સામગ્રી :
૬ ટાકો શેલ્સ
૨ મીડિયમ આકારના બાફેલા બટાકા
૧ નાની ડુંગળી બારીક સમારેલી
૧/૨ કપ મકાઈના બાફેલા દાણા
૧ નાનું ટામેટું સમારેલું
લીલાં મરચાં સમારેલાં
૩/૪ કપ દહીં
૧ નાની ચમચી શેકેલું જીરું
ચાટ મસાલો અને સંચળ
૧/૨ નાની ચમચી સ્મોક્ડ લાલ મરચું પાઉડર
ગાર્નિશિંગ માટે કોથમીર સમારેલી.

સામગ્રી આમલીની ચટણી બનાવવાની :
૨ મોટી ચમચી આમલીનો ગર
૧/૨ કપ ખાંડ
૧/૨ નાની ચમચી શેકેલું જીરું
૧/૨ નાની ચમચી સ્મોક્ડ લાલ મરચું પાઉડર

સામગ્રી લીલી ચટણી બનાવવાની :
કોથમીર સમારેલી
ફુદીના સમારેલો
૩ કળી લસણના ટુકડા
આદુંના ટુકડા
શેકેલા ચણા
૩ લીલાં મરચાં સમારેલાં
૧/૨ નાની ચમચી જીરું પાઉડર
૧ નાની ચમચી ચાટ મસાલો
૧/૨ નાની ચમચી શુગર
ચપટી હિંગ
૧/૨ કપ પાણી
૧ મોટી ચમચી લીંબુનો રસ
મીઠું સ્વાદ મુજબ.

રીત :
બંને ચટણીની સામગ્રીને અલગઅલગ મિક્સ કરી ચટણી તૈયાર કરો. એક મોટા બાઉલમાં આલૂ, ડુંગળી, ટામેટાં, લીલાં મરચાં, મકાઈના દાણા, મીઠું, જીરું પાઉડર, લાલ મરચું પાઉડર અને ૧ મોટી ચમચી તૈયાર લીલી ચટણી નાખીને મિક્સ કરો. આ ફિલિંગને દરેક ટાકો શૈલમાં ભરીને ઉપરથી ૧ ચમચી દહીં અને લીલી તેમજ લાલ ચટણી ઉમેરો. તેની પર ચાટ મસાલો, સંચળ, જીરું પાઉડર અને લાલ મરચું પાઉડર ભભરાવીને સર્વ કરો. -

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....