થોડા દિવસ પહેલાં જ્યારે હું ઘરમાંથી મોર્નિંગ વોક માટે નીકળી ત્યારે દરવાજા પર બેઠેલો એક કાગડો મને જેાઈને કા કા કરવા લાગ્યો. તે ગુસ્સામાં પાંખો ફફડાવી રહ્યો હતો. હું થોભીને વિચારવા લાગી કે તેને શું જેાઈએ છે. મેં ચાલવા માટે જેવા પગ ઉપાડ્યા કે ૨ મિનિટ પછી તે પોતાના પગના પંજાથી મારા વાળ ખેંચતા મારા માથા પરથી ઊડી ગયો. હું વિચારવા લાગી કે હવે મારે શું કરવું જેાઈએ કે પછી મેં શું ખોટું કર્યું છે. તેમ છતાં મેં તેને એક બિસ્કિટ નાખ્યું. કાગડાએ બિસ્કિટ લઈ લીધું અને ઘરના દરવાજા પર બેસીને ખાવા લાગ્યો, પછી મને મારી સામે નારાજ નજરથી જેાઈને ઊડી ગયો.

મને હંમેશાં કાગડા અને કીડીઓ વિશે જણવાની ખૂબ જિજ્ઞાસા રહે છે. તેઓ સ્માર્ટ હોય છે, એલિગેન્ટ હોય છે, સમજદાર હોય છે, પરિવાર સાથે રહેતા હોય છે અને શિસ્તબદ્ધ પણ હોય છે. તેમનામાં એવા ઘણા ગુણો હોય છે જે મનુષ્યોમાં હોવા જેાઈએ, પરંતુ અફસોસ કે આ બધા ગુણો મનુષ્યોમાં હોતા નથી. જેાકે આ બધાની સમજદારીનો કોઈ જવાબ નથી. સમજદારી શું છે? સમજદારી કે બુદ્ધિ તો એ હોય છે કે ઘણા મહાસાગરોને પાર કરીને હજારો માઈલ દૂર ઊભેલા એક નિશ્ચિત ઝાડ પર પહોંચવું. આ વાત સાધારણ તો નથી. ભલે ને આપણે સમજદારી કે બુદ્ધિ બોલવાની શક્તિ અને ગણતરીને કહેતા હોઈએ, પરંતુ આ ગુણ તો તેમનામાં પણ ભારોભાર છે.

તીવ્ર યાદશક્તિ જર્નલ ઓફ બિહેવિયરલ ઈકોલોજી એન્ડ સોશિયોબાયોલોજી અનુસાર કાગડાઓની યાદશક્તિ ખૂબ તીવ્ર હોય છે અને તેઓ કોઈ પણ મનુષ્યને ઓળખી શકે છે, જેનાથી તેમને જેાખમ હોય. પછી ભલે ને તે મનુષ્ય તેને કોઈ પણ સ્થળે મળે. એક પ્રયોગ દરમિયાન શોધકર્તાઓેએ માસ્ક પહેરીને હાથમાં એક મૃત કાગડાને લઈ જઈને કાગડાઓને ખાવાનું આપ્યું, પરંતુ કાગડાઓે ખાવાનું ન ખાધું, પણ તેમણે બીજા કાગડાઓને ઈશારો કર્યો અને ત્યાર પછી શોધકર્તાઓ પર હુમલો કરી દીધો. શોધકર્તાઓ થોડા દિવસ પછી તે જ માસ્ક પહેરીને મૃત કાગડાને લીધા વિના તેમને ખાવાનું આપવાનો પ્રયત્ન કરવા લાગ્યા ત્યારે કાગડાઓએ ખાવાનું ન ખાધું, વિપરીત તેમના પર ફરીથી હુમલો કરી દીધો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....