આઈ કેચિંગ કેરી લુક કહેવા પૂરતું તો મેકઅપ પૂરા ચહેરાનો હોય છે, પરંતુ ફેસ પર લુકની તો હાલના દિવસોમાં આંખ પર કેટ આઈ લુક ખૂબ ચલણમાં છે.

  • મેકઅપની શરૂઆતમાં ફેસ પર સૂફલાનો ઉપયોગ કરી શકો છો. તે લગાવતા જ પાઉડર ફોર્મમાં પરિવર્તિત થઈ જાય છે અને ફેસને મેટ લુક આપે છે, પરંતુ સ્કિન ડ્રાઈ હોય તો ફાઉન્ડેશન રૂપે ટિંટિડ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરી શકો છો. તેનાથી સ્કિન સોફ્ટ થશે અને સ્કિન ગ્લોઈંગ નજરે પડશે.
  • મેચિંગ અને કોમ્પ્લિમેટિંગ આઈ મેકઅપની સાથેસાથે આ સમય છે આંખને કેટી લુક આપવાનો. આ લુક માટે આઈશેડો અથવા આઈલાઈનર બંનેમાંથી ગમે તેનો ઉપયોગ કરી શકો છો કે પછી સ્મોકી શેડ્સની સાથે પણ લુકને ક્રિએટ કરી શકો છો.
  • કેટ લુક વિથ સ્મોકી ઈફેક્ટ : સ્મોકી કેટી લુક માટે મેટાલિક સિલ્વર, સ્ટીલ ગ્રે, ઈલેક્ટ્રિક બ્લ્યૂ, પિકોક ગ્રીન જેવા હોટ કલર્સનો પ્રયોગ કરી શકો છો. લોઅર લેશિસ પર પણ અપર આઈસ જેવો વાઈબ્રન્ટ લુક દર્શાવવા માટે સ્મજ કરતા લાઈનર લગાવો અને ઉપરથી કંટૂરિંગ માટે કલર લાઈનરનો ઉપયોગ અવશ્ય કરો, જેમ કે બ્રાઉન આઈસ સાથે પર્પલ, ગ્રીન સાથે મરૂન અને બ્લૂ સાથે બ્લૂ અથવા કોપર.
  • કેટ લુક વિથ આઈશેડો : આઈશેડોનો પણ કેટ લુક આપવા માટે ઉપયોગ કરી શકો છો, જેમ કે પોતાના ડ્રેસ સાથે મેચિંગ શેડને આઈસ પર બહારની તરફ કાઢતા લગાવો અને ત્યાર પછી આઈલિડ પર બ્લેક લાઈનર અને લેશિસ પર મસકારાના કોટ્સ લગાવીને આઈસને પૌપ્ડ આઉટ કરો.
  • કેટ લુક વિથ લાઈન : આઈસ પર ન્યૂટ્રલ શેડ જેમ કે બેસ અથવા વેનિલા કલરનો આઈશેડો લગાવીને જેલ લાઈનર દ્વારા પણ આંખને કેટ આઈ લુક આપી શકો છો.
  • પરફેક્ટ કલર્સ ફોર કેટ લુક : કેટ લુક સાથે ચોકલેટ બ્રાઉન, મરસાલા એમરલ્ડ ગ્રીન, ઈન્ડિગો બ્લૂ, કોપર, રસ્ટ, ગોલ્ડન, આર્કિડ, લાઈટ બ્રાઉન જેવા ઘણા બધા વાઈબ્રન્ટ શેડ્સનો ઉપયોગ કરી શકો છો.
  • કેટી લુક દ્વારા આંખ ખૂબ સેક્સી દેખાય છે, સાથે ઉપસેલી પણ નજરે પડે છે. આ જ કારણસર આ મેકઅપ મોટી ઉંમરની મહિલાઓ પર ખૂબ સારો લાગે છે, કારણ કે ઉંમરના એક પડાવ પછી આંખ ઝૂકવા લાગે છે.
  • જેા આઈ મેકઅપ ડાર્ક હોય તો લિપ્સ પર સ્ટેનિંગ કરી શકો છો. આ હાલના દિવસોમાં ખૂબ ચલણમાં પણ છે. તે માટે તમે લિપ સ્ટેન પેન, ક્રેયાન્સ વગેરેનો ઉપયોગ કરી શકો છો અને જેા મેકઅપ લાઈટ હોય તો લિપ્સને બ્રાઈટ શેડ જેમ કે ઓક્સબ્લડ, રોસ્ટેડ કોફી, મરસાલા, ચેરી રેડ જેવા મેટ શેડ્સથી સીલ કરો. હાલના દિવસોમાં લિપગ્લોસ આઉટ ઓફ ટ્રેન્ડ છે. આ સ્થિતિમાં તેનો ઉપયોગ કરવાથી દૂર રહો.
  • હેરસ્ટાઈલ : વાળમાંથી કાંસકીથી ઈયર ટૂ ઈયર સેક્શન અલગ કરો. ટોપના વાળને રહેવા દઈને તેના પછીના વાળની એક તરફ પોની બનાવો અને તે તરફ પોની પર આર્ટિફિશિયલ વાળ પિનથી સેટ કરો. હવે વચ્ચેથી વાળ લઈને લેયર્સમાં બેકકોમ્બિંગ કરો અને હળવું સ્પ્રે કરો. આ સ્પ્રે વાળને હોલ્ડ કરશે. હવે બધા બેકકોમ્બિંગવાળા વાળ પોની તરફ લાવી દો. તેને કાંસકીથી નીટ લુક આપો. પછી તેને પોની પર સેટ કરો. હવે આગળથી સાઈડની માંગ કાઢીને આગળ તરફ કાંસકી ફેરવીને હેરસ્પ્રે કરીને ટ્વિસ્ટ કરતા અનટાઈડી લુક આપો. પછી તેને પિનથી સેટ કરો. હવે તેમાં હેરસ્પ્રે કરો. નીચેના વાળની ૧-૧ લટ લઈને જેલ લગાવ્યા પછી ટ્વિસ્ટ કરો. હવે આગળના વાળને બેકકોમ્બિંગ કરો. પછી નીડ કરતા એક સાઈડથી વાળને પ્લેન કરીને પોનીમાં જ સેટ કરો અને ત્યાર પછી સ્પ્રે કરો. હવે પોનીને ફ્લાવર એક્સેસરીઝથી સજાવો.

