આડંબરનો સ્વાંગ, ક્યાંક ડરના લીધે શ્રદ્ધા તો ક્યાંક નસીબની ગરીબી, કુલ મળીને આવા જ છીએ આપણે અને આપણો સમાજ. એકતરફ ધર્માંધતાના લીધે પંડા, પૂજારી અને પુરોહિતો દ્વારા કોઈ પણ તહેવાર, ઉત્સવોને પણ નાનાનાના કર્મકાંડ સાથે જેાડીને સત્ય તથ્યોની અવગણના કરીને તેનું મૂળભૂત આનંદમય સ્વરૂપ નષ્ટ કરી દેવામાં આવ્યું છે, જ્યારે બીજી તરફ શુભની લાલચ અને અનિષ્ટની આશંકાથી તેના પાલનને વિવશ સામાન્ય જનમાનસનું ભયભીત મન અંધશ્રદ્ધામાં ઘેરાતું ગયું છે, કારણ કે આપણા ધાર્મિક ગ્રંથો પણ એ વાતની ભરપૂર વકીલાત કરે છે કે ઈશ્વર વિશેના ધાર્મિક કાર્ય પર કોઈ પ્રશ્નાર્થચિહ્્ન લગાવી શકાય નહીં અને જેા આ વાતને માનવામાં ન આવે તો નાશ થાય છે. ‘...અથચેત્વમહંકારાત્ નશ્રોષ્યસિ વિનંગક્ષ્યાંસ.’ (ભા. ગીતા શ્લોક ૧૮/૫૮), માત્ર ચુપચાપ પાલન કરતા જવાનું છે. કોઈ અધર્મીની આગળ બોલવાનું નથી. ‘...ન ચ માં યો અભ્યસૂયતિ’. (ભા.ગીતા શ્લોક ૧૮/૬૭) બધા ધર્મોને છોડીને અમારા શરણમાં આવી જાઓ. પોતાના ધર્મ તરફ ખેંચવાનું રટણ એ જ છે કે બધા પાપથી તમારો ઉદ્ધાર કરી દઈશ. સર્વધર્માન્ પરિત્યજય, મામ એક શરણં વ્રજ: ા અહં ત્વાં સર્વપાપેભ્યાં મોક્ષયિષ્યામિ મા શુચ : ાા (ભા.ગીતા શ્લોક ૧૮/૬૬). આ બધું શું છે? ભગવાન છે તો સર્વશક્તિમાન હશે ને? આ તારે બધાને જણાવવાની શું જરૂર હતી. પછી તેમણેે પોતાના વચન સારી ભાષામાં કેમ નથી લખાવી દીધા.

કમ્પ્યૂટર સોફ્ટવેર જેવા પૂરા જ્ઞાનવિજ્ઞાનતો તેમની પાસે હંમેશાંથી છે જ, પત્રો, પથ્થરો પર કેમ લખાવડાવ્યા? જે લોકો તેમને માનતા તેમની આગળ આ ગીતાના ભગવાનના વચનની કેમ કહેવાવાંચવાની મનાઈ ફરમાવામાં આવી છે. તેમના વચન તો કાનમાં પડતા જ તેમને પવિત્ર બનાવી દેનારા હતા. તો પછી ના કેમ પાડવામાં આવી? સ્પષ્ટ વાત છે, તેઓ દલીલો કરતા અને તેમની પાસે કોઈ જવાબ નહોતો અને ત્યાર પછી તેમના ઢોલની પોલ ખૂલી જતી, સત્ય સામે આવી જતું. સત્ય તથ્યોને નકારવા, કારણ જાણ્યા વિના કંઈ પણ માની લેવું અને સ્વીકાર કરાવી લેવો પણ અહીંથી શરૂ થયો. પછી આ ડરમાં નવીનવી અંદશ્રદ્ધાઓ જન્મ લેતી ગઈ અને અંધશ્રદ્ધાળુઓ પણ વધતા ગયા. એક જ વાત મનમાં ઊંડાણપૂર્વક બેસી ગઈ કે જેા કારણ વિના, દલીલ વિના આવું કરવાથી સારું અને આવું ન કરવાથી ખરાબ થઈ શકે છે. તો પછી આપણા તથા બીજાની પ્રવૃત્તિઓથી પણ કારણ વિના સારુંખોટું થઈ શકે છે. બસ પછી શરૂ થઈ ગયો અંધશ્રદ્ધાનો સિલસિલો. ક્યારેક ક્રિકેટ ટીમના વિજય માટે, તો ક્યારેક ઓલિમ્પિક મેડલ માટે અથવા નેતાના ચૂંટણીમાં વિજય માટે હવન કરાવવાના શરૂ થઈ જાય છે. જેા આ બધું કરવાથી કંઈ થઈ શકતું હોય તો પછી બળાત્કાર, હત્યા અને દુર્ઘટનાને અટકાવવા માટે આપણા ધાર્મિક ભારતમાં કોઈ હવન કેમ કરવામાં નથી આવતા? આ પણ એક વિચારવા લાયક વાત છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....