લગ્નનો નિર્ણય દરેક વ્યક્તિના જીવનનો મહત્ત્વનો નિર્ણય છે. પોતાના લગ્નને લઈને લોકો ઉત્સાહિત રહે છે અને કેટલીય આશા પણ રાખે છે. પરંતુ ઘણીવાર આપણે જે વિચારીએ છીએ એવું થતું નથી. આપણને અહેસાસ થાય છે કે હકીકતની દુનિયા અને સપનાની દુનિયામાં ઘણો ફરક હોય છે. આવો જાણીએ ૨૦ વાતો જે લગ્ન પહેલાં દરેક યુવતીને ખબર હોવી જેાઈએ.

લગ્નની સાથે જ જવાબદારી પણ વધે છે. તમારે તમારી ઈચ્છાની સાથેસાથે પાર્ટનરની વાતોનું પણ ધ્યાન રાખવાનું હોય છે અને વ્યક્તિગત આઝાદી પર થોડોક અંકુશ આવી જાય છે. આ સ્થિતિમાં યુવતીઓને અહેસાસ થાય છે કે વાસ્તવિકતા, સપનાથી થોડીક અલગ હોય છે.

ઘણીવાર યુવતીઓના મનમાં ધ્યાન રહે છે કે લગ્ન પછી તે ઘરમાં જ રહી જશે. તેમને લાગે છે કે ઘરના કામ-કાજમાં જ તે ગૂંચવાયેલી રહી જશે પણ એવું વિચારવું સંપૂર્ણ રીતે યોગ્ય નથી. આધુનિક યુગમાં તમારા પતિને મેડ કે મા ન જેાઈએ. તેમને એક પત્ની જેાઈએ જે તેમને સમજી શકે અને તેમને દરેક રીતે સપોર્ટ કરી શકે. તેથી લગ્ન પછી યુવતીઓની ભૂમિકા પોતાના પાર્ટનરને દરેક રીતે સપોર્ટ કરવાની વધારે હોય છે. કારણ કે માત્ર ઘરેલુ કામ તો તે કોઈની પણ પાસે કરાવી શકે છે.

  • ભલે ને ગમે તેટલો પ્રેમ હોય, સંબંધમાં નાનીમોટી બોલાચાલી થાય છે. ઘણીવાર તમારે પતિની ભૂલોને માફ કરવી જેાઈએ. આ જ રીતે પોતાની ભૂલોને પતિ પણ માફ કરે છે. સંબંધ એ જ રીતે ચાલે છે.
  • પ્રેમ સમર્પણ માંગે છે, નજીકદીકી માંગે છે. સંબંધમાં ઉષ્મા જળવાઈ રહે તે માટે ઘણીવાર તમારે તમારા તરફથી પણ પ્રયાસ કરવા પડે છે.
  • લગ્ન પહેલા જેા તમે સંબંધમાં રહ્યા હો તો બોયફ્રેન્ડ સાથે કેઝ્યુઅલ વ્યવહારમાં કોઈ તકલીફ નથી પણ લગ્ન પછી બંનેની અપેક્ષા હોય છે કે તેમને માન મળે. તેથી તમે પતિને માન આપો ભલે ને તે કહે કે તેનાથી તેમને ફરક નહીં પડે.
  • લગ્ન પછી એ જરૂરી નથી કે તમારા પતિ તમારી આસ-પાસ જ ફરતા રહે અને તમારી દરેક ફરમાઈશ પૂરી કરતા રહે. લગ્ન પછી યુવતીઓએ પતિને પર્સનલ સ્પેસ આપવી અને તેમના કામને સમજવા પડે છે.
  • સંબંધમાં વાતચીત જરૂરી હોય છે. પોતાના સંબંધને સારો બનાવવા માટે સમયાંતરે બંનેએ પોતાના તરફથી પહેલ કરવી જેાઈએ.
  • આપણા જીવનમાં ઘણા લોકો આવે છે પણ દરેક માણસની ખાસિયત જ એ હોય છે કે તે બીજાથી અલગ છે. તેથી ક્યારેય પણ એ અપેક્ષા ન રાખો કે જેવો પેલો વ્યક્તિ હતો કે છે, એવો જ મારો પતિ પણ હોય.
  • સંબંધમાં જવાબદારીઓનો ભાર ઘણીવાર લાગે છે પણ તમારે સમજવું જેાઈએ કે સિંગલ રહેવું એ પણ કોઈ ખૂબ સારી જિંદગી નથી હોતી. એકાકી જીવન તરફ જવાથી સારું છે સંબંધ અને પાર્ટનરને સમજેા, લડો અને વસ્તુને અનુકૂળ થાઓ. વિશ્વાસ રાખો તેનાથી સારી ફીલિંગ કોઈ નથી હોતી.

સમજદાર પત્ની બનો :

  • લગ્ન પછી યુવતીઓને લાગે છે કે તેમના લગ્ન નોર્મલ ચાલી રહ્યા છે, પરંતુ નોર્મલ શું નથી હોતું. જીવનમાં બધું નોર્મલ જ હોય છે, બસ જેાવાના દષ્ટિકોણથી બધું સુંદર લાગે છે. જે નોર્મલ છે તો પણ તમે જ તેમાં રંગ ભરી શકો છો. નાની-નાની ખુશીને ઉજવતા શીખો.
  • ઘણીવાર લાગે છે કે લગ્નનો નિર્ણય જલદી લીધો. પરંતુ કોઈના સાથના મહત્ત્વનો અહેસાસ આપણને ધીમેધીમે થાય છે. ઘણીવાર સંબંધ તૂટ્યા પછી આપણને તેની જરૂર અનુભવાય છે.
  • લગ્ન પછી અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે જેનો સામનો કરવાની ક્ષમતા પણ છોકરીઓમા આવી જાય છે.
વધુ વાંચવા કિલક કરો....