મુંબઈ તરફ આગળ વધી રહેલી રાજધાની ટ્રેનમાં બેઠેલા આશા, રીટા, શૈલ અને સુનીલ વાતચીત કરતાંકરતાં અંધશ્રદ્ધા અને રૂઢિ પર ચર્ચા કરવા લાગ્યા. ‘‘દુખ અને શરમની વાત છે કે શિક્ષિત અને ઉચ્ચ પદારૂઢ લોકો પણ ધર્મ અને રીતરિવાજના નામે ‘લકીરના ફકીર’ બનીને તેને નિભાવે છે. તેનો વિરોધ કરવાની હિંમત નથી કરતા અને જેા ક્યારેક સાહસ કરવાની કોશિશ કરવામાં આવે તો લોકો તેમની વિરુદ્ધ ઊભા થાય છે.’’ આશાએ કહ્યું, ‘‘સાચું કહે છે તું. ઉત્તર પ્રદેશના શહેરમાં તો આજે પણ જૂના રીતરિવાજની બોલબોલા છે. જીવતાજીવ તો આ પરંપરાને નિભાવવામાં આવે છે, પરંતુ મૃત્યુ પછી પણ પંડિતોને પૂછવું પડે છે. પછી જે પંડિત કહે તે પ્રમાણે કરવું પડે છે. મારા સસરા પૂરા દોઢ વર્ષથી પથારીવશ હતા, અમારી આર્થિક સ્થિતિની સાથે માનસિક સ્થિતિ પણ ખરાબ હતી. અમે તનમનથી તેમની સેવા કરી રહ્યા હતા, પરંતુ બધું કર્યા પછી પણ પરિણામમાં તેમનું મૃત્યુ મળ્યું.

જ્યારે તેમનો ઈલાજ કરવાની વાત હતી અને પૈસાની વાત હતી ત્યારે પંડિત ગાયબ હતા, પરંતુ મૃત્યુ પછી તરત આવી ગયા.’’ રીટાએ વાતને સમર્થન આપ્યું. ‘‘સસરાના અંતિમ સંસ્કાર વગેરે પતાવ્યા પછી, શૈયાદાન પરંપરાના સમયે મોટામેદસ્વી પંડિતને બજારમાંથી કપડાં, ગાદલું, રજાઈ, બેડ, છત્રી, કેશ, ખાદ્યસામગ્રી વગેરે આપતા મન દુખી થઈ ગયું કે આ બધો સામાન કેમ આપવામાં આવી રહ્યો છે. પંડિત તો સોનાની લક્ષ્મીનારાયણની મૂર્તિની માગણી કરવા લાગ્યા. મારા પતિએ જ્યારે આ માગણી પર અસમર્થતા દર્શાવી, ત્યારે પંડિતનો જવાબ હતો કે એટલી કેશ આપી દો, તે સ્વયં ખરીદી લેશે. ‘‘સાંભળીને હું સામે આવી અને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી. તો પંડિતે કહ્યું કે મૃતકના આત્માને શાંતિ નહીં મળે આ અધૂરી પૂજાથી.’’ મેં કહ્યું, ‘‘અમારા પિતાજીને તમારા દ્વારા આપવામાં આવતી શાંતિની જરૂર નથી, તમે જાઓ અહીંથી. જે થવાનું હતું તે થઈ ગયું, પરંતુ આ સમયે ઘરના લોકો મારા વિરુદ્ધ ઊભા થઈ ગયા, પરંતુ હું મક્કમ રહી.

