સામગ્રી :
૫૦૦ ગ્રામ બટાકા
૫૦૦ ગ્રામ રતાળુ
૫૦૦ ગ્રામ વટાણા
૫૦૦ ગ્રામ ગાજર
૨૦૦ ગ્રામ સીંગદાણા
૪ ચમચી આંદુ-મરચાંની પેસ્ટ
૪ ચમચી ખાંડ
૪ ચમચી લીંબુનો રસ
૧/૨ ચમચી હળદર
૪ ચમચી ગરમ મસાલો
૪ ચમચી કોથમીર સમારેલી
૪ ચમચી કોપરાની છીણ
તેલ જરૂર મુજબ
૧ ચમચી રાઈ
૧/૪ ચમચી હિંગ
ચમચી તલ
૫૦ ગ્રામ ટોસ્ટનો ભૂકો
મીઠું સ્વાદ મુજબ.

રીત :
છાલ ઉતારીને બટાકા બાફી લો. રતાળુ છીણીને બાફી લો. વટાણા બાફવા. ગાજર સમારીને બાફો. સીંગદાણા ખાંડો. ૪ બાઉલમાં બટાકા, ગાજર, વટાણા, રતાળુ જુદાજુદા રાખો. દરેકમાં સીંગ નાખો. મસાલો અલગ રાખો. દરેકમાં મીઠું, ખાંડ, આદું, મરચાં, લીંબુ કે દહીં, હળદર, ગરમ મસાલો, ઝીણી સમારેલી કોથમીર, કોપરાની છીણ નાખો અને હલાવો. એક જ સાઈઝની ૪ ડિશ લો. ચારેય ડિશમાં જુદો જુદો માવો પાથરો. ગેસ પર એક વાસણમાં તેલ મૂકી, રાઈ, હિંગ, તલનો વઘાર કરી, દરેક ડિશમાં નાખો. પહેલાં રતાળુનું પડ, તેના ઉપર વટાણાનું પડ, તેના પર ગાજરનું પડ અને છેડ ઉપર બટાકાનું પડ મૂકો. તેની પર ટોસ્ટનો ભૂકો ભભરાવો અને તેની પર વઘાર નાખો. પછી ઓવનમાં કે કુકરમાં સીટી વગર ગરમ મૂકો. ખાટ્ટીમીઠી ઢોકળી સામગ્રી અને રીત રોટલી, ભાખરી કે પૂરીમાંથી જે હોય તેના મોટા ટુકડા કરો. વઘારમાં તેલ મૂકી રાઈ, હિંગ, હળદર, મરચું નાખો. દહીંમાં પાણી નાખી છાશ વઘારો. ઊકળે એટલે તેમાં રોટલી, ભાખરી કે પૂરીના ટુકડા નાખો. મીઠું, ખાંડ, ગરમ મસાલો નાખો. જરૂર પડે તો પાણી રેડો.

વધુ વાંચવા કિલક કરો....