કિટી શબ્દ સાંભળતા જ મગજમાં ૧૦-૧૫ મહિલાઓની છબી આવી જાય છે, જે દર મહિને કોઈ એક જગ્યાએ ભેગા થઈને ખાય-પીએ અને મનોરંજન કરે છે. આ કિટી કલ્ચરની શરૂઆત હાઈ ક્લાસ સોસાયટીની મહિલાઓ દ્વારા પોતાનો ફ્રી સમય પસાર કરવા માટે થઈ, જેમાં તે વિવિધ રમત રમતી. ધીરેધીરે આ કિટી સમાજના અન્ય વર્ગમાં પણ પ્રખ્યાત થઈ અને મધ્યમ વર્ગની મહિલાઓએ તેને મનોરંજનની સાથેસાથે ધન સંચયનું પણ એક સાધન બનાવી લીધું. તાજેતરના કેટલાય વર્ષમાં આ ટ્રેન્ડમાં પરિવર્તન આવ્યું છે. હવે મહિલાઓની સાથેસાથે તેમના પતિ પણ તેમાં સામેલ થવા લાગ્યા છે અને તેને નામ આપ્યું કપલ કિટી. સામાન્ય કિટી જેવું તેમાં પણ તેઓ એક જગ્યાએ ભેગા થઈને મનોરંજન અને ખાય-પીએ છે.

સમયની માંગ બની કપલ કિટી : કપલ કિટી આજે સમયની માંગ છે, કારણ કે બાળકો બહાર ગયા પછી પતિપત્ની એકલા થઈ જાય છે. તે સ્થિતિમાં તેમના માટે આવા ગ્રૂપના સભ્ય બનવું ખૂબ જરૂરી છે, જ્યાં તે પોતાના સમવયસ્ક લોકો સાથે થોડો સમય હસીમજાક કરીને ખુશ રહે, પોતાની સમસ્યા શેર કરે. તે ઉપરાંત આ પ્રકારની કિટી સર્વિસ ક્લાસ માટે ઘણી લાભદાયી હોય છે, કારણ કે તેનું દર ૨-૩ વર્ષે સ્થળાંતર થાય છે. નવા શહેરમાં તે જીવનની ઝીરોથી શરૂઆત કરે છે, જેમાં આ પ્રકારની કિટી મહત્ત્વની ભૂમિકી ભજવે છે.

નવા શહેરમાં સહારો : અખિલાના પતિનું પોસ્ટિંગ થોડા દિવસ પહેલાં ભોપાલમાં થયું હતું. એક સોસાયટીમાં તેણે ભાડે ફ્લેટ લીધો. તેને આવ્યે થોડો સમય થયો હતો કે એક દિવસ પાડોશણે સોસાયટીમાં થતી કપલ કિટી વિશે જણાવ્યું. પતિ કૃણાલને પૂછીને તેણે પણ પતિ સાથે સભ્યતા સ્વીકારી લીધી. અખિલા જણાવે છે, ‘‘અમે આ શહેર અને લોકોથી અજાણ હતા, પરંતુ આ કિટીના લીધે સારા મિત્રો મળ્યા, શહેરની સાથેસાથે નજીકના સ્થળ વિશે માહિતી મળી, જેથી બાળકોની સ્કૂલ નક્કી કરવામાં મદદ મળી. એકસાથે પરિચય થવાથી અહીં એકલતા નથી લાગતી.’’ નીના શરૂઆતમાં કિટીને મહિલાઓ દ્વારા કપડાં અને ઘરેણાંનો દેખાડો કરવાનું સમજતી હતી. એક દિવસ તે જ શહેરમાં રહેતી તેની કોલેજની મિત્રે પોતાની સાથે તેને પણ એક કપલ કિટીનો ભાગ બનાવી દીધી. નીના જણાવે છે, ‘‘તે જેાઈન કરીને મેં અનુભવ્યું કે આ ગ્રૂપ તો આજની જરૂરિયાત છે. અહીં લગભગ બધા સમાન ઉંમરના હોય છે અને એકબીજાથી પરિચિત પણ. મહિનામાં એક દિવસ ભેગા થઈને હસીમજાક અને એન્જેાય કરીએ છીએ કે મહિનાની કસર પૂરી થઈ જાય છે.’’ વિજયને રિટાયર થયે ૧૨ વર્ષ થયા છે. ત્રણેય સંતાન વિદેશમાં સેટલ છે. પતિપત્ની બંનેએ આવા અનેક ગ્રૂપ જેાઈન કર્યા છે. તે જણાવે છે, ‘‘અમે એવા ગ્રૂપ જેાઈન કર્યા છે, જેમાં અમે બંને સાથે જઈ શકીએ. દરેક ગ્રૂપની એક્ટિવિટીમાં અમે સામેલ થઈએ છીએ. ત્રણેય સંતાન તો વિદેશમાં રહે છે. તેમની પાસે અમને નથી ગમતું. મુશ્કેલીમાં પણ તેમનો કોઈ સહારો નથી. એવામાં અમારા આ જ મિત્રો જરૂરિયાતના સમયે મદદ માટે હંમેશાં તૈયાર રહે છે.’’ હા, કપલ કિટીના નામે કેટલીય વાર અનૈતિક અને પરસ્પર દુરાચાર તથા પરિણીત સંબંધની વાત પણ સાંભળવા મળે છે, પરંતુ વધારે પડતું ખરાબ હોય છે. પછી નિંદા ક્યાં નથી થતી. બસ જરૂર છે આ પ્રકારના ગ્રૂપનો સભ્ય બનતા પહેલાં કેટલીક સાવચેતી રાખવાની. જેમ કે :

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....