જ્યારે પણ મહિલાઓ સ્વયં આઈ મેકઅપ કરે છે, ત્યારે કોઈ ને કોઈ ખામી રહી જાય છે અને ત્યાર પછી તે પરેશાન થઈ જતી હોય છે, પરંતુ હવે પરેશાન થવાની જરૂર નથી, કારણ કે અહીં જણાવેલી કેટલીક ખાસ વાત પર ધ્યાન આપીને મહિલાઓ પોતે મેકઅપ આર્ટિસ્ટ જેવો મેકઅપ કરીને કોઈ પણ પાર્ટીની શાન બની શકે છે.

આઈ પ્રાઈમરથી જળવાશે મેકઅપ : આઈમેક કર્યા પછી તે થોડા જ કલાકમાં ફેલાવા લાગે તો પૂરો લુક ખરાબ થઈ જાય છે. આ સ્થિતિમાં આઈ પ્રાઈમરનો રોલ મહત્ત્વનો બની જાય છે. સૌપ્રથમ ચહેરા પર આઈ મેકઅપ કરો. આઈ મેકઅપનો બેઝ પણ પસંદ કરીને લગાવો, જેથી તમારા આઈશેડોનો લુક નિખરે. જેાકે સૌથી વધારે પરેશાની ઓઈલી પાંપણવાળી મહિલાઓને થાય છે. તમે બીબી તથા સીસી ક્રીમ અને તમારી પસંદના કંસીલરને મિક્સ કરીને આઈબેઝ ક્રીમ તૈયાર કરી શકો છો. ત્યાર પછી લૂઝ પાઉડરથી તેને સેટ કરો, જેથી પાંપણ ઓઈલી ન રહે.

કંસીલર : એક ખોટી માન્યતા છે કે જેા આંખ નીચે ડાર્ક સર્કલ્સ અથવા ડાઘધબ્બા ન હોય તો કંસીલરની જરૂર ન પડે, પરંતુ એવું નથી. હળવા મેકઅપમાં લાઈટ કવરેજ કંસીલરનો પ્રયોગ કરો. મેકઅપ આર્ટિસ્ટ ભવ્યા જણાવે છે, ‘‘મેકઅપમાં કલર કરેક્ટરનો રોલ ખૂબ મહત્ત્વનો હોય છે, જ્યારે પણ મેકઅપ કરવાની વાત આવે છે, ત્યારે પોતાની અંડર સ્કિનને જાણો, જેમાં ૩ વિકલ્પ છે – યલો અંડરટોન, ઓરેન્જ અંડરટોન અને બ્લૂ અંડરટોન. સ્કિન અંડરટોનની ઓળખ કરી લીધા પછી સારું કરેક્ટર ખરીદો. ત્યાર પછી કંસીલર લગાવો અને લૂઝ પાઉડર સેટ કરો.

આઈશેડો : આઈશેડોનો લુક ત્યારે નિખરે છે જ્યારે તેને વ્યવસ્થિત બ્લેન્ડ કરવામાં આવે. મેકઅપ આર્ટિસ્ટ ખૂબ સુંદર રીતે આઈશેડોને બ્લેન્ડ કરે છે. જેા તમે જાતે મેકઅપ કરી રહ્યા છો, તો બ્લેન્ડિંગ પર ખાસ ધ્યાન આપો. આઈશેડોમાં એક રંગ અથવા બે રંગની પસંદગી કરી રહ્યા છો તો તે મહત્ત્વનું નથી. બ્લેન્ડ કરવા દરમિયાન એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તે સારી રીતે મિક્સ થઈ જાય. જેાકે આઈશેડોમાં પણ ઘણા વિકલ્પ છે – જેમ કે પાઉડર બેઝ આઈશેડો, ક્રીમ બેઝ આઈશેડો. પરંતુ સૌથી વધારે ચલણમાં પાઉડર બેઝ આઈશેડો છે. આ આઈશેડો લગાવવામાં સરળ રહે છે અને તેને લગાવતા રંગ પણ ખૂબ નિખરે છે. મેટ, સાટીન, શિમર, પર્લી, ગ્લિટરી આ બધા આઈશેડોને પોતાના લુક તથા ડ્રેસ મુજબ લગાવી શકો છો. સ્મોકી આઈ માટે તમે ડાર્ક આઈશેડોને પસંદ કરી શકો છો. આઈબ્રોઝને હાઈલાઈટ કરવા માટે શિમર આઈશેડોનો ઉપયોગ કરો. સાટીન તથા મેટ આઈશેડોનો ઉપયોગ મહદ્ અંશે ક્રીઝ પર કરવામાં આવે છે. નેચરલ લુક માટે હળવા બ્રાઉન શેડનો પ્રયોગ કરો.

