તમે ઊંઘવા ઈચ્છો છો, પણ મગજ ક્યાંક ભટકી રહ્યું છે. પછી ઊંઘ ન આવતા વિવશ બનીને તમે તમારા ફ્રેન્ડ સાથે ચેટિંગ કરવા લાગો છો અથવા બિનજરૂરી ફેસબુક અથવા યૂટ્યૂબ પર કોઈ વીડિયો જેાવા લાગો છો. ઊંઘવાનો પ્રયત્ન કરવાના બદલે તમે સોશિયલ મીડિયાને વળગી જાઓ છો. ઊંઘ ન આવવાની આ બીમારીને અનિદ્રા કહેવામાં આવે છે. જીવનશૈલી સંબંધિત રોગ સૌકોઈને પ્રભાવિત કરે છે અને તેમાં હાઈપરટેન્શન, તાણ, ડિપ્રેશન, અનિદ્રા વગેરેનો સમાવેશ થાય છે.

ઊંઘ ન આવવાની સમસ્યા :
હકીકતમાં જરૂર કરતા વધારે પ્રમાણમાં કામ કરવાથી મગજ તથા શરીરમાં થાક, ઉતાવળમાં ભોજન કરવું અને જંક ફૂડ પર વધારે નિર્ભરતાથી લાઈફસ્ટાઈલમાં આ પ્રકારની અનિયમિતતા આવે છે. અનિદ્રા અનેક કારણસર મનુષ્યને અસર કરી શકે છે. તે વ્યક્તિની માનસિકતા અને શારીરિક સ્વાસ્થ્યને બગાડી શકે છે. એક અભ્યાસ અનુસાર અમેરિકામાં ૩૦ થી ૪૦ ટકા વયસ્ક ઊંઘ ન આવવાની બીમારીથી પીડિત છે, જ્યારે ૧૦ થી ૧૫ ટકા વયસ્કોને આ સમસ્યા પોતાના પરિવાર પાસેથી વારસામાં મળી છે. ભારતમાં ૧ કરોડથી વધારે લોકો ઊંઘ ન આવવાની સમસ્યાથી પીડાય છે. આ બધાનું મુખ્ય કારણ એ છે કે દરેક વ્યક્તિ વધારે પૈસા કમાવવા ઈચ્છે છે, તેથી તે મોડી રાત સુધી ઓફિસમાં રોકાય છે. તેમને પાર્ટીમાં પણ જવું પડે છે, તેથી તે ઓફિસ પછી પાર્ટી પણ એટેન્ડ કરે છે. આજે તેમની જિંદગીમાં દરેક બાબત પરફેક્ટ છે, પણ એક વસ્તુ ગાયબ છે અને તે છે ઊંઘ.

જિંદગી પર ઘેરો પ્રભાવ :
અનેક લોકો એ વાત નથી જાણતા કે આપણા મગજમાં એક ઊંઘવાની અને એક જાગવાની સાઈકલ હોય છે. જેા સ્લીપ સાઈકલ વર્કિંગ મોડમાં હોય ત્યારે વેકઅપ સાઈકલ ઓફ રહે છે, કારણ કે તે ત્યારે એક્ટિવ થાય છે જ્યારે સ્લીપ સાઈકલ કામ કરવાનું બંધ કરી દે છે. તેથી જ્યારે કોઈ અનિદ્રાગ્રસ્ત હોય છે ત્યારે તેની બાયોલોજિકલ સિસ્ટમમાં બંને સાઈકલ એક જ સાઈડ કામ કરે છે. સ્વાસ્થ્યને હાનિકર્તા ઊંઘ ન આવવાની આ ટેવ જીવન પર ઘેરો પ્રભાવ પાડે છે, તેથી કોઈ પણ વ્યક્તિને ઊંઘવામાં મુશ્કેલી થાય છે, જેથી તેની એનર્જીમાં પણ ઘટાડો થાય છે અને તેનું મન કોઈ એક જગ્યાએ લાગતું નથી. તેનો મૂડ સતત બદલાતો રહે છે. તેની સાથે તેના પર્ફોર્મન્સ પર પણ અસર થાય છે.

