વાર્તા - ગરિમા પંકજ
બેમાળના મકાનના ઉપરના માળે પોતાની પેરાલાઈઝ મા સાથે એકલો બેઠેલો અનિલ સ્વયંને લાચર અનુભવી રહ્યો હતો. મા ઊંઘતી હતી. રૂમ વેરણછેરણ પડ્યો હતો. તેને પોતાની તબિયત પણ ઠીક નહોતી લાગતી. સવારના ૧૧ વાગી ગયા હતા. પેટમાં અન્નનો એક દાણો પણ નહોતો ગયો. આ સ્થિતિમાં ઊઠીને નાસ્તો બનાવવો તેના માટે સરળ નહોતો. આમ પણ છેલ્લા ઘણા દિવસથી નાસ્તાના નામે તે બ્રેડ, બટર અને દૂધ જ લઈ રહ્યો હતો.
હિંમત કરીને ફ્રેશ થઈને અનિલ કિચનમાં ગયો. દૂધ અને બ્રેડ પૂરા થઈ ગયા હતા. ઘરમાં એવું કોઈ નહોતું, જેને બહાર મોકલીને દૂધ મંગાવી શકાય. પછી જાતે જ કરિયાણાની દુકાન સુધી પહોંચ્યો અને દૂધ, મેગી અને બ્રેડ ખરીદીને ઘરે આવી ગયો.
પત્ની સંજનાના ગયા પછી તે આવું બધું ખાઈને જ જિંદગી જીવી રહ્યો હતો. ઘરે આવીને તેણે દૂધ ગરમ કરવા મૂક્યું અને બ્રેડ શેકવા લાગ્યો.
એટલામાં માનો અવાજ સંભળાયો, ‘‘બેટા, જલદી આવ ને, મારે ટોઈલેટ જવું છે.’’
ગેસની આંચ થોડી ધીમી કરીને અનિલ માના રૂમ તરફ દોડ્યો, પરંતુ ત્યાં સુધીમાં મા પથારીમાં જ બધું કરી ચૂકી હતી, ‘‘અરે મા થોડી જ તો વાર થઈ, ૨ સેકન્ડમાં હું દોડતો આવ્યો, પરંતુ તમે એટલી વારમાં પથારી બગાડી નાખી.’’ તેણે થોડા ગુસ્સામાં માને કહ્યું, ‘‘હવે મારે બધું ધોવું પડશે... કામવાળી પણ નથી આવતી.’’
મા પણ કંટાળા સાથે ખૂબ દુખી દેખાતી હતી અને બોલી, ‘‘માફ કરજે બેટા, ખબર નહીં કેવી હાલત થઈ ગઈ છે મારી. હું પણ કેટલી તકલીફ આપી રહી છું તને. મને મોત પણ કેમ નથી આવી જતું.’’ તે રડવા લાગી.
‘‘આવું ન બોલ મા.’’ અનિલે માનો હાથ પકડી લીધો અને બોલ્યો, ‘‘પિતા, પહેલા જ આપણને છોડીને જતા રહ્યા છે. ભાઈ બીજા શહેરમાં ચાલ્યો ગયો અને સંજના બીજા કોઈની સાથે ભાગી ગઈ. હવે મારું છે જ કોણ તારા સિવાય. જેા તું પણ જતી રહીશ તો પછી હું બિલકુલ એકલો પડી જઈશ.’’
અનિલની આંખો પણ ભરાઈ આવી હતી. આ સમયે તેને સંજનાની યાદ તડપાવતી હતી. તે વિચારવા લાગ્યો, જ્યારે સંજના હતી ત્યારે કેટલી સહજતાથી બધું સંભાળી લેતી હતી. માની તબિયત ત્યારે પણ ખરાબ રહેતી હતી, પરંતુ સંજના એ રીતે માની સેવા કરતી કે તકલીફો હોવા છતાં તે ખુશ રહેતી હતી. જેાકે તે સમયે નાનો ભાઈ અને પિતા પણ હતા, તેમ છતાં ઘરના કામકાજ મિનિટોમાં થઈ જતા હતા.
અનિલની આંખો સામે સંજનાનો હસતો ચહેરો આવી ગયો, જ્યારે તે લગ્ન કરીને અહીં આવી હતી, ત્યારે તે એક નવોઢા બનીને ખૂબ ઉત્સાહથી ઘરમાં આમતેમ ફરતી હતી, પરંતુ અનિલ તેના ભોળપણને મૂર્ખામીનું નામ આપતો હતો. ગમે તે સમયે તેને ગુસ્સામાં ઝાટકી નાખતો હતો. તે ઘરમાંથી એક પણ પગલું બહાર મૂકતી ત્યારે અનિલ પૂરું ઘર માથે લઈ લેતો હતો. તેની સાહેલીઓ સુધ્ધાને તે મળવા દેતો નહોતો. પછી સમયની સાથે ચપળ હરણી જેવી સંજના પાંજરામાં કેદ બુલબુલ જેવી ઉદાસ થઈ ગઈ હતી. હવે ખુશીની જગ્યાએ તેની આંખમાંથી પીડા છલકવા લાગી હતી, તેમ છતાં કોઈ પણ જાતની ફરિયાદ કર્યા વિના તે પૂરો દિવસ ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતી હતી.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....