ભારતમાં છૂટાછેડાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ૧૦ વર્ષ પહેલાં જ્યાં ભારતમાં ૧ હજાર લોકોમાં ૧ વ્યક્તિ છૂટાછેડા લેતી હતી, ત્યાં હવે આ સંખ્યા ૧,૦૦૦ પર ૧૩થી વધારે થઈ ગઈ છે. છૂટાછેડાની અરજી પહેલાંથી બેગણી માત્રામાં જમા થઈ રહી છે. ખાસ તો મુંબઈ, બેંગલુરુ, કોલકાતા, લખનૌ જેવા મોટાં શહેરોમાં આ ટ્રેન્ડ વધારે જેવા મળી રહ્યો છે. આ શહેરોમાં માત્ર ૫ વર્ષમાં છૂટાછેડા ફાઈલ કરવાની બાબતમાં લગભગ ૩ ગણો વધારો નોંધાયો છે. ૨૦૧૪માં મુંબઈમાં છૂટાછેડાના ૧૧,૬૬૭ કેસ ફાઈલ કરવામાં આવ્યા જ્યારે ૨૦૧૦માં આ સંખ્યા ૫,૨૪૮ હતી. આ રીતે ૨૦૧૪માં લખનૌ અને દિલ્લીમાં ક્રમશ: ૮,૩૪૭ અને ૨૦૦૦ કેસ ફાઈલ કરવામાં?આવ્યા જ્યારે ૨૦૧૦માં આ સંખ્યા લગભગ ૨,૩૮૮ અને ૯૦૦ હતી. છૂટાછેડાના કેસમાં આ વધારો અને દંપતીની વચ્ચે વધતા મતભેદનું કારણ શું છે? કેમ સંબંધ ટકતા નથી? એવા કયા કારણ છે જે સંબંધોની જિંદગી ટુંકાવે છે? આ સંદર્ભમાં અમેરિકાના મનોવૈજ્ઞાનિક અને મેરિજ એક્સપર્ટ જેન ગોટમેને ૪૦ વર્ષ અભ્યાસ અને અનુભવના આધારે તારણ આપ્યું કે મુખ્યત્વે ૪ એવાં પરિબળ છે, જેના લીધે દંપતીની વચ્ચે સંવાદહીનતાની સ્થિતિ ઊભી થવા લાગી છે. આ સ્થિતિના ૬ વર્ષમાં તેમના છૂટાછેડા થઈ જાય છે. ટીકાત્મક વલણ : એમ તો ક્યારેક ને ક્યારેક બધા એકબીજાની ટીકા કરે છે પણ પતિપત્ની વચ્ચે આ સામાન્ય વાત છે. સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે ટીકા કરવાની રીત એટલી ખરાબ હોય છે કે ઈજા સામેવાળાના દિલ પર થાય છે. કોઈપણ સ્થિતિમાં એક વ્યક્તિ બીજાને ખોટી સાબિત કરવાના પ્રયાસમાં લાગી જાય છે. તેની પર આરોપનો વરસાદ કરવા લાગે છે. આ સ્થિતિમાં કેટલીય વાર પતિપત્ની એકબીજાથી એટલા દૂર જતા રહે છે કે પાછા આવવું મુશ્કેલ થઈ જાય છે.

ઘૃણા : જ્યારે તમારા મનમાં જીવનસાથી માટે ઘૃણા અને તિરસ્કારના ભાવ ઊભરવા લાગે ત્યારે સમજી જાઓ કે હવે સંબંધ વધારે દિવસ ટકવાનો નથી. ઘૃણા પ્રદર્શન હેઠળ મહેણા મારવાં, કોપી કરવી, નામથી બોલાવવા જેવી કેટલીય હરકતો સામેલ હોય છે, જે સામેવાળાને મહત્ત્વહીન હોવાનો અહેસાસ કરાવે છે. આ પ્રકારની વર્તણૂક સંબંધોના મૂળ પર હુમલો કરે છે.

બચાવ કરવાની ટેવ : જીવનસાથી પર આરોપ મૂકીને સ્વયંને બચાવવાનું વલણ જલદીથી સંબંધના અંતનું કારણ બને છે. પતિપત્ની પાસેથી અપેક્ષા રાખવામાં?આવે છે કે તે દરેક સ્થિતિમાં એકબીજાને મદદ કરે. જ્યારે તે બંને એકબીજાના વિરોધમાં ઊભા રહેવા લાગે તો તેમનો સંબંધ કોઈ ન બચાવી શકે.

સંવાદહીનતા : જ્યારે વ્યક્તિ પોતાના જીવનસાથી પ્રત્યે ઉદાસીનતાની ચાદર ઓઢી લે છે, સંવાદ ખતમ કરી દે છે અને તેની વાતોને અવગણવા લાગે છે, ત્યારે બંને વચ્ચે આવેલી આ દીવાલ સંબંધમાં હાજર બાકીની જિંદગીનો પણ?અંત લાવી દે છે.

