રોટલી બનાવવા માટે લોટ દરેકના ઘરમાં ગૂંદવામાં આવે છે, તેને કેવી રીતે પૌષ્ટિક બનાવશો, એ જાણવું પણ જરૂરી છે. મુલાયમ રોટલી બધા બનાવી નથી શકતા. તેથી આ ટિપ્સ પર ધ્યાન આપશો તો તમે પણ રોટલી મુલાયમ, પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક બનાવી શકશો :

રોટલી બનાવવા માટે લોટ ગૂંદી રહ્યા છો, તો તેમાં થોડું લોટનું ચળામણ મિક્સ કરો અથવા ઓટ્સનો લોટ. તેનાથી રોટલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. જે ઓટ્સનો લોટ નથી તો ઓટ્સને રોસ્ટ કરીને મિક્સરમાં પાઉડર બનાવીને ૩ ભાગ લોટમાં ૧ ભાગ ઓટ્સ પાઉડર મિક્સ કરો. ઓટ્સનું ચળામણ બજારમાં મળે છે. આ ૩ ભાગ લોટમાં ૨ મોટી ચમચી ઠીક રહેશે.

  • ૨ ભાગ લોટમાં ૧ ભાગ વેસણ મિક્સ કરવામાં આવે તો રોટલી તો પૌષ્ટિક બને જ છે, સાથે ડાયાબિટીસના દર્દીઓ માટે આ રોટલી સારી રહે છે.
  • રોટલીના લોટમાં લીલી ડુંગળી અથવા પાલકને ક્રશ કરીને મિક્સ કરો. થોડા મસાલા નાખો અને લોટ ગૂંદીને રોટલી બનાવો. ઈચ્છો તો પરોઠાં બનાવી શકો છો.
  • લોટને ગૂંદતી વખતે જે તેમાં થોડી સોજી અને મલાઈ નાખીને ગૂંદો તો પૂરી મુલાયમ અને ફૂલશે, સાથે તે પૌષ્ટિક પણ છે.
  • મઠરીનો લોટ ગૂંદી રહ્યા છો તો તેમાં થોડું દહીં અને ફુદીનો અથવા કસૂરી મેથી મિક્સ કરો. મઠરી સ્વાદિષ્ટ બનશે.
  • ઘઉંનો લોટ ગૂંદતી વખતે તેમાં થોડો ચોખાનો લોટ મિક્સ કરશો તો રોટલી વણતી વખતે તૂટશે નહીં. તે ઉપરાંત લોટનું ચળામણ કાઢશો નહીં. તેની સાથે ગૂંદો. તે સ્વાસ્થ્ય માટે સારું રહે છે.
  • શિંગોડાનો લોટ ગૂંદી રહ્યા છો તો તેમાં બાફેલા મેશ કરેલા બટાકા અથવા અળવી મિક્સ કરો. તેનાથી પરોઠાં અથવા પૂરી સારી બને છે.
  • જુવારનો લોટ ગૂંદી રહ્યા છો તો તેમાં થોડો ઘઉંનો લોટ અને ઝીણી સમારેલી ડુંગળી, મીઠું, આદું અને લીલાં મરચાંની પેસ્ટ મિક્સ કરો. રોટલી તો સ્વાદિષ્ટ બનશે જ, તેની સાથે પૌષ્ટિક પણ બનશે.
  • ઘૂઘરા અથવા સમોસા બનાવવા માટે મેંદો ગૂંદી રહ્યા છો તો તેને મોણ સાથે દૂધમાં ગૂંદો. ઘૂઘરા, સમોસા સ્વાદિષ્ટ અને મુલાયમ બનશે.
  • રોટલી બનાવવા માટે કે પછી ભટૂરે બનાવવા મેંદો ગૂંદી રહ્યા છો તો તેમાં ઝીણી સોજી, ખાંડ, દહીં, મીઠું અને બેકિંગ પાઉડર નાખો. સ્વાદિષ્ટ બનશે.
  • મકાઈના લોટને ચોખાના માંડથી ગૂંદો અને બાજરીના લોટમાં થોડો ઘઉંનો લોટ અથવા મેશ કરેલા બટાકા મિક્સ કરો. રોટલી સ્વાદિષ્ટ બનશે.
  • બાલૂશાહીના લોટ અથવા મેંદાને દહીંથી ગૂંદો. લોટ મુલાયમ ગૂંદો.
  • લોટમાં ઋતુગત શાક, વધી ગયેલા દાળભાત વગેરે મિક્સ કરીને ગૂંદો, રોટલી સ્વાદિષ્ટ અને ખૂબ જ ટેસ્ટી બનશે.
  • લોટને હંમેશાં નવશેકું પાણી અથવા દૂધથી ગૂંદો અને પછી ૧૫ મિનિટ સુધી ઢાંકીને રાખ્યા પછી જ રોટલી બનાવો.

– નીરા કુમાર

વધુ વાંચવા કિલક કરો....