈ ગઈ.
ત્યાં તો હજી ખરાબ હાલત હતી. શૈલજાએ કહ્યું, ‘‘અહીં પણ એ જ હાલત છે ને?
તો ચાલ હવે દરેક જગ્યાએ સફાઈ કરી લઈએ, જલદી.’’
શ્યામા ૮ વર્ષથી અહીં કામ કરી રહી હતી.
ખૂબ સારી રીતે સમજતી હતી પોતાની શાંતિપસંદ મેડમને, એટલે હસીને પોતાના કામમાં લાગી ગઈ.
જૂહી ફોન પર તેના મમ્મીપપ્પા સાથે સંપર્કમાં રહેતી જ હતી.

લગ્ન પછી આજે ઓફિસનો પહેલો દિવસ હતો.
રસ્તામાં જ અંજનાનો ફોન આવી ગયો. હાલચાલ પછી પૂછયા, ‘‘આજે તો સવારે થોડાક કામ પણ કર્યા હશે?’’ શૈલજાની પ્રશંસાના પૂલ બાંધી દીધા જૂહીએ. ત્યારે અચનાક જૂહીને યાદ આવ્યું. બોલી, ‘‘મમ્મી, હું પછી ફોન કરું છું.’’ પછી તરત સાસુમાને ફોન કર્યો.
શૈલજાએ હેલો કહેતા જ તરત બોલી, ‘‘સોરી મા, હું મારો રૂમ ખૂબ ખરાબ હાલતમાં મૂકીને આવી છું… યાદ જ ન રહ્યું.’’
‘‘શ્યામાએ ઠીક કરી દીધો છે.’’
‘‘સોરી મા, કાલથી…’’ ‘‘બધું આવડી જાય ધીમેધીમે. પરેશાન ન થા.’’ શૈલજાના સ્નેહભર્યા અવાજ પર જૂહીનું દિલ ભરાઈ આવ્યું.

અજય અને જૂહી આખો દિવસ વ્યસ્ત રહે છે.
સહકર્મી વચ્ચે વચ્ચે બંનેને છેડીને મજા લેતા રહ્યા.
બંને રાત્રે ૮ વાગ્યે ઓફિસથી નીકળ્યા તો થાકી ગયા હતા. જૂહીનું તો મન હતું, સીધા જઈને બેડ પર ઊંઘી જવાનું. પણ પહેલાં પીયર હતું હવે સાસરું છે.
૧૦ વાગ્યા સુધી બંને ઘરે પહોંચ્યા. શિવમોહન, શૈલજા અને નેહા ડિનર કરી ચૂક્યા હતા. તે બંનેનું ડિનર ટેબલ પર મૂક્યું હતું. હાથ ધોઈને જૂહી ખાવા પર તૂટી પડી.
જમ્યા પછી તેણે બધા વાસણ સમેટી લીધા.
શૈલજાએ કહ્યું, ‘‘તમે લોકો હવે આરામ કરો. અમે પણ ઊંઘવા જઈ રહ્યા છીએ.’’ શૈલજા આડી પડી તો શિવમોહને કહ્યું, ‘‘તું પણ થાકી ગઈ હોઈશ ને?’’
‘‘હા, બસ હવે ઊંઘવું જ છે.’’
‘‘કામ પણ તો વધી ગયું હશે?’’
‘‘કયું કામ?’’
‘‘અરે, એક ટિફિન વધારે…’’
‘‘૬ની જગ્યાએ ૮ રોટલી બની ગઈ તો શું ફેર પડી ગયો? બધાની તો બને છે અને આજે તો મેં આ બંનેનું ટિફિન અલગઅલગ બનાવી દીધું.

કાલથી એકસાથે જ પેક કરી દઈશ.
જમવાનું બાળકો સાથે જ તો જમશે, જૂહીનું જમવાનું બનાવવાથી મારી પર કોઈ વધારાનો બોજ આવવાની એવી કોઈ વાત જ નથી.’’
‘‘તું દરેક વાતને આટલી સહેલાઈથી કેવી રીતે લઈ લે છે, શૈલ?’’
‘‘શાંતિથી જીવવું કોઈ ખૂબ મુશ્કેલ કામ નથી, બસ અમે મહિલાઓ જ અમારા અહં, પોતાની જિદ્દમાં આવીને ઘણીવાર ઘરમાં અશાંતિનું કારણ બનીએ છીએ.
જેમ કે નેહાને પણ હજી કોઈ કામ કરવાની વધારે ટેવ નથી તે જ રીતે તે છોકરી પણ હજી હમણાં જ આવી છે.

આજકાલની છોકરીઓ પહેલાં અભ્યાસ, પછી કરિયરમાં વ્યસ્ત રહે છે. એટલું તો હું સમજું છું કે સરળ નથી કામકાજી છોકરીઓનું જીવન.
અરે હું તો ઘરમાં રહું છું, થાકી પણ ગઈ તો દિવસે થોડો આરામ કરી લઈશ.
ક્યારેક નહીં કરી શકું તો શ્યામા છે જ, કિચનમાં હેલ્પ કરી દેશે. જૂહી પર ઘરના કામનો બોજ કેમ નાખું.
નેહાને જ જેાઈ લો, કોલેજ અને કોચિંગ પછી ક્યાં હિંમત હોય છે કંઈ કરવાની, આ છોકરીઓ ઘરના કામ તો સમયની સાથેસાથે જાતે જ શીખી લે છે. બસ, થોડોક સમય લાગે છે.

શૈલજા પોતાના દિલની વાતો શેર કરી રહી હતી, ‘‘હજી નવી નવી જ તો આવી છે, આવતા જ કોઈ વાત પર તેનું મન દુ:ખી થઈ ગયું તો વાત દિલમાં એક કાંટો બનીને રહી જશે જે હંમેશાં ખટકતી રહેશે. હું નથી ઈચ્છતી કે તેને કોઈ વાત ખટકે.’’
કહીને તે ઊંઘવાની તૈયારી કરવા લાગી, બોલી, ‘‘ચાલ, હવે ઊંઘી જઈએ.’’
ત્યાં અજયની આગોશને તકિયો બનાવીને આડી પડેલી જૂહી મનોમન વિચારી રહી હતી, આજે લગ્ન પછી ઓફિસનો પહેલો દિવસ હતો.
માંના વ્યવહાર અને સ્વભાવમાં કેટલો પ્રેમ છે.
જેા તેમણે મને દીકરી માની છે તો હું પણ તેમને માની જેમ જ પ્રેમ અને માન આપીશ. છેલ્લા ૧૫ દિવસથી કાકીની વાત દિલ પર બોજની જેમ પડી હતી, પણ અત્યારે તેને પોતાનું દિલ હળવું ફૂલ જેવું લાગ્યું, બેફિકર થઈને આંખો બંધ કરીને તેણે માથું અજયની છાતી પર મૂકી દીધું.

વધુ વાંચવા કિલક કરો....