છેલ્લા થોડા વર્ષથી એ વાતની ચર્ચા સામાન્ય બની ગઈ છે કે શું થાય જ્યારે સેક્સ દરમિયાન મેલ પાર્ટનર છુપાઈને કોન્ડોમ કાઢી નાખે? કેટલાક દેશમાં તેને અપરાધ માનવામાં આવે છે, પરંતુ આપણા દેશમાં પરંપરા અને ધર્મના નામે મહિલાઓને ગુલામ બનાવવાના ષડ્યંત્રો રચવામાં આવે છે. શું આપણા દેશમાં તેના માટે કોઈ સખત કાયદો બનશે...

૨૦૧૬માં ‘લિપસ્ટિક અંડર માય બુરખા’ ફિલ્મ આવી હતી. તે સમયે આ ફિલ્મને લઈને ખૂબ હોબાળો મચ્યો હતો. ફિલ્મ પુરુષપ્રધાન સમાજે બનાવેલા સ્ટીરિયોટાઈપને તોડી રહી હતી. આ ફિલ્મમાં ૪ મહિલાની સિક્રેટ લાઈફને બતાવવામાં આવી હતી જેમાં તે પોતાના માટે ફ્રીડમ શોધી રહી છે. આમ તો ફિલ્મમાં ચારેય મહિલાની અલગ કહાણી હતી, પરંતુ તેમાંનું એક રસપ્રદ પાત્ર શિરીન અસલમ (કોંકણા સેન શર્મા) હતી જે બુરખો પહેરનાર સામાન્ય ઘરની મહિલા છે, ગૃહિણી છે, ૩ બાળકોની મા અને પોતાના પતિથી છુપાઈને ઘરેઘરે ફરીને સામાન વેચીને પોતાના માટે પોકેટ મની કમાય છે. તેનો પતિ રહીમ (સુશાંતસિંહ) તેને સેક્સ્યુઅલી ડોમિનેટ કરતો હોય છે. પત્નીને પોતાની ગુલામી સમજતો હોય છે. સેક્સને માત્ર પુરુષોના પ્લેઝર અને બાળક પેદા કરવાની પ્રક્રિયા માને છે. તેના માટે તેની પત્ની ઈચ્છા વિના, પ્લેઝર વિના રાખનાર માત્ર મીણની ઢીંગલી સમાન હોય છે, જેને માત્ર પથારી પર પોતાની ઈચ્છા થાય ત્યારે ઊંઘાડી દેવામાં આવે.
સેક્સ દરમિયાન રહીમ કોન્ડોમને ન પહેરવાની વાતને માત્ર પોતાના પ્લેઝર અને અધિકાર સાથે જેાડતો હોય છે. ૩ બાળકોનો જન્મ અને શિરીનના ઈન્કાર કરવા છતાં રહીમ સેક્સ દરમિયાન પ્રોટેક્શન યૂઝ નથી કરતો. પછી ક્યારેક શિરીનના કહેવા પર યૂઝ કરી લે છે ત્યારે સેક્સ દરમિયાન વચ્ચે તેની સહમતી વિના કોન્ડોમને દૂર કરી દેતો હોય છે, જેથી પ્રેગ્નન્સીને અટકાવવાની પૂરી જવાબદારી શિરીન પર આવી પડે છે અને તેને ઈમર્જન્સી પિલ્સ લેવી પડે છે. પિલ્સ લેવાથી તેની હેલ્થ પર અસર થાય છે અને તેણે ઘણી વાર ગર્ભપાત પણ કરાવવો પડે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....