ગેટ એ કોર્પોરેટ લુક :

  • કોર્પોરેટ મેકઅપ લુક માટે શિયર અથવા લાઈટ શેડનું ફાઉન્ડેશન પસંદ કરો. તે નેચરલ લુક આપે છે. તેને બ્રશની મદદથી પૂરા ચહેરા પર લગાવીને મેકઅપનો બેસ તૈયાર કરો. જેા ઈચ્છતા હોય કે મેકઅપ લાંબા સમય સુધી જળવાઈ રહે, તો મોઈશ્ચરાઈઝર અને ફાઉન્ડેશન પછી પૂરા ફેસ અને ગળા પર સ્પંજથી સામાન્ય ટ્રાન્સલ્યૂસેન્ટ પાઉડર લગાવો.
  • બેઝ મેકઅપને ફાઈનલ ટચ આપવા માટે બ્રોંઝર સ્પ્રે યૂઝ કરવાનું ન ભૂલો. નેચરલ લુક માટે પીચ, લાઈટ પિંક અથવા રોઝી પિંક શેડના બ્રોંઝરને પસંદ કરો. તેને ફોરહેડ, નોઝ, ચીક્સ ચિન અને નેક એરિયા પર સ્પ્રે કરીને બ્રશની મદદથી બરાબર ફેલાવો. આમ કરવાથી સ્કિન નેચરલ ગ્લો કરશે અને મેકઅપ પણ લાંબા સમય સુધી જળવાઈ રહેશે.
  • જ્યારે બેઝ મેકઅપ સારી રીતે સેટ થઈ જાય ત્યારે આઈ મેકઅપ સેટ કરો. શરૂઆત આઈશેડોથી કરો. તે માટે ગ્રે, પીચ, આઈવરી, શેમ્પેન, બેબી પિંક, બેઝ, કોપર વગેરે આઈશેડો પસંદ કરો. આઈશેડોને પૂરી પાંપણ પર વ્યવસ્થિત લગાવો.
  • આઈ મેકઅપને કમ્પ્લીટ અને લેશ લાઈનને ડિફાઈન કરવા માટે બ્રાઉન શેડની આઈ પેન્સિલનો ઉપયોગ કરો અથવા તો આઈલેશિસને હાઈલાઈટ કરવા માટે બ્રાઉન મસકારાનો સિંગલ કોટ લગાવો.
  • મેકઅપ દરમિયાન મહદ્ અંશે લિપલાઈનર પછી લિપસ્ટિક લગાવવામાં આવે છે, પરંતુ કોર્પોરેટ મેકઅપ કરી રહ્યા હોય તો પહેલાં લિપસ્ટિક લગાવો. ત્યાર પછી લિપલાઈનરથી લિપ્સને પરફેક્ટ ડિઝાઈન કરો. અંતે લાઈટ શેડ્સનું લિપગ્લોસ લગાવીને લિપ મેકઅપને કમ્પ્લીટ કરો. હેરસ્ટાઈલ : કોર્પોરેટ લુક હેરસ્ટાઈલમાં નીટ લુક હોવું જેાઈએ. તે માટે નાના વાળ માટે અડધા વાળને લઈને પિનથી સેટ કરો અને બાકીના અડધા વાળને ખુલ્લા રહેવા દો. પછી લાંબા વાળની ઊંચી પોની બનાવો. અરેબિયન મેકઅપ જે બોલ્ડ લુક પસંદ હોય તો અરેબિયન મેકઅપ અવશ્ય તમને આકર્ષશે, તેમાં રંગની વિશાળ રેંજ છે જેમ કે ગોલ્ડ, સિલ્વર, મેંદી ગ્રીન, ક્રિમસન રેડ, ઓરેંજ, ફ્યૂશિયા વગેરે.
  • ફેસને ફ્રેશ અને ફ્લોલેસ લુક આપવા માટે ફાઉન્ડેશન સૂફલે અથવા તો મુઝનો ઉપયોગ કરો. તે ઓઈલને શોષી લેશે અને ફેસ પર બિલકુલ લાઈટ નજરે પડશે. ચીક્સને હાઈલાઈટ કરવા અને ફેસ પર ગ્લો લાવવા માટે પીચ શેડનું બ્લશઓન લગાવો.
