વાળની એક મોટી સમસ્યા વાળ પર તડકો પડવો છે. તડકામાં વાળનો રંગ હળવો થઈ જાય છે. તડકામાં લાંબા સમય સુધી રહેવાથી વાળની હાઈલાઈટ ઓક્સિડાઈઝ થઈ શકે છે, જેથી અનિચ્છિત શેડ પેદા થાય છે. તેથી હાઈલાઈટેડ વાળની કાળજી માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો: શ્ર માત્ર સોડિયમ લોરિલ સલ્ફેટ મુક્ત શેમ્પૂનો જ ઉપયોગ કરો, જેા કલર્ડ કે હાઈલાઈટેડ વાળને ટ્રીટ કરવા માટે હોય છે. વાળનો રંગ લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે એ નિશ્ચિત કરવું જેાઈએ. તેની સાથે કલર સ્પેસિફિક શેમ્પૂનો અલ્ટરનેટ ઉપયોગ કરો, જે ખાસ વાળનો ચોક્કસ રંગ જાળવી રાખવા માટે ડિઝાઈન કરેલ હોય છે. શ્ર વાળનો રંગ ટકાવી રાખવા માટે સલ્ફેટ મુક્ત હેર કંડિશનરનો ઉપયોગ કરો. તેથી વાળને લાંબા સમય સુધી પોષણયુક્ત રાખવામાં મદદ મળશે.

જેના વાળ ડાર્ક રંગના હોય, તેણે શાઈન ઈન્હેસિંગ સ્ટાઈલિંગ ઉત્પાદનનો ઉપયોગ કરવો જેાઈએ. તે જાણવું પણ જરૂરી છે કે આ ચમક કેટલા સમય સુધી રહેશે અને વાળ કેટલા સ્વસ્થ રહેશે, જે સંપૂર્ણ રીતે આ વાત પર નિર્ભર કરે છે કે તમે વાળની કેટલી કાળજી રાખો છો. હાઈલાઈટેડ વાળ માટે કયા પ્રકારની કાળજીની જરૂર પડે છે, તે સમજવા માટે ૩ વાત પર ધ્યાન આપવું જરૂરી છે :

તમારા વાળ કેટલા ઝડપથી વધે છે? મોટાભાગના કિસ્સામાં સ્વસ્થ વાળની દર મહિને સરેરાશ વૃદ્ધિ ૫ મિમી.થી ૧૦ મિમી.ની વચ્ચે હોય છે. વાળની વૃદ્ધિ તમારા મેટાબોલિઝમ, આહાર તથા માથા પર તમે કયું ઉત્પાદન લગાવો છો, તેની પર નિર્ભર હોય છે. કલર્ડ વાળ પ્રાકૃતિક શેડથી અલગ કેવી રીતે હોય છે? તમારા વાળ માટે કયો શેડ પસંદ કરો છો. તેના આધારે કેટલીક ખાસ જરૂરિયાત હોય છે : ડીપ કંડિશનિંગ વાળને હાઈલાઈટેડ કરાવ્યા પછી સૌથી જરૂરી છે ડીપ કંડિશનિંગ, કારણ કે હાઈલાઈટેડ વાળ ખૂબ છિદ્રયુક્ત થઈ જાય છે, તેથી અઠવાડિયામાં કમ સે કમ એક વાર આ દિનચર્યાનું પાલન કરવું જરૂરી છે. વાળ પર કંડિશનિંગ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે કે વાળને હાઈડ્રેટ કરીને ભેજ જાળવવો, જેથી વાળ વધારે સિલ્કી અને સુંદર દેખાય. જેજેબા ઓઈલ યુક્ત કંડિશનર ડીપ કંડિશનિંગ હેર માસ્કનું નિર્માણ કરે છે. તેને અઠવાડિયામાં ૨ વાર વાળને ધોયા પછી લગાવો.

