દરેક નવવધૂ પોતાના લગ્ન પર સૌથી સુંદર લહેંગો પહેરવા ઈચ્છે છે જેથી તે સપનાની નવવધૂ લાગે, પરંતુ તે ત્યારે જ શક્ય છે જ્યારે ભાવિ નવવધૂને લહેંગા સાથે જેાડાયેલી લેટેસ્ટ ટ્રેન્ડ્સની માહિતી હોય. ત્યારે જ તે પોતાના માટે મનપસંદ સુંદર અને લેટેસ્ટ સ્ટાઈલનો લહેંગો ખરીદી શકે છે. તો આવો ફેશન ડિઝાઈનર આશિમા શર્મા પાસેથી જાણીએ કે આજકાલ કેવી રીતે લહેંગા ચલણમાં છે : પ્રીટ્રેપ્ડ દુપટ્ટા આ ફેશન સ્ટાઈલ આજકાલ ખૂબ ટ્રેન્ડમાં છે. તમારે વારંવાર દુપટ્ટો સંભાળવાની જરૂર નથી રહેતી, કારણ કે તે પહેલાંથી લહેંગા સાથે સીવેલો હોય છે. તેમાં ૨ પ્રકારના દુપટ્ટાનું ચલણ છે. પ્રથમ હેડેડ ચોલી જેમાં તમે માત્ર માથા પર ઓઢવા માટે દુપટ્ટો ઉપયોગમાં લઈ શકો છો અને બીજી રીત ચુંદડી સાઈડ, જેને પાલવ માટે ઉપયોગમાં લઈ શકાય છે. સ્ટેટમેન્ટ સ્લીવ આ પ્રકારની ડિઝાઈન પણ ફેશન લિસ્ટમાં બધાથી ઉપર આવે છે. તેમાં ચોલી અથવા તો એક સાઈડ નાની?અને એક સાઈડ મોટી હોય છે કે પછી માત્ર એક સાઈડ જ નાની અને એક સાઈડ મોટી હોય છે કે પછી માત્ર એક સાઈડની જ બાંય હોય છે. જેા તમે કંઈક અલગ ટ્રાય કરવા ઈચ્છો છો તો તેનાથી સારું કંઈ જ નથી.

આ ૧૮મી સદીની ફેશન જેવો લુક આપે છે. ઈલૂઝન નેકલાઈન આ વખતે ઈલૂઝન નેકલાઈન જેવી ડિઝાઈન ટ્રેન્ડમાં આવી છે. આ પ્રકારના ડ્રેસમાં ગળાની નજીક જે ખાલી જગ્યા હોય છે તેની પર શાનદાર કારીગરી કરીને ડ્રેસની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેવામાં?આવે છે. નેકલાઈન ડિઝાઈન માટે નેટ કે પછી લેસ જેવા ફેબ્રિકનો ઉપયોગ કરવામાં?આવે છે. હાઈ લો કુરતા વિથ લહેંગા ગત વર્ષે આ ટ્રેન્ડ ખૂબ ફેશનમાં હતો. આ વર્ષે એડવાન્સ ફોર્મમાં તે ઉપલબ્ધ છે. આ વખતે હાઈ લો કુરતાવાળી ડિઝાઈન વિથ લહેંગા કોમ્બિનેશન બધાની પસંદ બન્યા છે. આ પ્રકારની ડિઝાઈનમાં કુરતા આગળથી માત્ર ઘૂંટણ સુધી હોય છે અને પાછળથી ફ્લોર ટચ લેન્થ હોય છે. આગળપાછળ બંને જગ્યાથી માત્ર કમર સુધી ડિઝાઈન કરેલી હોય છે, જેને પેપલમ ડિઝાઈન પણ કહેવાય છે. તમે આ પ્રકારના કુરતાને મેચિંગ કલરના લહેંગા સાથે પહેરી શકો છો કે પછી કંટ્રાસ્ટિંગ પેટર્ન સાથે પણ મેચ કરી શકો છો. આ પ્રકારની ડિઝાઈનમાં તમે દુપટ્ટો કેરી ન કરો તો વધારે સારો લુક આપશે. તેમાં તમે ૧ પ્રકારની નેક ડિઝાઈન પસંદ કરી શકો છો. એક હાઈ નેક અને બીજી ક્લીવેઝ કટ.

