સામગ્રી :
૧/૨ કપ મશરૂમ
૬ નાની ચમચી તેલ
થોડી ડુંગળી સમારેલી
૨ લીલાં મરચાં બારીક સમારેલાં
ચાટ મસાલો
ગરમ મસાલો
ચીઝના ટુકડા
જીરું પાઉડર
૧/૪ કપ પનીરના ટુકડા
૧-૨ આલૂ બાફેલા અને સમારેલા
૧/૨ નાની ચમચી આદુંલસણની પેસ્ટ
૧ નાની ચમચી વેસણ
૫૦ ગ્રામ પનીર
મીઠું સ્વાદ મુજબ.

રીત :
મશરૂમને બાફી લો. એક પેનમાં તેલ ગરમ કરીને ડુંગળી નાખીને વઘાર કરો. તેમાં લીલાં મરચાં અને આદુંલસણની પેસ્ટ નાખીને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી તમામ વસ્તુ ચડી ન જાય. તેમાં મશરૂમ સાથે ચાટ મસાલો, ગરમ મસાલો, જીરું પાઉડર અને છીણેલું પનીર નાખીને મિક્સ કરો અને ગેસ પરથી ઉતારીને તેમાં આલૂ અને પેસ્ટ તૈયાર કરી તેને પ્લેટમાં કાઢો. તેમાં થોડું વેસણ મિક્સ કરો. પછી હાથ પર થોડું ઓઈલ લગાવીને આ મિશ્રણથી કબાબ બનાવીને તેને ગરમ તેલમાં ફ્રાય કરો અને ફુદીનાની ચટણી સાથે સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....