આઈમેકઅપ બ્રશની યોગ્ય જાણકારી : મેકઅપ માર્કેટમાં ઘણા પ્રકારના મેકઅપ બ્રશ ઉપલબ્ધ હોય છે. ફ્લેટ એપ્લિકેટર બ્રશનો ઉપયોગ આઈશેડોને પાંપણ પર લગાવવા માટે કરવામાં આવે છે. તેના બદલે તમે ફિંગર ટિપનો પણ ઉપયોગ કરી શકો છો. ભવ્યા જણાવે છે, ‘‘પેન્સિલ બ્રશનો પ્રયોગ ઉપરની અને નીચેની લેશલાઈન પર આઈશેડોને લગાવવા માટે અને આંખની કિનારીને હાઈલાઈટ કરવા માટે કરવામાં આવે છે. બ્લેન્ડિંગ બ્રશ દ્વારા તમે ક્રીઝ પર આઈશેડોને મિક્સ કરી શકો છો. આ બ્રશ બધા માટે ખૂબ અસરકારક રહે છે. ફ્લેટ એંગલ બ્રશ પણ એક ખાસ પ્રકારનું બ્લેન્ડિંગ બ્રશ છે જે કિનારી તથા બ્રો બોનને ઉભારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

આઈલાઈનર : આજકાલ બજારમાં ઘણા પ્રકારના આઈલાઈનર ઉપલબ્ધ છે. તેમાં સૌથી વધારે ચલણમાં લિક્વિડ બ્લેક આઈલાઈનર છે, પરંતુ વોટરપ્રૂફ આઈલાઈનરને પોતાના મેકઅપ બોક્સમાં અચૂક સામેલ કરો. પેન્સિલ આઈલાઈનર લગાવવામાં ખૂબ સરળ રહે છે. તેનો તમે આઈશેડોની જેમ ઉપયોગ કરી શકો છો, પરંતુ શાર્પ લુક માટે પેન્સિલને શાર્પ રાખો. કેટઆઈસ માટે પેન આઈલાઈનરનો પ્રયોગ કરો. જેા ઉતાવળમાં છો તો પેન આઈલાઈનર તમારા માટે સૌથી સારો વિકલ્પ છે.

કાજલ : કાજલ વિના તો મેકઅપ અધૂરો રહે છે. આઈ મેકઅપમાં કાજલનું મહત્ત્વનું સ્થાન છે. જેા આંખ થાકેલી અને હેવી હોય, તો કાજલ લગાવતા જ આ ઊણપ છુપાઈ જાય છે. આ વિશે મેકઅપ એક્સપર્ટ સૌમ્યા ચતુર્વેદી જણાવે છે, ‘‘બ્લૂ, ગ્રે, ગ્રીન અને બ્લેક જેવા અનેક રંગમાં કાજલ બજારમાં ઉપલબ્ધ છે. બ્લેક અને ભૂરી આંખ પર લીલા રંગનું કાજલ લગાવી શકાય છે. ગ્રીન રંગની આંખ પર રીંગણી, હળવો આસમાની, વાદળી કે ગ્રીન જેવા રંગ શોભે છે. વાદળી આંખ પર વાદળી રંગનું કાજલ લગાવવાથી દૂર રહો. કાળો, ગ્રે, વાયોલેટ જેવા રંગથી વાદળી આંખની સુંદરતા વધારે નિખરીને બહાર આવે છે.

આઈબ્રોઝ : ચહેરાની સુંદરતા વધારવા માટે આઈબ્રો કલર પર ખાસ ધ્યાન આપો. આઈબ્રો કલરથી તમે તમારા ચહેરાને આકર્ષક બનાવી શકો છો. શેપ આપવા માટે બ્રાઉન પેન્સિલનો ઉપયોગ કરો. આઈબ્રો કલર પસંદ કરતા પહેલાં તમારા વાળ તથા સ્કિન ટોનનું ધ્યાન રાખો. તે નેચરલ દેખાવા જેાઈએ.

પાંપણ : જ્યારે પણ મસ્કારા લગાવો ત્યારે તમારી પાંપણને કર્લ કરવાનું ભૂલશો નહીં. આમ કરવાથી તમારી પાંપણને આકર્ષક લુક મળશે. ભવ્યા જણાવે છે, ‘‘ઘણી વાર મસ્કારા લગાવતી વખતે તેના ફેલાઈ જવાનો ડર રહે છે. આ સ્થિતિમાં જણાવેલી ટ્રિકનો પ્રયોગ કરો – ઉપરની પાંપણ પર મસ્કારા લગાવતી વખતે ચહેરાને ઉપર ઉઠાવી લો તથા નીચેની પાંપણ પર નીચે જેાઈને લગાવો.’’ એકબીજા સાથે ચોંટેલી પાંપણ મસ્કારાના લુકને ખરાબ કરી દે છે. આ સ્થિતિમાં મસ્કારાને નીચેથી ઉપર ઝિગઝેગ અંદાજમાં લગાવો. સાથે પહેલો કોટ સુકાઈ ગયા પછી બીજેા કોટ લગાવો. મસ્કારા સુકાઈ ગયા પછી આઈલેશ કોમ્બનો પ્રયોગ કરીને તેને ક્લીન લુક આપો. જેાકે બનાવટી પાંપણ પર મસ્કારાનો એક કોટ પૂરતો છે. બનાવટી પાંપણ લેતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તે તમારી લેશલાઈનની વધારે નજીક હોય.

– તેજસ્વિની સિંહ.

વધુ વાંચવા કિલક કરો....