કેટલી જરૂરી છે ઊંઘ :
ઊંઘ ન આવવાની સમસ્યાથી પીડિત મોટાભાગના લોકો પોતાની રોજબરોજની જિંદગીમાં અનેક પરેશાનીનો સામનો કરતા હોય છે. ઊંઘ ન આવવાથી લોકો તાણગ્રસ્ત રહે છે. તેમને ખૂબ જ ગુસ્સો આવી જાય છે. તેમનું મગજ યોગ્ય રીતે કામ નથી કરી શકતું. કેટલાક લોકો તો મોડે સુધી ઓફિસમાં બેસી રહેતા હોય છે. તેઓ એક જ ચેર પર બેઠાંબેઠાં મોડા સુધી કામ કર્યા કરે છે, જેથી તેમની કરોડરજ્જુનાં હાડકાંમાં દુખાવો થવા લાગે છે અને તે કમરના દુખાવાની સમસ્યાનો પણ શિકાર બને છે. જેા ઊંઘ ન આવવાની સમસ્યા ૩-૪ અઠવાડિયાથી વધારે રહે તો તે વ્યક્તિએ ડોક્ટરનો સંપર્ક કરવો જેાઈએ. કેટલાક લોકો ઊંઘ ન આવવાની સમસ્યાની સારવાર કરાવવાથી પણ ડરે છે, કારણ કે તેઓ વિચારે છે કે આ બીમારીની દવા લેવાથી સાઈડ ઈફેક્ટ સહન કરવી પડશે, પરંતુ આ બીમારીને કુદરતી સારવારથી પણ ઠીક કરી શકાય છે. આપણને બધાને ૮ કલાકની ભરપૂર ઊંઘની જરૂર પડે છે. ઊંઘ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે.

શું કરશો :
જેા તમને અનિદ્રાની બીમારી હોય તો તમે ઘરે જ તેનો ઉપાય અજમાવી શકો છો – ઊંઘતા પહેલાં ગરમ પાણીથી સ્નાન કરો. સ્નાન એક એક્સર્સાઈઝ જેવું રહેશે. ગરમ પાણીથી સ્નાન કર્યા પછી બેડ પર જતા જ તમને ઊંઘ આવી જશે. દિવસભરની મહેનત પછી તમારે તમારી માંસપેશીઓને આરામ આપવા અને યોગ્ય ઊંઘ લેવા શરીરને કૂલડાઉન કરવાની જરૂર પડે છે. તેના માટે તમે કોઈ ટબ અથવા ડોલમાં નવશેકા પાણીમાં પગને ડુબાડીને રાખી શકો છો. શરીરની માંસપેશીઓ અને કોશિકાઓને આરામ આપવા માટે તમે ૧ ચમચી એપ્સોમ સોલ્ટ અથવા ડેડસી સોલ્ટને પાણીમાં નાખી શકો છો. ફૂટ બાથ તમારી સ્કિનને બેક્ટેરિયાથી બચાવે છે અને દિવસભરના થાકથી થતા પગના દુખાવાને પણ ઘટાડે છે. ગરમ પાણીમાં તમે કેટલાક તેલ પણ નાખી શકો છો, જેનાથી રિલેક્સ થવામાં મદદ મળશે. અનિદ્રાના રોગમાં કેટલાક તેલ પણ ખૂબ ફાયદાકારક છે. તમે તુલસીનું તેલ, દેવદારનું તેલ, લવન્ડર તેલ, રોઝમેરીનું તેલ, વિન્ટર ગ્રીન ઓઈલ વગેરેનો ઉપયોગ પણ કરી શકો છો. માત્ર તમારે કોઈ પણ તેલના ૧-૨ ટીપાં પાણીની ડોલમાં નાખવાના છે.

ઘરેલુ ઉપચાર :
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લવન્ડરના તેલથી માલિશ કરવાથી આ તેલ લગાવ્યાની ૫ મિનિટમાં જ તે શરીરની કોશિકાઓમાં પહોંચી જાય છે. આ તેલનો શાંત પ્રભાવ ઊંઘ ન આવવાની બીમારીથી બચાવે છે. તેની સુગંધ સીધી મગજ સુધી પહોંચે છે અને તેલના બાષ્પીકૃત આંતરિક તત્ત્વો સીધા શ્વાસમાં પ્રવેશે છે. જેા ઊંઘવા જતા પહેલાં ગરમ પાણીથી નહાવાનો સમય ન હોય તો નવશેકા પાણીમાં પગ ડુબાડો. દિવસભરના થાક પછી આ રિલેક્સ કરનાર ઉત્તમ ઉપાય છે. આ ઉપાય દ્વારા સ્કિન હાઈડ્રેટ થાય છે, માંસપેશીઓ ઢીલી પડે છે. તેનાથી રિલેક્સ થવામાં મદદ મળી રહે છે, જેથી પથારીમાં તરત જ ઊંઘ આવી જાય છે.

– ડો. નરેશ અરોરા.

વધુ વાંચવા કિલક કરો....