વાર્તા - રિતુ વર્મા.

નંદિની પાસે આજે કાયરાનો ફોન આવ્યો હતો. કાયરા રોકાયા વિના એકશ્વાસે બોલી રહી હતી, ‘‘મમ્મી, જેા તું ન આવી તો મારા હાથમાંથી આ પ્રોજેક્ટ નીકળી જશે.’’
નંદિની કહેવા માંગતી હતી કે તે નથી આવી શકતી. કોણ જાણે કેમ નંદિની જમાઈ આરવનો સામનો નહોતી કરવા ઈચ્છતી, પણ હંમેશાંની જેમ મનની વાત મનમાં રહી ગઈ અને ઉપરથી કાયરાએ ફોન કટ કરી દીધો હતો.
રાતે જ્યારે પ્રશાંત આવ્યો ત્યારે સ્મિત કરતા બોલ્યો, ‘‘લાગે છે મારી આઝાદીના દિવસ નજીક આવી રહી છે.’’
‘‘તારી દીકરીએ તારી બેંગલુરુ જવાની ટિકિટ બુક કરાવી લીધી છે.’’
‘‘આવતા રવિવારે જવાની તૈયાર કર.’’
નંદિની ગુસ્સામાં બોલી, ‘‘તમે કે તેણે મને પૂછવાની જરૂર પણ ન સમજી.’’
પ્રશાંત આશ્ચર્યચકિત થતા બોલ્યો, ‘‘કેવી મા છે તું, મારે શું છે, ના જઈશ.’’
નંદિની પ્રશાંતને કહેવા માગતી હતી કે આરવની હયાતી તેને પરેશાન કરે છે, પણ તે શું અને કેવી રીતે કહે?
એવું નથી કે આરવે નંદિની સાથે છેડતી કરી હોય, પણ કોણ જાણે કેમ નંદિનીને આરવ સાથે કંઈક અલગ ફિલ થાય છે. આરવનું નંદિનીને કોમ્પ્લિમેન્ટ આપવું, તેની પ્રશંસા કરવી બધું તેને આરવ બાજુ ખેંચે છે. તેથી નંદિની આરવનો સામનો નહોતી કરવા ઈચ્છતી. એક ૫૨ વર્ષની મહિલા, એક ૨૭ વર્ષના હેન્ડસમ છોકરા વિશે આવું કેવી રીતે વિચારી શકે છેે. તે પણ જ્યારે સામે તેનો જમાઈ હોય.
નંદિની કમને તૈયારી કરી રહી હતી. તે અસમંજસમાં ગૂંચવાઈ ગઈ હતી. કોની સાથે વાત કરે તેને સમજાતું નહોતું. કાયરાના લગ્નને હજી સમય જ કેટલો થયો છે. ૭ મહિના તો થયા છે, આજે પણ નંદિનીની આંખ સામે તે હોળી આવી જાય છે, જ્યારે આરવ નંદિનીને રંગ લગાવતા કહેતો હતો, ‘‘કોણ કહેશે તમે કાયરાના મમ્મી છો, તમે આજે પણ કેટલા ફિટ છો?’’
આ વાત કહેતા આરવ મસ્તીભર્યું સ્મિત કરી રહ્યો હતો. નંદિની શરમથી પાણી પાણી થઈ ગઈ, પણ કોણ જાણે કેમ તેનું મન આરવને જેાઈને ખીલી ઊઠતું હતું.
તે સાંજે નંદિનીએ જાણીજેાઈને સાડી ન પહેરીને સ્કર્ટટોપ પહેર્યું હતું. તે આરવના મોઢેથી પોતાની પ્રશંસા સાંભળવા માંગતી હતી. આરવે પણ તે પૂરી સાંજ નંદિનીના નામે કરી દીધી હતી. અહીં સુધી કે નંદિનીની નાની બહેન સુરુચિ પણ બોલી, ‘‘આરવ બેટા નંદિની તારી સાસુ છે અને કાયરા પત્ની, તું ભૂલી તો નથી ગયો...’’
તે અલગ વાત છે કે નંદિનીના પતિ પ્રશાંતને આ વાતથી કોઈ ફરક નથી પડતો અને કાયરા પણ આરવની વાત મજાકમાં લેતી હતી.
પણ નંદિનીનું આકર્ષણ હતું જે આરવ પ્રત્યે ઓછું નહોતું થઈ રહ્યું. તેને નહોતી ખબર કે આરવના મનમાં શું છે કે તે તેની મજક ઉડાવી રહ્યો છે. આરવ અને કાયરા હોળીમાં પૂરા ૪ દિવસ રોકાયા. આ ૪ દિવસમાં આરવ બસ નંદિનીની આગળપાછળ ફરતો રહેતો હતો.
નંદિની પ્રત્યે પ્રશાંત એકદમ શાંત હતો. તે પોતાના પરિવારને પ્રેમ કરતો હતો, પણ જહેર નહોતો કરી શકતો. તેને નંદિની ખૂબ ગમતી હતી, પણ તેને આ બોલવાની ક્યારેય જરૂર ન અનુભવી. બીજી બાજુ નંદિની પોતાની પ્રશંસા સાંભળવા માટે તરસી ગઈ હતી. એવામાં આરવનું તેને આટલું મહત્ત્વ આપવું તેને ગમવા લાગ્યું હતું.
પોતાની ૨૫ વર્ષની દીકરીથી તે અજણતા સ્પર્ધા કરવા લાગી હતી. આરવને જે પસંદ છે તે કાયરાથી વધારે નંદિનીને ખબર હતી. નંદિનીની જેમ આરવ પણ હેલ્થ ફ્રીક હતો અને બંનેને સાહિત્યમાં રુચિ હતી.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....