  • આંખ પર ચાર્મિંગ અહેસાસ લાવવા માટે ઈનર કોર્નર પર સિલ્વર સેન્ટરમાં ગોલ્ડન તથા આઉટર કોર્નર પર ડાર્ક મેેંદી કલરનો આઈશેડો લગાવો. ત્યાર પછી કટ ક્રીઝ લુક આપતા બ્લેક કલરથી આંખનું ડીપ સેટિંગ કંટૂરિંગ કરો. આમ કરવાથી આંખ મોટી અને સેક્સી દેખાશે.
  • આઈબ્રોઝની નીચે પર્લ ગોલ્ડ શેડ દ્વારા હાઈલાઈટિંગ કરો અને આઈને શાઈન કરવા માટે મલ્ટિગ્લિટર્સને ઉપર લગાવો. આમ કરવાથી આઈમેકઅપ વધારે ખૂબસૂરત હાઈલાઈટ થશે અને આંખ પણ ઝગમગવા લાગશે. આંખના શેપને ડિફાઈન કરવા માટે અરેબિયન સ્ટાઈલને અપનાવી શકો છો. આ લાઈનરમાં ઉપર તથા નીચે એમ બંને તરફ બહારની વિંગ કાઢી દો અને ઈનર કોર્નર પર લાઈનરને થોડું અણીદાર કરો. હવે હાર નીકળેલી આ બંને વિંગની સ્પેસને સિલ્વર ગ્લિટરથી ફિલ કરો. આંખને કમ્પ્લીટ સેંશ્યુઅલ લુક આપવા માટે પાંપણ પર આર્ટિફિશિયલ લેશિસ અવશ્ય લગાવો. લેશિસને આઈલેશ કર્લર દ્વારા કર્લ કરીને મસકારાનો કોટ લગાવો, જેથી તે નેચરલ લેશિસ સાથે પરફેક્ટલી મર્જ થઈ જાય. વોટરલાઈન પર બોલ્ડ કાજળ લગાવીને આઈ મેકઅપને કમ્પ્લીટ કરો.
  • આમ તો લિપ મેકઅપ હંમેશાં આઈ મેકઅપને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, પરંતુ અરેબિયન મેકઅપમાં ઓવરઓલ લુક બોલ્ડ રહે છે, તેથી આઈની સાથેસાથે લિપ્સ પર પણ બોલ્ડ કલરની લિપસ્ટિક લગાવો.
  • હેરસ્ટાઈલ : અરેબિયન ઓવરલેપિંગ માટે વાળને સારી રીતે ઓળી લો, જેથી હેરસ્ટાઈલ બનાવતી વખતે વાળમાં ગૂંચ ન પડે. સૌપ્રથમ ઈયર ટૂ ઈયર પાર્ટિશન કરો. ત્યાર પછી ક્રાઉન એરિયાથી થોડા વાળ લઈને સારી રીતે ઓળી લો. હવે સ્ટફિંગ મૂકીને વાળને આગળ તરફ રોલ કરીને પિન કરો. પછી ફ્રંટના વાળમાં સેન્ટર પાર્ટિંગ કાઢો અને ૧-૧ લેયર લઈને ઓવરલેપિંગ કરો એટલે કે રાઈટ સાઈડવાળા વાળને લેફ્ટ સાઈડમાં અને લેફ્ટ વાળને રાઈટ સાઈડમાં લાવીને પિન કરો. પાછળના વાળની નાનીનાની લેયર લઈને ટ્વિસ્ટ કરો અને પિન લગાવો. અંતે એક્સેસરીઝથી તેને ડેકોરેટ કરો.

– ભારતી તનેજા

વધુ વાંચવા કિલક કરો....