સામગ્રી :
- ૫ મોટી ચમચી અડદની દાળનો પાઉડર
- ૨ મોટી ચમચી ધોયેલી મગ દાળનો લોટ
- ચપટી હિંગ
- ૧ નાની ચમચી જીરું પાઉડર
- ૧/૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
- ૧ નાની ચમચી આદું અને લીલાં મરચાં સમારેલાં
- ૯-૧૦ કિસમિસ
- ૧ મોટી ચમચી કાજુની કતરણ
- ૧ નાની ચમચી ચારોળી
- ૨ કપ દહીં
- સંચળ અને સફેદ મીઠું સ્વાદ મુજબ.
અન્ય સામગ્રી :
- ૬-૭ લીમડો
- ૧/૨ નાની ચમચી રાઈ
- ચપટી હિંગ
- ૧/૨ નાની ચમચી જીરું
- મીઠી લાલ ચટણી અને લીલી ચટણી
- ૧ નાની ચમચી તેલ.
રીત :
બંને દાળને ૧/૨ કપ પાણી રેડીને મિક્સ કરીને ૧/૨ કલાક ઢાંકીને રાખો. પાણી ઓછું લાગે તો થોડું ઉમેરી દો ત્યાં સુધી ફીણો જ્યાં સુધી દાળ પાણીમાં તરવા ન લાગે. હિંગ અને ચપટી મીઠું નાખો. ડ્રાયફ્રૂટ, આદું અને લીલાં મરચાં મિક્સ કરો. ઈડલી મોલ્ડમાં થોડું મિશ્રણ લો. પછી ડ્રાયફ્રૂટ ભભરાવો અને ફરીથી દાળના મિશ્રણથી ઢાંકી દો. લગભગ આ રીતે ૮ વડાં બનશે. ઈડલીની જેમ વરાળમાં ૧૦ મિનિટ પકાવો. ઠંડા થતા બહાર કાઢો. ૧ નાની ચમચી તેલમાં હિંગ, જીરું, રાઈ અને લીમડાનો વઘાર કરો અને ૨ કપ નવશેકા પાણીમાં ઉમેરી દો. તેમાં વડાં ૫ મિનિટ માટે નાખો. પછી નિતારી લો. દહીં, ગળી અને ખાટી ચટણી, મીઠું, મરચું અને જીરું ભભરાવીને સર્વ કરો.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