બેબી ટ્રિમ્સ કેમિકલ્સના વધારે ઉપયોગથી હાઈલાઈટ કરતી વખતે વાળ વધારે શુષ્ક થઈ જાય છે, જેથી મૂળિયા કમજેાર થઈ જાય છે. વાળ તૂટવા લાગે છે. વાળને તૂટતા અટકાવવા માટે ૮ થી ૧૦ અઠવાડિયામાં એક વાર વાળને ટ્રિમ કરાવો, જેથી વાળ સ્વસ્થ અને મજબૂત બની રહેશે. તૂટેલા વાળને રિપેર કરવા માટે કેસ્ટર ઓઈલ સાથે લવેન્ડર એસેંશિયલ ઓઈલ મિક્સ કરીને લગાવો. અટકાવો વાળ પર તડકો, ગરમી, ધૂળ, પાણી વગેરેની અસર થાય છે, જેથી હાઈલાઈટ્સના નુકસાન થવાની શક્યતા વધી જાય છે. આ રીતે બહારના તત્ત્વો રંગને હળવો કરી દે છે તથા વાળમાં રહેલો ભેજ તેમને શુષ્ક અને મૃત બનાવી દે છે, તેથી વાળને પાણીથી ધોઈ લો અને પછી વાળને ડીહાઈડ્રેશનથી બચાવવા માટે બહાર જતા પહેલાં વાળમાં જેજેબા ઓઈલ લગાવો. સુરક્ષા હીટેડ સ્ટાઈલિંગ ટૂલ્સ જેમ કે સ્ટ્રેટનર, બ્લો ડ્રાયર, કર્લિંગ આયર્નના પ્રયોગથી હાઈલાઈટેડ હેરને નુકસાન થાય છે.

વાળને મજબૂત અને સ્વસ્થ બનાવવા માટે જરૂરી છે કે વાળને વધારે ઉષ્ણતામાન સામે સુરક્ષા પ્રદાન કરવામાં આવે. વાળમાં ઓર્ગન ઓઈલ લગાવો. તેનાથી વાળને વધારે ઉષ્ણતામાનથી સુરક્ષા પ્રદાન કરવામાં મદદ મળશે. આફ્ટરકેર ટિપ્સ ફોઈલ હાઈલાઈટિંગ ટ્રીટમેન્ટ પછી ૨ કામ કરવા પડે છે. પ્રથમ તો લાંબા સમય સુધી વાળનો રંગ નવો જાળવી રાખવા માટે વાળને રક્ષણ આપવું જેાઈએ અને બીજું વાળને મજબૂત, ચમકદાર, સ્વસ્થ રાખવા માટે વાળને પોષણ આપવું જેાઈએ. ભીના વાળ પર કેસ્ટર ઓઈલ લગાવો, વાળ પર રૂમાલ બાંધી લો. ૧૦ મિનિટ પછી વાળને ધોઈ લો. આ પ્રક્રિયાથી વાળ વધારે સ્વસ્થ અને ચમકદાર બનશે, કારણ કે કેસ્ટર ઓઈલ વાળને ભેજયુક્ત રાખે છે. સ્ટાઈલિંગ ટિપ્સ હીટ સ્ટાઈલિંગ ટૂલ્સનો ઉપયોગ ઓછો કરો. આવા સાધનનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે, તો પહેલાં હીટ પ્રોટેક્ટેંટને સ્પ્રે કરો.

વોશિંગ ટિપ્સ ક્લોરીન : જેા હંમેશાં સ્વિમિંગ પુલમાં જાઓ છો, તોે સ્વિમિંગ પુલમાં જતા પહેલાં જરૂરી છે કે વાળમાં કંડશિનર કે જેજેબા ઓઈલ લગાવો. તેથી સ્વિમિંગ પુલમાં ક્લોરીનયુક્ત પાણી વાળને નુકસાન નહીં કરે.

પાણીનું ઉષ્ણતામાન : વાળને ઠંડા કે નવશેકા પાણીથી ધુઓ, કારણ કે ગરમ પાણી વાળમાંથી રંગને દૂર કરેે છે.

શેમ્પૂની ફ્રીકવન્સી : વાળ પર રોજ શેમ્પૂ કરવાથી નુકસાન થાય છે, તેથી શેમ્પૂ ત્યારે કરો જ્યારે વધારે જરૂર હોય અને શેમ્પૂ એસએલએસ મુક્ત હોય. વાળ હાઈલાઈટ કરાવ્યા હોય કે પછી ન કરાવ્યા હોય, બંને સ્થિતિમાં પ્રાકૃતિક શેમ્પૂ સૌથી બેસ્ટ છે.

– અમિત સારદા

વધુ વાંચવા કિલક કરો....