જેકેટ્સ :
જેા તમારાં લગ્ન શિયાળામાં થઈ રહ્યા છે, તો આ ડિઝાઈન તમારે જરૂર ટ્રાય કરવી જેાઈએ. આ પ્રકારના કપડાંમાં વેલ્વેટનો ઉપયોગ કરવામાં?આવે છે અને વેલ્વેટ કોટ વિથ લોંગ રફલ જેકેટ ડિઝાઈન પણ પહેરી શકો છો. આ પ્રકારની ડિઝાઈન શિયાળાના લગ્નમાં એક પરફેક્ટ વિકલ્પ છે. આ વિકલ્પ તમને ગરમાવો અને કમ્ફર્ટ બંને આપશે. તમે તમારા આ કોટમાં જરીકામ કરાવી શકો છો જેા તમારા બાકીના આઉટફિટ સાથે પણ મેચ થઈ શકે. પેસ્ટલ કલર પેસ્ટલ?આ વર્ષના સૌથી હોટેસ્ટ ટ્રેન્ડમાંથી એક છે. કેટલાક પ્રસિદ્ધ ડિઝાઈનર પોતાના સંગ્રહમાં પેસ્ટલનો ઉપયોગ કરે છે તો કેટલાક ટોપ ડિઝાઈનરે નવા કલર પેલેટ્સ પણ પ્રસ્તુત કર્યા છે. જેમ કે, પેટલ પિંક, પાઉડર બ્લૂ, પેલ પીચ, લાઈટ મિંટ ગ્રીન વગેરે. પેપલમ અને એમ્પાયર વાઈસ્ટ આ ફેશન ટ્રેન્ડ વેસ્ટર્ન ઈન્સ્પાયર્ડ છે, જેને આજકાલ ફેશન શોમાં પણ જેાઈ શકાય છે. ડિઝાઈનર લહેનગારેયરે નાના પેપલમ ચોલી અને એમ્પાયર વાઈસ્ટ ગાઉનવાળા ટોપનું પ્રદર્શન કર્યું અને લોકોને જણાવ્યું કે આ ડિઝાઈનને કેવી રીતે કેરી કરી શકાય છે. તમે તમારી બસ્ટ લાઈનને ફ્લોંટ કરવા માટે લો વેસ્ટ લહેંગા વિથ પેપલમ ટોપ પણ પહેરી શકો છો. કેટલીક ખાસ ટિપ્સ ફેશન ડિઝાઈનર કમલભાઈ લગ્નનો લહેંગોે ખાસ બનાવવાની ટિપ્સ આપતા કહે છે. :

તમારા લહેંગાને બેલ્ટથી એક્સેસરાઈઝ કરો. કપડાંના બેલ્ટથી લઈને ફૂલોનાં ઘરેણાં જેવા બેલ્ટ જેવું કંઈક લહેંગા સાથે કમર પર બાંધવું આજકાલ ખૂબ પસંદ કરવામાં?આવે છે અને દુપટ્ટાને બેલ્ટમાં દબાવી દેવામાં?આવે તો લુકમાં ચાર ચાંદ લાગી જાય છે. લગ્નની આ મોસમમાં લહેંગા બેલ્ટ ખૂબ પસંદ કરવામાં આવે છે. આ રીત દુપટ્ટાને પોતાની જગ્યાએ રાખવાની ખૂબ સારી ટ્રીક છે. આ રીતે બેલ્ટને પરફેક્ટ બ્રાઈડલ એક્સેસરીની જેમ પણ ઉપયોગમાં લઈ શકાય છે. તેનાથી તમારી કમરની સુંદરતા પણ નિખરી ઊઠશે. તમે લહેંગાના રંગનો બેલ્ટ લઈ શકો છો કે પછી તેને બ્લાઉઝ અથવા દુપટ્ટા સાથે કન્ટ્રાસ્ટ કરી શકો છો.

લહેંગાને કેન્વાસ બનાવો :
દરેક દંપતી પાસે સંભળાવવા માટે એક પ્રેમકહાણી હોય છે અને તેને વ્યક્ત કરવા માટે લગ્નના લહેંગાથી સારું કેન્વાસ શું હોઈ શકે છે? હા, તમે તમારી પ્રેમકહાણીને તમારા પરિધાનને અનુકૂળ બનાવી શકો છો અને આ તેની પર નકશીકામ રૂપે પણ થઈ શકે છે.

હાઈનેક :
હાઈનેક એક રીતે નેકલેસનું કામ કરે છે. હાઈનેક ડ્રેસ પહેર્યા પછી કોઈપણ નેક પીસ પહેરવાની જરૂર નથી રહેતી. ક્લાસી ચોરસ બેંડ ડિઝાઈન હાઈ નેક ચોલી ખૂબ ફેશનમાં છે. આ ડિઝાઈન તમને લાંબા હોવાનો લુક આપે છે.

ફ્લોરલ ટચ :
ફ્લોરલ સ્ટાઈલ દરેક નવવધૂને ગમે છે. કેટલીય જાણીતી સેલિબ્રિટી લગ્નપ્રસંગે આ સ્ટાઈલનું પ્રદર્શન કરી ચૂકી છે.

– ગરિમા પંકજ

વધુ વાંચવા કિલક કરો....