મહિલાઓ પોતાના પરિવારના સ્વાસ્થ્ય માટે ખૂબ ચિંતા કરતી હોય છે. પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય સાથે જેાડાયેલી દરેક નાનામાં નાની વાતની પણ કાળજી લેતી હોય છે, પરંતુ શું તમે ક્યારેય પરિવારને ખવડાવવામાં આવતા લોટના પૌષ્ટિક ગુણો વિશે વિચાર્યું છે ખરું? જે તમારો જવાબ ‘ના’ માં હોય તો આજે અમે તમને પૌષ્ટિક અનાજ રાગીનો પરિચય કરાવી રહ્યા છીએ, જે પરિવારના દરેક સભ્યને સંપૂર્ણ પોષણ આપે છે, કારણ કે તેના અનોખા ગુણ તેને બીજા અનાજથી ઉત્તમ બનાવે છે. પોષક તત્ત્વોથી ભરપૂર રાગી એક ભારે અનાજ છે, જે બીજ અનાજ જેમ કે ઘઉં, મકાઈ, બાજરી તથા ચોખા કરતા ઉત્તમ છે, કારણ કે તેમાં પ્રોટીન વધારે અને ફેટ ઓછી હોય છે. તેમાં એટલા બધા પૌષ્ટિક ગુણો હોય છે કે તે બાળકોને ખવડાવવા માટે સૌથી ઉત્તમ આહાર છે. રાગી કેલ્શિયમ, વિટામિન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ તેમજ મિનરલ્સનો ઉત્તમ સ્રોત છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જેનાથી વજન નિયંત્રણમાં રહે છે. રાગી ડાયાબિટીસ એનીમિયા અને હૃદય રોગી માટે ખૂબ સારું છે. તે હાડકાને મજબૂત બનાવે છે. તેમાં રહેલા જરૂરી પોષક તત્ત્વો તમને તાણથી મુક્તિ અપાવે છે, સાથે તેમાં અનેક પ્રકારના વિટામિન પણ જેાવા મળે છે. રાગી સીલિએક બીમારીથી પીડિત લોકો માટે પણ સારું છે, કારણ કે આ અનાજ ગ્લૂટેન ફ્રી હોય છે જે વિભિન્ન ઓક્સિડેન્ટથી પણ ભરપૂર હોય છે. અસંખ્ય લાભ તમે અત્યાર સુધીમાં રાગીના અનેક ગુણો વિશે તો જાણ્યું છે તો આવો હવે તેના અગણિત લાભ વિશે પણ તમને જણાવીએ :

શુગરને નિયંત્રિત કરે :
આજકાલ લોકો શુગર જેવી બીમારીનો વધારે શિકાર બની રહ્યા છે. આ બીમારીને કંટ્રોલ કરવા પોતાની જીવનશૈલીની સાથેસાથે આહારમાં પણ સુધારો કરવો જરૂરી છે. રાગી ડાયાબિટીસને ઘટાડવામાં તમને મદદ કરે છે, કારણ કે તે શુગરમાં ગ્લુકોઝના સ્તરને ઓછું કરે છે અને તેમાં પોલિફેનોલ તથા ફાઈબર પણ ઉચ્ચ પ્રમાણમાં જેાવા મળે છે.

વજન ઘટાડવામાં લાભદાયી :
જેા તમે તમારા વધેલા વજનથી પરેશાન હોય તો રાગી તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે, કારણ કે તેમાં ફાઈબર વધારે પ્રમાણમાં હોય છે અને તેને ખાવાથી પેટ વધારે સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ ઓછી લાગે છે તેમજ વજન પણ ઘટવા લાગે છે.

તાણથી રાહત અપાવે :
સ્પર્ધાના આ યુગમાં યુવાનો વધારે તાણગ્રસ્ત થતા હોય છે, પરંતુ રાગીના સેવનથી તાણને દૂર કરી શકાય છે. તેમાં રહેલા એમિનો એસિડ એન્ટિઓક્સિડેન્ટ કુદરતી રીતે તમને તાણમુક્ત રાખે છે. આ રીતે રાગી માઈગ્રેનમાં પણ લાભદાયી છે.

કોલેસ્ટ્રોલ ઘટાડે :
ખરાબ આહારના લીધે નાની ઉંમરના લોકોનું કોલેસ્ટ્રોલ સ્તર પણ વધી જતું હોય છે, પરંતુ જે દિવસમાં એક વાર રાગીને કોઈ પણ રીતે ખાઈ લેવામાં આવે તો તે વધેલા કોલેસ્ટ્રોલને ઓછું કરે છે, કારણ કે તેમાં એમિનો એસિડ હોય છે જે લિવરમાંથી વધારાની ફેટને દૂર કરીને તેના પ્રમાણને ઘટાડે છે.

સ્કિન રહે યુવા :
રાગી સ્કિનને યુવાન રાખવાનું પણ કામ કરે છે. તેમાં રહેલા એમિનો એસિડની મદદથી સ્કિન ટિશ્યૂ બનેલા રહે છે, જેથી સ્કિન પર કરચલીઓ પડતી નથી. તદુપરાંત રાગી વિટામિન-ડી, નો પણ સારો સ્રોત છે, જે કેલ્શિયમને યોગ્ય કાર્ય કરવામાં મદદ કરે છે અને સ્કિનના ગ્લોને વધારે છે. રાગી આયર્નનો ઉત્તમ સ્રોત છે. તેથી જેને લોહીની ઊણપ હોય તેમણે ભોજનમાં લેવું જેાઈએ.

કેલ્શિયમથી ભરપૂર :
રાગીમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ જેાવા મળે છે. ૧૦૦ ગ્રામમાં ૩૪૪ મિલિગ્રામ કેલ્શિયમ મળે છે. હાડકાં કમજેાર થતાં થયેલી બીમારીમાં આ ખાવાની સલાહ આપવામાં?આવે છે. માત્ર આટલું જ નહીં મોટા થતા બાળકો માટે આ લાભદાયક છે. બધા માટે ઉત્તમ રાગી બાળકો માટે : તમારા નાના બાળકોનું એવું ભોજન હોવું જેાઈએ, જે ઉચ્ચ પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોય. રાગી તેમાંનું એક છે. પોતાના બાળકોને રાગીમાંથી બનાવવામાં આવેલો શીરો, ખીચડી, ખીર, રોટલી વગેરે ખવડાવી શકો છો.

પુખ્ત અને વડીલો માટે :
રાગી એક હેલ્ધિ નાસ્તો છે, જેને ખાઈને પુખ્ત હોય કે વૃદ્ધ પૂરો દિવસ એનર્જીથી ભરેલા રહે છે. નાસ્તામાં ખાવા માટે રાગીમાંથી વિભિન્ન પ્રકારની વાનગી બનાવી શકાય છે. જેમ કે રોટલી, ઈડલી, પરોઠાં, ઢોંસા, ઈડલી, શીરો, ઉપમા, કેક, બિસ્કિટ વગેરે. તમે ઈચ્છો તો સ્પ્રાઉટ પણ ખાઈ શકો છો. ડાયાબિટીસ તથા બીપીના દર્દીઓ માટે : તમે ડાયાબિટીસના દર્દી હોય અથવા બીપીના આ બંને બીમારીના દર્દીઓ માટે રાગીમાંથી બનેલી વાનગી ખૂબ લાભદાયી રહે છે. તેમના માટે રાગીમાંથી બનેલી રોટલી અને ભાત ખાવા સારા રહે છે.

– પ્રતિનિધિ

વધુ વાંચવા કિલક કરો....