બીજું કોઈ કારણ : ક્વોલિટી ટાઈમ : ઈન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ એન્ડ ઈકોનોમિક ચેન્જ, બેંગલુરુ દ્વારા કરવામાં?આવેલા એક રિસર્ચ પ્રમાણે પતિપત્નીના અલગાવનું સૌથી મુખ્ય કારણ ડ્યુઅલ કરિયર કપલ (પતિપત્ની બંને કામકાજી હોવા)ની સતત વધતી સંખ્યા છે. આ રિસર્ચમાં એ વાત સામે આવી છે કે ૫૩્રુ મહિલાઓ પોતાના પતિ સાથે ઝઘડે છે, કારણ કે તેમના પતિ તેમની સાથે ક્વોલિટી ટાઈમ નથી વિતાવતા, ત્યાં ૩૧.૭્રુ પુરુષોને પોતાની વ્યવસાયી પત્નીઓ સામે ફરિયાદ છે કે તેમની પાસે પરિવાર માટે સમય નથી.

સોશિયલ મીડિયા : તાજેતરમાં અમેરિકામાં કરવામાં આવેલા અભ્યાસમાં જેાવા મળ્યું કે સોશિયલ મીડિયામાં વધારે સમય આપવાની પ્રવૃત્તિ અને છૂટાછેડાના દરમાં પરસ્પરના સંબંધ છે. વ્યક્તિ જેટલી વધારે સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય છે, પરિવાર તૂટવાનું જેાખમ એટલું જ વધારે હોય છે. તેના મુખ્યત્વે ૨ કારણ હોઈ શકે છે. પહેલું એ કે સોશિયલ મીડિયામાં ડૂબેલી રહેનાર વ્યક્તિ પત્નીને ઓછો સમય આપે છે. તે પૂરો સમય નવા મિત્રો બનાવવા અને લાઈક્સ અને કમેંટ્સ મેળવવાના ચક્કરમાં વ્યસ્ત રહે છે. બીજું એ કે આ વ્યક્તિના એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ હોવાના ચાન્સ વધી જય છે. સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ એક્સેપ્ટ કરવી અને તેને આગળ વધારવી ખૂબ સરળ હોય છે. ફ્રેન્ડશિપ એક્સેપ્ટ કરવી અને તેને આગળ વધારવી ખૂબ સરળ હોય છે.

ધર્મની અસર સંબંધ પર : સામાન્ય રીતે સંબંધમાં ક્યારેક ખટાશ અને ક્યારેક મીઠાશનો સમય ચાલતો જ રહે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે તમારી ભૂલો પર ધ્યાન ન આપો અને સમાધાન માટે પંડાપૂજારીઓ પાસે દોડો. પંડાપૂજારી પતિપત્નીના સંબંધને ૭ જન્મોનું બંધન જણાવે છે. સંબંધને બચાવવા માટે હંમેશાં સ્ત્રીને જ શિક્ષા આપે છે કે તે દબાઈને રહે, અવાજ ન ઉઠાવે. હકીકતમાં, ધર્મગુરુઓની તો ઈચ્છા જ હોય છે કે વ્યક્તિ ૭ જન્મોના ચક્કરમાં ફસાઈ રહે અને ગૃહકલેશથી બચવા માટે જુદાજદા ધાર્મિક અનુભાન અને પ્રવૃત્તિઓમાં પાણીની જેમ પૈસા વહાવતા રહે. સ્ત્રીઓ વધારે ભાવુક હોય છે. જપતપ, દાનપુણ્યમાં વિશ્વાસ ધરાવે છે. તેનો જ લાભ ઉઠાવીને ધર્મગુરુ તેમની પાસે આ બધું કરાવતા રહે છે જેથી તેમને ચડાવાનો લાભ મળતો રહે. તાજેતરમાં એક પરિવાર એટલે બરબાદ થઈ ગયો, કારણ કે ગૃહકલેશથી બચવા માટે ઘરની સ્ત્રીએ તાંત્રિકનો દરવાજેા ખખડાવ્યો. ગત ૨૫ મેના રોજ દિલ્લીના પાલમ વિસ્તારમાં એક પુત્રએ પોતાની સગી જનેતાની ચપ્પુ મારીને નિર્દયી રીતે હત્યા કરી નાખી. ૬૩ વર્ષની મા એટલે કે પ્રેમલતા પોતાના પુત્રવહુ સાથે રહેતી હતી. દરેક નાનીમોટી સમસ્યાના ઉકેલ માટે તે તાંત્રિકો?અને જ્યોતિષીઓ પાસે જતી. ઘરમાં અવારનવાર થતા ઝઘડાને નિપટાવવા માટે પણ તે તાંત્રિક પાસે ગઈ અને પછી તેના જણાવેલા ઉપાયને ઘરે આવીને અજમાવવા લાગ્યા. આ બધું જેાઈને વહુને લાગ્યું કે જાદુટોણા કરી રહી છે તેથી તેણે એ વાત પતિને જણાવી. પછી આ વાતને લઈને ઘરમાં ખૂબ ઝઘડા થયા અને પુત્રએ શાકભાજી કાપવાના ચપ્પુથી મમ્મી પર હુમલો કરી દીધો.