હા, મારા પતિ મારી સાથે જરૂર ઊભા રહ્યા હતા.’’ રીટાએ કહ્યું. ‘‘આ સમયે સગાંસંબંધી અને પાડોશીઓએ શું પ્રતિક્રિયા આપી હતી?’’ આશાએ પૂછ્યું. ‘‘તે સમયે બધાના ચહેરા પર તાણ અને ઘૃણા હતા, પરંતુ તેમણે મને સાથ જરૂર આપ્યો હતો. તેઓ જાણતા હતા કે આ એક પ્રકારનો ધંધો છે, પરંતુ તેનો વિરોધ કરવાની હિંમત નહોતી. આ બધી તો આ પંડિતોએ પાથરેલી જાળ છે અને પૈસા પડાવવા આ બધી તરકીબો કરે છે.’’ સુનીલે વાતને આગળ વધારતા કહ્યું, ‘‘હું પણ શહેરી શિક્ષિત વ્યક્તિ હોવા છતાં પંડિતોની જાળમાં અટવાયેલો છું. પંડિતોએ જણાવેલા ટૂચકા જેમ કે શનિવારે તેલનું દાન, પીપળના ઝાડની નીચે તેલનો દીવો, શુક્રવારે વ્રત, ખુલ્લા પગે મંગળવારના દિવસે મંદિરે જવું જેવા મૂર્ખામીભર્યા કાર્ય કરતો રહ્યો. આ બધું હું મારી દીકરીના લગ્ન માટે કરી રહ્યો હતો. દીકરીની કુંડળી એટલે કે જન્માક્ષરમાં તેને ઘોર મંગળી બતાવવામાં આવી હતી. પૂરા ૩ વર્ષ સુધી ધક્કા ખાધા પછી સમજાયું કે અમે મૂરખ બની રહ્યા છીએ. વાસ્તવમાં અમારા સમાજમાં જન્માક્ષર મેળવ્યા વિના લગ્ન શક્ય નહોતા.

આખરે પરેશાન થઈને મેં નક્કી કરી લીધું કે હવે જન્માક્ષર મેળવ્યા વિના મારી દીકરીના લગ્ન થશે.’’ ‘‘તે દિવસોમાં મારો કોલીગ જે મલયાલી હતો તે મારા ઘરે આવ્યો. મેં જ્યારે તેને મારા મનની વાત કહી ત્યારે તરત તેણે મારી દીકરીને પરિવારની સભ્ય બનાવવાની ઈચ્છા જાહેર કરી. તેનો દીકરો કેનેડા હતો. તરત લગ્નની વાત કહી અમે પણ અને હા, એક ખાસ વાત એ કે આ પૂરા સમય દરમિયાન ભગવાન તો ઊંઘતા હતા. અમારા સંબંધીઓએ આ સમયને અશુભ જણાવ્યો, પરંતુ અમે તો ધામધૂમથી દીકરીના લગ્ન કરાવી દીધા. આજે મારી દીકરી કરિયર અને પરિવાર બંને ક્ષેત્રમાં સફળ છે.’’ ‘‘હું તો એ જ કહીશ કે આજના વ્યસ્ત સમયમાં સગવડ જેાઈને જૂના રીતરિવાજનો ત્યાગ કરીને, આગળ વધવું યોગ્ય માનસિકતા અને બુદ્ધિમાની કહેવાશે.’’ ‘‘સાચું કહો છો તમે. આજકાલ છાપા તથા ટીવી ચેનલ પણ આ બધો પ્રચાર કરે છે. તેથી આ હિંમતભર્યા પગલાં લેતા વિરોધ તો સહન કરવો પડે છે, પરંતુ મનની દઢતા અને મક્કમ નિશ્ચય માર્ગ કાઢી લે છે.’’ શૈલે પોતાનો અનુભવ જણાવતા કહ્યું, ‘‘ઉત્તર પ્રદેશના ગામડામાં આવેલી મારી સાસરી આ બધી જૂની માન્યતાથી ભરેલી હતી. મારા સાસુ માસિકધર્મના દિવસોમાં કિચનમાં પ્રવેશબંધી કરતા હતા. જેાકે મારા પિયરમાં આ બધી અંધશ્રદ્ધા બિલકુલ નહોતી. હું ભૂખીતરસી સાસુ અથવા ઘરના બીજા સભ્યોની રાહ જેાતી. બીજી વાર જ્યારે સાસરીમાં ગઈ, ત્યારે મેં આ કુપ્રથા માનવાનો ઈન્કાર કરી દીધો. કિચનમાં જઈને ભોજન, પાણી બધું જાતે લીધું.’’ ‘‘પછી તો ખૂબ હોબાળો થયો હશે? તે કેવી રીતે સંભાળી હતી સ્થિતિ?’’ આશાએ પૂછ્યું. ‘‘હા, ખૂબ હોબાળો થયો હતો. ત્યાં સુધી કે ઘરના પુરુષવર્ગને પણ આ વાતમાં સામેલ કરી લેવાયા હતા, પરંતુ મેં પણ વૈજ્ઞાનિક રીતે પૂરી વાત સ્પષ્ટ કરતા બધાને સમજાવી દીધું કે અમારા શરીરની આ એક કુદરતી પ્રક્રિયા છે.

