બાળપણમાં તમે તમારા માતાપિતા અથવા દાદાજીને ફળ અને શાકભાજી ખરીદતા જેાયા હશે. તેઓ ફળ અને શાકભાજીને સ્પર્શીને, આમતેમ ફેરવીને જેાતા, જેથી ખબર પડે કે તે તાજા અને સારી ગુણવત્તાના છે કે નહીં. આ ઉપરાંત પણ તેઓ એવી અનેક રીત અજમાવતા, જેથી ખબર પડે કે તે ફ્રેશ છે કે નહીં. પરંતુ આટલું પૂરતું નથી. જાણી લો કે ઉત્તમ ચીજવસ્તુ પસંદ કરવાની સાથેસાથે તેને ખરીદ્યા પછી સલામત રાખવી પણ ખૂબ જરૂરી છે, જેથી તેના કુદરતી તત્ત્વો, સુગંધ અને તેેનો ખરો સ્વાદ જળવાઈ રહે. કોઈ પણ વસ્તુની ભીનાશ પર નિર્ભર કરે છે કે કેટલા લાંબા સમય સુધી તેના બધા ગુણ જળવાઈ રહેશે. ચીજવસ્તુઓ સલામત રહેશે તો ન માત્ર તેની ગુણવત્તા જળવાશે, પણ ખોરાકનો વ્યય પણ ઓછો થશે. નીચે જણાવેલી ૫ સલાહ પર ધ્યાન આપો, જેથી તમે તમારા માટે તાજા શાકભાજી પસંદ કરી શકો અને તેને લાંબા સમય સુધી ઉપયોગી રાખવી સરળ રહેશે :
કેવી રીતે પસંદ કરશો તાજા ફળ અને શાકભાજી :

ફળ અને શાકભાજીનું બાહ્ય પડ સામાન્ય રીતે કોમળ અને એકસમાન હોય છે. જેા આ પડ ઘસાયેલું અને દબાયેલું હોય તો સમજી લો કે ફળનો ગર ક્ષતિગ્રસ્ત થયો છે. સાઈટ્સ ફળ જે ખૂબ કઠણ હોય, પરંતુ અંદરથી સૂકું હોઈ શકે છે. રસવાળા ફળ સારા હોવાનો અંદાજ તેના વજન અને વજન પરથી લગાવી શકાય છે. તાજી ચીજવસ્તુમાં હળવી સોડમ હોય છે. તેની પર ડાઘ અને ધબ્બા નથી હોતા. બટાકા, લસણ અને કાંદાનું સખત હોવું પણ જરૂરી છે. પાંદડાવાળા શાકભાજીમાં તેનો લીલો રંગ, કોમળતા અને આખા હોવું જરૂરી છે.

વધારે ભીનાશવાળી ચીજવસ્તુ કેવી રીતે સલામત રાખશો :
આપણે સામાન્ય રીતે એક અઠવાડિયા અથવા તો ૧૫ દિવસ માટે પણ તાજી વસ્તુ જમા કરીએ છીએ. ફ્રિજમાં શાકભાજીની બાસ્કેટમાં જાતજાતના શાકભાજી અને ફળ મૂકીએ છીએ, પરંતુ તમારે ધ્યાન રાખવું જેઈએ કે ફળ અને શાકભાજી એક ચોક્કસ સમય સુધી ફ્રિજના ઉષ્ણતામાનમાં તાજા રહે છે અને ત્યાર પછી તેની ઉપયોગિતામાં રહેવાની સમયસીમા અને ગુણવત્તા બંને પર અસર થાય છે.

  • સ્વીટ કોર્ન, કોથમીર, વટાણા, પાલક અને મીઠો લીમડો જેવી શાકભાજીને વધારે તાજી હવાની જરૂર પડે છે.
  • સફરજન, નારંગી, લીંબુ, ગાજર, કોબીજ અને લીલાં મરચાને સરેરાશ હવાની જરૂર પડે છે.
  • પ્લમ, ચેરી, ટામેટાં, રીંગણ, ટર્નિપ અને કાકડી જેવી વસ્તુને સામાન્ય હવાની જરૂર પડે છે. આ ખાદ્યસામગ્રીને તેમની જરૂરી હવા લેવાની પ્રવૃતિના હિસાબે અલગ રાખો. વધારે ખુલ્લી હવા લેતા શાકભાજીને એવી જગ્યાએ રાખો, જ્યાંથી હવાની આવ-જા રહે, હવા ફળ અને શાકભાજીના સીધા સંપર્કમાં આવવાથી બગડવાની સમસ્યા ન રહે.

સૂકી ચીજવસ્તુને આ રીતે સલામત રાખો :
સૂકી સામગ્રીની વાત આવે તો આપણું ધ્યાન મસાલા પર જાય છે. સાથે ઘણા હર્બ્સ, દાળ અને અનાજને પણ ગણી શકાય. આ બધામાં ભેજ ઓછો હોય છે અને તેમાં હવા અથવા ભેજ લાગી જય તો ખરાબ થવાનું જેાખમ રહે છે. તેથી તેને એરટાઈટ કન્ટેનરમાં રાખવા જરૂરી છે. ખાસ મસાલાને એર ટાઈટ કન્ટેનરમાં રાખવા, જેથી તમે માત્ર તમારી જરૂરિયાત મુજબ યોગ્ય પ્રમાણમાં બહાર કાઢો. દાળ અને અનાજના કંટેનર માટે એરટાઈટ હોવાની સાથે એ પણ જરૂરી છે કે તેને રાખવાની જગ્યા યોગ્ય હોવી જેાઈએ, કારણ કે લાંબા સમય સુધી ભેજની વચ્ચે રહેવાથી તેની ગુણવત્તામાં ઘટાડો થાય છે.

કેવી રીતે વધારે દિવસ સુધી તેને ઉપયોગી રાખશો :
ટામેટાં, ઈંડાં, વટાણા વગેરે વધારે સમય સુધી નથી રહેતા, પરંતુ જેા તેને યોગ્ય રીતે ફ્રીઝ કરીને રાખશો અને ફ્રીઝર સેફ કંટેનરમાં રાખશો તો તે વધારે સમય સુધી ઉપયોગી રહેશે. વટાણા જે એક સીઝનલ શાક છે તેના દાણાને સામાન્ય બાફીને, ઠંડા પાડીને ૩-૪ મહિના રાખી શકાશે.

સંગ્રહખોરી કરી રાખવી યોગ્ય નથી :
જેાકે ઉપર જણાવેલા સૂચનને અનુસરીને તમે ખાદ્ય સામગ્રીને લાંબા સમય સુધી રાખી તો લેશો, પણ એક નિર્ધારિત સમયમર્યાદામાં તેના જરૂરી વપરાશનું ધ્યાન રાખીને જ ખરીદીની યોજના બનાવવી જેાઈએ. માંસ, ડેરી પ્રોડક્ટ્સ, લીલા પાંદડાવાળા શાકભાજી વગેરેને વધારે ખરીદી ન રાખો. હંમેશાં ધ્યાન રાખો કે જેા ભોજન તાજી સામગ્રીમાંથી બનાવવામાં આવશે તેના સ્વાદ અને ગુણવત્તા પણ સ્વાદિષ્ટ હશે.

– કુણાલ કપૂર.

વધુ વાંચવા કિલક કરો....