મજબૂત બનાવો સંબંધ : સંબંધ બનાવવા ખૂબ સહજ છે પણ તેને નિભાવવા મુશ્કેલ. જેન ગોટમેનના જણાવ્યા મુજબ સંબંધને મજબૂત બનાવવા માટે કપલ્સને આ વાતોનું ધ્યાન રાખવું જેાઈએ :

લવ મેપનો ફંડા : લવ મેપ માનવ મસ્તિષ્કનો તે ભાગ છે જ્યાં વ્યક્તિ પોતાના જીવનસાથી સાથે જેાડાયેલ દરેક પ્રકારની સૂચના જેમ કે તેની સમસ્યાઓ, આશાઓ, સપનાં સહિત બીજા મહત્ત્વપૂર્ણ સત્ય?અને લાગણીઓને ભેગા રાખે છે. ગોટમેનના જણાવ્યા મુજબ દંપતી લવ મેપનો પ્રયોગ એકબીજા પ્રત્યે પોતાની સમજ, લગાવ અને પ્રેમ પ્રદર્શિત કરવામાં કરી શકે છે.

સાથ આપો હંમેશાં : જીવનસાથીના જીવન સાથે જેાડાયેલ નાનામોટા પ્રસંગે તેની સાથે ઊભા રહ્યા. પૂરા ઉત્સાહ અને પ્રેમ સાથે તેના દરેક સુખદુખના ભાગીદાર બનો. મહત્ત્વ સ્વીકારો : કોઈપણ પ્રકારના નિર્ણય લેતી વખતે કે કોઈપણ મહત્ત્વપૂર્ણ કામ કરતી વખતે જીવનસાથીને ન ભૂલો. તેની સહમતિ અચૂક લો. તાણ દૂર કરો : પતિપત્નીની વચ્ચે તાણ લાંબા સમય સુધી કાયમ ન રહેવી જેાઈએ. જીવનસાથી તમારી કોઈ વાતથી દુખી છે તો મીઠા શબ્દોનો લેપ જરૂર લગાવો. એકબીજા સાથે સામંજસ્ય જળવી રાખો. કોમ્પ્રોમાઈઝ કરતા શીખો.

અંતર ન વધવા દો : ઘણીવાર પતિપત્ની વચ્ચેનો વિવાદ એટલો ગંભીર થઈ જાય છે કે નજીક આવવાના તમામ માર્ગ બંધ થઈ જાય. સાથી સ્વયંને અસ્વીકૃત અનુભવે છે. બંને આ બાબતે વાત તો કરે છે પણ કોઈ હકારાત્મક સમાધાન નથી લાવી શકતા. દરેક વાદવિવાદ પછી તે વધારે સંકોચ અનુભવે છે. ગોટમેન કહે છે કે ક્યારેય એવી તક ન આવવા દો. પતિપત્ની વચ્ચે વિવાદ એટલે વધે છે, કારણ કે તેમની વાતચીતમાં મધુરતા, ઉત્સાહ અને લગાવનો અભાવ હોય છે. તે સમજૂતી કરવા નથી ઈચ્છતા. તેના લીધે જ ભાવનાત્મક રીતે પણ એકબીજાથી દૂર થઈ જાય છે. આ અંતર ગમે તેટલું વધી જાય પણ એક કપલે એ જરૂર શોધવું જેાઈએ કે વિવાદના મૂળમાં શું છે અને તેને કેવી રીતે દૂર કરવું જેાઈએ.

પાર્ટનરને કમ્ફર્ટેબલ ફીલ કરાવો : પતિપત્નીએ આ વાતનું ધ્યાન રાખવું જેાઈએ કે તેમના જીવનસાથીને શું પસંદ છે, તે કઈ વાતથી ખુશ હોય છે. સમયાંતરે જીવનસાથી સાથે વીતેલી ખુશનુમા પળોનો ઉલ્લેખ કરો જેથી તે પ્રેમ તમે ફરીથી અનુભવી શકો.

– ગરિમા પંકજ

વધુ વાંચવા કિલક કરો....