માસિકધર્મ એ તો એક મહિલાની પૂર્ણતા છે.’’ ‘‘એટલું જ નહીં, બીજી પણ એક ભ્રામક પરંપરા હતી આ પરિવારમાં. તેનું નામ હતું ‘સૂતક’. વ્યક્તિ ગમે ત્યાં હોય, વિદેશમાં પણ કેમ ન હોય, તે વ્યક્તિનું મૃત્યુ થતા પૂરા ૧૩ દિવસ સુધી ઘરમાં સૂતક માનવામાં આવતું હતું. કારણ હતું મૃતક વ્યક્તિનો આપણી સાથે લોહીનો સંબંધ હતો અને આ વાત ખાનદાન સાથે જેાડાયેલી છે. ‘‘આ બંને સમયે સાસરીમાં મારી હાજરી એક ક્રાંતિકારી પગલું બની ગયું. મારા પિતરાઈ દિયરનું મૃત્યુ અમેરિકામાં થયું ત્યારે રસોઈમાં કાળી અડદની દાળ?અને ઘી વિનાની રોટલી ઉપરાંત બીજું કંઈ બનાવવા પર પ્રતિબંધ મુકાયો. એક દિવસે મારા બાળકો ભૂખ્યા હતા, ત્યારે મેં શાકભાજી વગેરે બનાવ્યા. આ જેાઈને ઘરમાં હોબાળો મચી ગયો, પરંતુ વિજય તો મારો થયો. આ સમયે મારી દલીલ હતી કે છેલ્લા ૮ વર્ષથી જે વ્યક્તિને તમે મળ્યા સુધ્ધા નથી, તેના મૃત્યુ પર આ બધી ક્રિયા કેટલા અંશે ઉચિત છે અને તેનો ખાણીપીણી સાથે શું સંબંધ છે?’’ ‘‘વિજ્ઞાન ચંદ્રમા સુધી પહોંચી ગયું છે. દરરોજ નવાનવા સત્ય સામે આવે છે, પરંતુ આપણા નેતા અભિનેતા પંડાપૂજારીના કહેવા પર જૂના રીતરિવાજને જાળવવામાં સાથ આપી રહ્યા છે.’’ રીટાએ કહ્યું, ‘‘એવા તો ઘણા કુરિવાજ છે આાજે પણ પોતાનું વર્ચસ્વ જમાવી બેઠા છે.

મંગળ અને શનિવારે વાળ ન ધોવા, શેવ ન કરવું, નખ ન કાપવા વગેરે.’’ મને બીજેા એક અનુભવ પણ યાદ આવી રહ્યો છે, સુનીલે કહેવું શરૂ કર્યું, ‘‘ફુઆના મૃત્યુના સમાચાર સાંભળીને હું મારા ફોઈની સાસરી ગયો. તે ગામમાં પરંપરા હતી કે મૃતકના દરેક સગાએ સ્મશાન સુધી શબયાત્રામાં ખુલ્લા પગે જવું પડતું હતું. આ જાણીને તો અમે ચિંતામાં પડી ગયા. ઉનાળાની ઋતુ હતી અને ભરબપોરે સ્મશાનયાત્રા…? જેાકે ઘણા લોકોના ચહેરા પર તાણ દેખાઈ. આ સમયે મેં પણ આગળપાછળનો વિચાર કર્યા વિના સ્પષ્ટ રીતે કહી દીધું કે હું તો ચંપલ પહેરીને આવીશ.’’ ‘‘વિરોધ તો ખૂબ થયો હશે તમારો. નાસ્તિક, કળયુગી કહીને ઘણું બધું કહેવામાં આવ્યું હશે.’’ શૈલે સુનીલ તરફ જેાતા કહ્યું. ‘‘અરે ના, પછી તો જાણે જાદૂ થયો. મારું જેાઈને ઘણા લોકોએ પોતાના ચંપલ પહેરી લીધા. હું ખુશ હતો કે ચાલો આજે એક કુપ્રથા પર લોકો જાગૃત થયા અને ગામમાં નવી જાગૃતિ આવી.’’ ‘‘સાચી વાત છે કે જૂના રીતરિવાજ અને જૂના વિચારો જે આપણને કૂપમંડૂક બનાવે છે તેના પર પ્રતિબંધ મુકાવો જેાઈએ. દરેક વાત પર પંડા, પૂજારી અને ધર્મપુરાણોને વચ્ચે ન લાવી શિક્ષણ, બુદ્ધિ તથા તર્કશક્તિના આધારે આગળ વધવું જેાઈએ.’’

– મીતા પ્રેમ શર્મા

વધુ વાંચવા કિલક કરો....