વાર્તા - રોચિકા અરુણ શર્મા
‘‘મમ્મી અને પપ્પા બીજા બધા સંબંધને નિભાવતાંનિભાવતાં પોતાના સંબંધને તો જાણે બિલકુલ ભૂલી ગયા હતા. તેમણે કદાચ એકબીજાના મનની ઈચ્છા અને ખુશી જાણવાની કોશિશ કરી હશે...’’
‘‘મનેહવે માની હાલત જેાઈને દુખ પણ નથી થતું. હું પણ જાણું છું કે તે પરેશાન છે, તનમન બંનેથી. તેમ છતાં પણ કોણ જાણે કેમ મને તેમને મળવાની કે તેમના હાલચાલ જાણવાની કોઈ ઈચ્છા નથી થતી.’’ મુસ્કાન આજે ફરી તેની મમ્મીના વ્યવહારને યાદ કરીને દુખી થઈ ગઈ.
‘‘ગમે તેમ પણ તે તારી મમ્મી છે, તેમણે તને ઉછેરીને મોટી કરી છે, તને જન્મ આપ્યો છે અને તારું અસ્તિત્વ પણ તેમના લીધે છે.’’ એશાએ કહ્યું.
‘‘હું જાણતી હતી કે મારી વાત સાંભળીને તું એમ જ કહીશ. હું સ્વીકારું છું કે મારા માતાપિતાએ મને જન્મ આપ્યો છે, મમ્મીએ મને ૯ મહિના પોતાની કૂખમાં રાખી છે, મને ઉછેરીને મોટી કરી છે અને મને એ લાયક બનાવી કે હું મારા પગ પર ઊભી રહી શકું. આત્મનિર્ભર બની શકું. હું પણ સમજુ છું કે મારી પર તેમનો ઉપકાર છે કે તેમણે ક્યારેય દીકરાદીકરીમાં કોઈ ભેદ નથી રાખ્યો. અમને બંને ભાઈબહેનને એકસમાન રીતે ઉછેર્યા છે. વળી...’’ કહેતા તે મૌન થઈ ગઈ હતી અને એક નજરે પગના અંગૂઠાથી જમીન પર કંઈક ખોતરવાનો પ્રયત્ન કરવા લાગી હતી.
આ સમયે એશા તેના ચહેરા પર આવેલા ભાવ વાંચવાની કોશિશ કરી રહી હતી. તેના હોઠ જાણે કંઈક કહેવા ઈચ્છતા હતા, પરંતુ આંખો ચુપ રહેવાનું કહી રહી હતી.
તે મનોમન બળી રહી હતી, તેની આંખો પણ આંસુથી ચમકતી હતી અને નસકોરા ફૂલી ગયા હતા. તેના ચહેરા પરના ભાવ દર્શાવી રહ્યા હતા જાણે મનમાં દબાવી રાખેલા જૂના ઘા ફરી તાજા થયા ન હોય. તે આંખોમાં આવેલા આંસુને પોતાના દિલમાં ઉતારી રહી હતી.
છેલ્લા ૧ વર્ષથી એક જ ઓફિસમાં કાર્યરત આ બંને સાહેલીએ એક એપાર્ટમેન્ટ શેર કર્યો હતો. એશાએ મુસ્કાનને આટલી ઉદાસ પહેલાં ક્યારેય જેાઈ નહોતી.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....