કોઈ ખાસ પ્રસંગે તમારા લુકમાં નિખાર લાવવા માટે પ્રસ્તુત કરીએ છીએ, કેટલીક બ્યૂટિ ટિપ્સ, જે અજમાવીને તમે પણ બની શકો છો બ્યૂટિ ક્વીન.

પ્રી મેકઅપ ટિપ્સ :
ઉંમર ભલે ને ગમે તે હોય, સીટીએમપી નામના ૪ સ્ટેપ્સ દરેક સ્થિતિમાં મેકઅપ પહેલાં જરૂરી છે. એક ઉંમર પછી સ્કિન મહદ્ અંશે ડ્રાઈ થઈ જાય છે, તેથી ક્લીંઝિંગ માટે માત્ર નરિશિંગ ક્લીંઝિંગ મિલ્ક અથવા તો ક્લીંઝિંગ ક્રીમનો ઉપયોગ કરો. તે સ્કિનને રૂક્ષ કર્યા વિના ડીપ ક્લીન કરશે. વધતી ઉંમરની નિશાનીમાં ખૂબ કોમન સમસ્યા છે ઓપન પોર્સની. સમયની સાથે પોર્સ વધતા હોય છે, જેથી સ્કિન પર એજિંગ દેખાવા લાગે છે. આ પોર્સને મિનિમાઈઝ કરવા માટે ક્લીઝિંગ પછી ટોનિંગ અચૂક કરો. મોઈશ્ચરની ઊણપથી ફેસ પર રિંકલ્સ દેખાય છે, તેથી સ્કિન પર મોઈશ્ચરાઈઝર લગાવો. સૂર્યના હાનિકારક કિરણો ન માત્ર સ્કિનને બાળી નાખે છે, પરંતુ તેનાથી સ્કિન પર કરચલી, બ્રાઉન સ્પોટ્સ વગેરે પણ દેખાવા લાગે છે. તેથી તડકામાં નીકળતા પહેલાં સનસ્ક્રીન લગાવીને સ્કિનને આ હાનિકારક કિરણોથી પ્રોટેક્ટ કરો.

ફેસ મેકઅપ :
મેકઅપની પરફેક્ટ શરૂઆત માટે સૌપ્રથમ ફેસ પર પ્રાઈમરનો ઉપયોગ કરો. પ્રાઈમરમાં સિલિકોન હોય છે, જેા ફેસની ફાઈન લાઈન્સ તથા રિંકલવાળી જગ્યાને ભરી દે છે. જેાકે મેકઅપ કર્યા પછી એજિંગ સાયન્સ વધારે દેખાય છે, તેથી તેને મેકઅપ પહેલાં ફિલ કરવા જરૂરી બની જાય છે. ડીડી એટલે કે ડેમેજ ડિફાઈંગ ક્રીમથી ફેસને સ્મૂધ ટેક્સ્ચર આપો. આ ક્રીમમાં સામેલ વિટામિન અને મિનરલ્સ સ્કિનને રિંકલ્સથી બચાવે છે. જેા ફેસ પર માર્ક્સ અથવા સ્કર્પ્સ હોય તો તેને લિક્વિડ કંસીલરની મદદથી કવર કરો અને જેા આંખ નીચે ખાડા હોય તો તે જગ્યાએ લાઈટ ડિફ્યૂઝર પેનનો ઉપયોગ કરો. આ પેેન લાઈટને રિફ્લેક્ટ કરે છે, જેથી તે જગ્યા ભરેલી દેખાય છે. આઈ મેકઅપ તરફ આગળ વધતા પહેલાં ફેસ પર લૂઝ પાઉડર લગાવીને ફેસ મેકઅપને ફિક્સ કરો. ઉંમરના આ પડાવ સુધી પહોંચતાં ફેસ પહેલાંથી વધારે પાતળો થઈ જાય છે. આ સ્થિતિમાં તમારા ફેસના ફિચર્સને હાઈડ નહીં, પરંતુ હાઈલાઈટ કરો. તેના માટે ચીકબોંસની ઉપર, આઈબ્રોઝની નીચે તથા બ્રિજ ઓફ ધ નોઝ પર હાઈલાઈટરનો ઉપયોગ કરો અને ચીકબોન્સ પર ક્રીમ બેઝ બ્લશઓન લગાવો. તે સ્કિનને હાઈડ્રેટ કરશે સાથે મેકઅપ પર ગ્લો પણ લાવશે.

આઈ મેકઅપ :
ઉંમરના એક પડાવ પછી આઈબ્રોઝ ઝૂકવાનું અને પાતળી થવા લાગે છે. આ પ્રકારની આંખને ઉઠાવવા માટે આઈપેન્સિલની મદદથી આર્ક બનાવો. જેા આર્ક બનાવેલ હોય, તો તેને પેેન્સિલથી ડાર્ક કરો. આમ કરવાથી આંખ હાઈલાઈટ થઈનેે મોટી દેખાશે. આઈમેકઅપ માટે શિમર, ગ્લિટર અને ખૂબ વધારે લાઉડ શેડ્સનો ઉપયોગ ન કરો, કારણ કે તેનાથી રિંકલ્સ વધારે રિફ્લેક્ટ થાય છે. આઈશેડો માટે સોફ્ટ પેસ્ટલ શેડ્સનો ઉપયોગ પણ કરી શકો છો. તેની સાથે જ આઈસના આઉટર કોર્નર્સ પર ડાર્કબ્રાઉન શેડ દ્વારા કંટૂરિંગ અવશ્ય કરો. તેનાથી આંખ ડીપ સેટ અને યંગ દેખાશે. સ્કિનમાં કુદરતી ભીનાશ અને સ્થિતિસ્થાપકતામાં ઘટાડો થવાથી આંખ પહેલાં કરતા થોડી નાની થઈ જાય છે. આ સ્થિતિમાં લિક્વિડ આઈલાઈનરને બદલે પેન્સિલ આઈલાઈનર અથવા આઈલેશ જેાઈનરનો ઉપયોગ કરવો હિતાવહ રહે છે. આઈલાઈનરની એક પાતળી લાઈન લગાવીને સ્મજ કરી લો, પરંતુ ધ્યાન રાખો કે તે ડ્રૂપિંગ ન થાય, પરંતુ ઊઠેલી દેખાય. આ એજમાં આંખ પર કલર્ડ લાઈનર લગાવવાથી દૂર રહો. આઈલેસિસ પર વોલ્યૂમાઈઝિંગ મસકારાનો ડબલકોટ અચૂક લગાવો. આ એજ સુધી આવતાંઆવતાં લગભગ બધાની આંખ નાની થવા લાગે છે, તેથી વોટરલાઈન પર વાઈટ પેન્સિલ લગાવો, કારણ કે તેનાથી આંખ મોટી દેખાય છે.

લિપ મેકઅપ :
હોઠ પર બ્રાઈટ શેડની લિપસ્ટિક લગાવીને તમે વધારે યંગ દેખાઈ શકો છો. જેા હોઠ પાતળા થઈ ગયા હોય, તો તેને બ્રાઈટ શેડના લિપલાઈનર દ્વારા આઉટલાઈન કરો અને લિપ પ્લંપરનો ઉપયોગ કરો. આમ કરવાથી લિપ્સ પાઉટી દેખાશે. ત્યાર પછી લિપલાઈનર દ્વારા મેચ કરતા બ્રાઈટ શેડની લિપસ્ટિકથી લિપ્સને ફિલ કરો.

– ભારતી તનેજા

વધુ વાંચવા કિલક કરો....